• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Expert Comments» Side Share Booming Forward

તેજી હવે સાઇડ શેરોમાં પ્રસરતી જોવા મળશે

ગ્રોથ ઓરીએન્ટેડ શેરો ટૂંકાથી મધ્યમ ગાળા માટે ખરીદવા લાભદાયી
 
શેરબજારો માટે ર૦૧૩ની શરૂઆત શુભ થઇ છે. છેલ્લા ઘણા દિવસોથી ફંડોએ ચુનંદા સ્મોલકેપ, મીડકેપ, લાર્જ મીડકેપ શેરોમાં ફોકસ વધારતા તેમાં મોમેન્ટમ અને વોલ્યુમો સતત વધી રહ્યા છે તે જોતાં બજેટ અગાઉ વધુ ને વધુ રિટેલ ટ્રેડરો અને રિટેલ ઇન્વેસ્ટરો બજારમાં ફુલ ફલેજ સક્રિય થતા જોવાશે. 
 
૨૯મી જાન્યુઆરીનું ધિરાણ નીતિમાં રેપોરેટ, વ્યાજદર, રિવર્સ રેપોરેટ કે સીઆરઆરમાં ઘટાડાની પ્રબળ શકયતાઓ તથા લોકસભાની ચૂંટણીઓ પહેલાંનું આ વખતનું છેલ્લું બજેટ લોકપ્રિય અને ગ્રોથ ઓરીએન્ટેડ આવવાની શકયતાઓ જોતાં, ટેક્નિકલ કરેક્શન કે વિદેશી બજારોની નરમાઈ પાછળ ઘટાડામાં ઉજજવળ ભવિષ્ય ધરાવતા ગ્રોથ ઓરીએન્ટેડ શેરો ટૂંકાથી મધ્યમ ગાળા માટે ખરીદવા લાભદાયી રહેશે.
 
એસ્ટ્રો ટેકનો વ્યૂ
 
તુલા રાશિમાં શનિ અને રાહુ તથા વૃષભમાં ગુરુ, કન્યા, વૃ‌શ્ચિ‌ક અને મકર રાશિને પ્રભાવિત કરી રહ્યા છે અને હાલ આ રાશિઓમાં અન્ય કોઇ ગ્રહોની હાજરી નથી તે જોતાં દેશ, વિદેશમાં કોઇ મોટી પ્રતિકૂળ ઘટના ના ઘટે તો બજેટ આસપાસ વધઘટે નિફટી ૬૨૦૦ - ૬૩૦૦ થઇ શકે જેની આગેવાની બંને અંબાણી બંધુઓની કંપનીઓના શેરો તથા બેંકો, કન્સ્ટ્રકશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ફાઇનાન્સ, લોજીસ્ટીક, ઓઇલ ડ્રીલીંગ, પાવર, રિયાલ્ટી ક્ષેત્રના શેરો લેશે. એસ્ટ્રોટેકના વ્યૂ મુજબ બજારોની ટૂંકા ગાળાની ચાલ માટે ૧૧ અને ૧૪ જાન્યુઆરી ખૂબ મહત્ત્વની ટિન્ર્‍ાંગો છે. ૭-૧થી ૯-૧-૨૦૧૩ દરમ્યાન વિંછુડો તથા અન્ય ગ્રહો, નક્ષત્રોની ચાલ જોતાં તીવ્ર વોલેટિલિટી જોવાશે. નિફટી ફયુચરમાં પ૯૩૮થી ૬૧૦૦ ની ટ્રેડિંગ રેન્જ રહેશે. ક્લોઝિંગ લેવલે જે તરફનું બ્રેકાઉટ આવશે તે તરફની ૧૦૬થી ૨૦પ પોઈન્ટની ચાલ જોવાશે.
 
ડાર્ક હોર્સ
 
લુડલો જયુટ : માર્ચ ૨૦૧૨ના વર્ષ માટે વીસ ટકાનું ડિવિડન્ડ ચૂકવનાર લુડલો જયુટનો પ્રથમ છ મહિ‌નાનો નેટ નફો ૭૪ ટકાના ઉછાળા સાથે ૩.૬૭ કરોડ થયો છે. આ શેર ૨૭ના સ્ટોપલોસ્ટથી લેનારને આકર્ષક ડિવિડન્ડ યીલ્ડ ૯૬ અને ટેક્નિકલી ૪૩ ઉપર બધ આવે તો વધઘટે પ૦થી ૭૦ જેવો ભાવ મળી શકે. લુડલો જ્યુટનો હાઈ ભાવ રૂપિયા ૧૧૨ છે.
 
કેઆરબીએલ : પ્રથમ છ મહિ‌નાનો નેટ નફો વધી ૮૮ કરોડ થયો છે જે ગઇ સાલ બે કરોડ જ હતો. પચીસના સ્ટોપલોસે લેનારને ૨૯ કુદાવે તો વધઘટે ૩૪થી ૩૮નો ભાવ મળી શકે.
 
ઓઇલ કન્ટ્રી : વીસ ટકાનું ડિવિડન્ડ ચૂકવતી, ૪૪ કરોડ રૂપિયાની શેરમૂડી સામે ૧૮૧ કરોડનું રિઝર્વ ધરાવતી ૧૪પ રૂપિયાનો હાઇ ભાવ ધરાવતી, ફકત ચારના જ પીઇથી મળતો શેર ૪૭ના સ્ટોપલોસથી લેનારને ચાલુ વર્ષે વધઘટે ૭૦થી ૯૦ જોવા મળી શકે.
 
rupeegains@yahoo.co.in
 
ટ્રેન્ડલાઈન, નયન પટેલ
(Expert Comments Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Share Bazaar Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Side share booming forward
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.