• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat Business» Guj’S Debt Tripled In 10 Yrs Of Modi

'વાયબ્રન્ટ' ગુજરાતનું દેવું મોદીરાજમાં ત્રણ ગણું વધ્યું

'વાયબ્રન્ટ' ગુજરાતનું દેવું મોદીરાજમાં ત્રણ ગણું વધ્યું

moditwo_300- 2001-02ના વર્ષમાં ગુજરાતનું દેવું રૂપિયા 45301 કરોડ હતું
- 2010-11માં વધીને 1.17 લાખ કરોડ થયું
- 2012-13માં વધીને રૂપિયા 1.48 લાખ કરોડે પહોંચવાની ધારણા
- 2013-14ના વર્ષમાં રાજકીય દેવું રૂપિયા 1.69 લાખ કરોડ થવાની શક્યતા છે
- રાજ્યનું દેવું અને જીએસડીપીનો રેશિયો 2001-02ના વર્ષમાં 1:3 હતો, જે ચાલુ વર્ષમાં 1:4.5ના રેશિયા પર ઉભો છે

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વખત ગુજરાતને 'દેશના ગ્રોથ એન્જિન' તરીકે ગણાવી રહ્યા છે. ગુજરાતનો દેશના વિકાસમાં મોટો પાયો છે તેવી વાતો થઇ રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. ગુજરાતનું દેવું છેલ્લાં દસ વર્ષમાં ત્રણ ગણુ વધી ગયું છે.

2001-02ના વર્ષમાં ગુજરાતનું દેવું રૂપિયા 45301 કરોડ હતું, જે 2010-11માં વધીને 1.17 લાખ કરોડ થયું અને જે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં રૂપિયા 1.29 લાખ કરોડો પહોંચે તેવી ધારણા છે.

જ્યારે રાજ્યનું દેવું 2012-13માં વધીને રૂપિયા 1.48 લાખ કરોડે પહોંચે તેવી શક્યતા છે અને જે 2013-14ના વર્ષમાં રાજકીય દેવું રૂપિયા 1.69 લાખ કરોડ થવાની શક્યતા છે. જો કે તાજેતરના વર્ષોમાં ખર્ચમાં વધારો થયો છે.

આ અંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ એમએમ શ્રીવાસ્તવે કહ્યું કે રાજ્યનું દેવું તાજેતરના વર્ષોમાં નિરપેક્ષ સંદર્ભમાં જતું રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ સંકેત એ છે કે તે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ની ટકાવારીના મામલામાં નીચે આવ્યો છે.

આ અંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ એમએમ શ્રીવાસ્તવે કહ્યું કે રાજ્યનું દેવું તાજેતરના વર્ષોમાં નિરપેક્ષ સંદર્ભમાં જતું રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ સંકેત એ છે કે તે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ની ટકાવારીના મામલામાં નીચે આવ્યો છે.

ગુજરાતના નાણાંમંત્રી તરીકે વજુભાઇ વાળા છેલ્લાં દોઢ દાયકાથી પણ વધુ સમયથી નાણાંમંત્રાલયના હેડ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. કેટલાંય પ્રયાસો છતાંય તેમની આ અંગે ટિપ્પણી મેળવી શકાઇ નથી.

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતનો જીએસડીપી 2001-02માં રૂપિયા 1.33 લાખ કરોડ હતો, જે 2011-12માં વધીને રૂપિયા 5.80 લાખ કરોડો પહોંચવાની ધારણા છે. આમ, રાજ્યનું દેવું અને જીએસડીપીનો રેશિયો 2001-02ના વર્ષમાં 1:3 હતો, જે ચાલુ વર્ષમાં 1:4.5ના રેશિયા પર ઉભો છે.
 
જ્યારે સત્તાવાર અધિકારીઓનું કહેવું છે કે રાજ્યનું દેવું વિકાસ અને સામાજિક ક્ષેત્રની પાછળ ખર્ચના લીધે વધ્યું છે. જ્યારે વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે ભ્રષ્ટાચાર, ખોટા વહીવટ અને નાણાંકીય શિસ્તના અભાવે રાજ્યના દેવામાં ધરખમ વધારો થયો છે.

રાજ્ય સરકાર દર વર્ષે હજારો-કરોડો રૂપિયા દર વર્ષે ઉત્સવો પાછળ ખર્ચે છે અને હવે ઉપવાસો પાછળ. તેના લીધે રાજ્યના દેવામાં વધારો થઇ રહ્યો છે તેમ ગુજરાત કૉંગ્રેસના પ્રેસિડન્ટ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં 1995માં જ્યારે બીજેપીના હાથમાં સત્તા હતી ત્યારે રાજ્યનું કુલ દેવું રૂપિયા 10000 કરોડ હતું.

તમારો મત
ગુજરાત રાજ્યના વિકાસ, દેવા અને મોદી સરકાર વિશે આપનું શું કહેવું છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

Related Articles:
ગુજરાત વૉલમાર્ટનું નહીં, અમુલનું પેટર્ન ધરાવે છેઃ મોદી
ગુજરાત આ બાબતે અગ્રેસર, પણ મહારાષ્ટ્ર હજુપણ આગળ
ગુજરાત મૉડલ વખણાયું, મોદીની ડિમાન્ડ હવે પાકિસ્તાનમાં પણ
ચીન પાસેથી 'વિકાસ'નો મંત્ર શીખશે નરેન્દ્ર મોદી!
ખૂબ જ સસ્તામાં ફરી આવો રાજસ્થાન અને ગુજરાત(Gujarat Business Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Guj’s debt tripled in 10 yrs of Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.