• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Stock Market» Sensex 170 Point Up

બજારો નીચા મથાળે બંધ, મિડકેપ તૂટ્યો

બજારો નીચા મથાળે બંધ, મિડકેપ તૂટ્યો

નવી રેકોર્ડ સપાટી પર પહોંચ્યા બાદ પ્રોફિટબુકિંગના દબાણથી બજારોએ ચમક ગુમાવી. સેન્સેક્સ 29 અંક તૂટીને 19381 અને નિફ્ટી 14 અંક તૂટીને 5895 પર બંધ રહી.

વૉલમાર્ટને લઇને સંસદમાં હંગામાના લીધે બજાર ગભરાયું અને બજાર રેડ ઝોનમાં ગયું. દિવસની ઉપલી સપાટીથી સેન્સેક્સ અંદાજે 300 અંક તૂટ્યો. નિફ્ટીએ 5900ની નીચે ગોતું લગાવ્યુંય મિડકેપ 1.5 ટકા તૂટ્યો.

યુરોપિયન બજારોમાં સુસ્તીના લીધે સ્થાનિક બજારોને સહારો મળ્યો નહોતો. બજારનો ઘટાડો વધતા સેન્સેક્સ 125 અંક તૂટ્યો અને નિફ્ટી 5865 સુધી નીચામાં ગઇ.

જોકે, ટ્રેડિંગ સેશનના છેલ્લાં કલાકમાં નીચલી સપાટી પર ખરીદી પરત આવવાથી બજારમાં રિકવરી આવી. યુરોપિયન બજારોમાં મજબૂતી પરત આવતા સ્થાનિક બજારોનો મૂડ સુધર્યો.

બપોરે 2.07 વાગ્યે

વૉલમાર્ટને લઇને સંસદમાં થયેલા હંગામાના લીધે બજારમાં નરમાઇ જોવા મળી રહી છે. બપોરે 2.07 વાગ્યે સેન્સેક્સ 11 અંક વધીને 19421 અને નિફ્ટી 3 અંક તૂટીને 5905ની સપાટી પર છે. મિડકેપ 1.5 ટકા સ્મોલકેપ 0.5 ટકા તૂટ્યો છે.

રિઅલટી શેર 2 ટકાથી વધુ તૂટ્યા છે. પાવર, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, પીએસયૂ, ઑઇલ એન્ડ ગેસ, ઑટો, મેટલ, કેપિટલ ગુડઝ, ટેકનોલોજી, બેન્ક શેર 1-0.4 ટકા તૂટ્યો છે. હેલ્થકેર અને આઇટી શેર સુસ્ત છે. જોકે, એફએમસીજી 1.2 ટકા વધ્યો છે.

નિફ્ટી શેરોમાં હિન્દાલકો, ભેલ, ડીએલએફ, કેઇર્ન ઇન્ડિયા, ટાટા મોટર્સ, પીએનબી, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, એસબીઆઇ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક 3-1 ટકા લૂઢક્યો છે.

બારટ્રૉનિક્સમાં 15 ટકા સુધીની તેજી આવી છે. કંપનીએ સિસ્ટમ્સ અમેરિકાનો 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.

એતિહાદનો 48 ટકા હિસ્સો 3000 કરોડ રૂપિયામાં વેચવાના સમાચારથી કિંગફિશર એરલાઇન્સમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઇ છે. યુબી હોલ્ડિંગ્સમાં પણ અંદાજે 4.5 ટકાનો ઉછાળો છે.

હેક્સાયવેયરમાં ઘટાડો ચાલુ છે. મેક્વાયરી અને નોમૂરાએ હેક્સવાયરનું રેટિંગ ઘટાડ્યું છે. યુરોપિયન બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. ડીએએક્સ અને એફટીએસઇમાં નજીવો ઘટાડો છે.

સવારે 11.40 વાગ્યે

નિફ્ટી 23 મહિનાની રેકોર્ડ સપાટી પર પહોંચી, નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર્સ 6000ની સપાટીએ

શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ બજારમાં જોશ ભરાયો અને બજાર નવી રેકોર્ડ સપાટી પર પહોંચી. સેન્સેક્સ 200 અંકથી વધુ ચઢ્યો. નિફ્ટી 23 મહિનાની રેકોર્ડ સપાટી પર પહોંચી. ત્યારે નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર્સે 6000ની સપાટીએ પહોંચ્યું.

હાલ બજાર ઉપલી સપાટીથી થોડું તૂટ્યું છે. સવારે 11.40 વાગ્યે સેન્સેક્સ 143 અંક વધીને 19552 અને નિફ્ટી 37 અંક વધીને 5946ની સપાટી પર છે. જોકે મિડકેપ શેરોમાં સુસ્તી છે. બીએસઇ ખાતે સ્મોલકેપ અંદાજે 0.5 ટકા મજબૂત છે.

સવારે ખૂલતા બજારે

આંતરરાષ્ટ્રીય સંકેતોના મિશ્ર સંકેત છતાંય બજારોએ આજે મજબૂતી સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 56 અંક વધીને 19466 અને નિફ્ટી 15 અંક વધીને 5924 પર ખૂલ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ખરીદી વધતી જોવા મળી રહી છે.

હેલ્થકેર અને રિઅલટી શેર 1 ટકા ઉછળ્યો છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ, બેન્ક, પાવર, ઑઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડઝ, અને પીએસયૂ શેર 0.8-0.5 ટકા વધ્યો છે. આઇટી, ટેકનોલોજી, ઑટો, એફએમસીજી, મેટલ શેર 0.4-0.2 ટકા મજબૂત છે.

સેસા ગોવા, મારૂતિ સુઝુકી, એચસીએલ ટેક, કેઇર્ન ઇન્ડિયામાં 0.6-0.2 ટકાનો ઘટાડો છે. ઓએનજીસી, ટીસીએસ, અને એશિયન પેન્ટ્સમાં પણ નરમાઇ જોવા મળી રહી છે.

(Stock Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Share Bazaar Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sensex 170 point up
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
યુએસમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે એશિયન શેરોમાં સ્થિરતા
ચીનને ધોબી પછાડ આપીને આર્થિક મહાસત્તા બની જશે ભારત!

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.