• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Possible To Increase The Income Tax Exemption Limit, Rangarajan Also Favored

ઇનકમટેકસમાં આવક મર્યાદા વધી શકે છે, રંગરાજન પણ પક્ષમાં

ઇનકમટેકસમાં આવક મર્યાદા વધી શકે છે, રંગરાજન પણ પક્ષમાં

વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ સી.રંગરાજનનું કહેવું છે કે આવક એકત્ર કરવા માટે સરકાર એક મર્યાદાથી વધુ આવક કમાનાર (સુપર રિચ) પર અને સરચાર્જ લગાવી શકે છે. તેની સાથે જ તેમને કહ્યું કે નીચા-મધ્યમ વર્ગને બે લાખ રૂપિયાની હાલ ઇનકમટેકસમાં થોડી રાહત મળવી જોઇએ.

તેમનું એ પણ કહેવું છે કે ચાર વર્ષમાં અમે રાજકોષીય ખાધને ઓછી કરીને જીડીપીના 3 ટકા સુધી લાવાની છે. આથી આવક વધારવા માટે નવા પગલાં ઉઠાવવા પડશે. આ સિવાય ખર્ચાને નિયંત્રણમાં રાખવાના ખાસ ઉપાય પણ કરવા પડશે. 2012-13ની સાલ માટે ભારતીય અર્થતંત્રના આઉટલુક અંગે તેમનું કહેવું છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 5.5 થી 6 ટકાની વચ્ચે રહેશે. જ્યારે આવતા નાણાંકીય વર્ષમાં આ વધીને તે 7 ટકાની આસપાસ પહોંચી જશે. અર્થતંત્ર સાથે જોડાયેલા વિભિન્ન મુદ્દાઓ પર 'બિઝનેસ ભાસ્કર'ના શિશિર ચૌરસિયાએ સી.રંગરાજન સાથે ટૂંકી વાતચીત કરી.

રજૂ છે તેમની સાથેની વાતચીતના અંશ

પ્રશ્ન: ચાલુ નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધના જીડીપીના 5.1 ટકા સીમિત રાખવાનો લક્ષ્ય હતો, પરંતુ આમ શકય દેખાતું નથી. એવામાં સરકારે કયા કરવું જોઇએ?
ઉત્તર: રાજકોષીય ખાધને કાબૂમાં રાખવી અમારા માટે જરૂરી છે, કારણકે એમ ન થવાની સ્થિતિમાં અર્થવ્યવસ્થા પર તેના ઘણા દુષ્પરિણામો જોવા મળશે. 2012-13ની સાલમાં તેને વધારીને 5.3 ટકા સુઝી પહોંચાડવાની વાત કહેવામાં આવી રહી છે. તેના પર નિયંત્રણ માટે કેટલાંક મોટા પગલાં ઉઠાવા પડશે. તેના અંતર્ગત ફકત ખર્ચાઓને જ કાબૂમાં રાખવાના નથી, પરંતુ આવકને પણ વધારવા પર જોર આપવું પડશે. સાથો સાથ આવકની સ્થિતિ શ્રેષ્ઠ કરવા માટે જરૂરી સબ્સિડીને ખત્મ કરવી પડશે. મારું માનવું છે કે હાલના ટેકસ સ્ટ્રકચરમાં કોઇપણ પ્રકારની છેડછાડ કર્યા વગર અત્યાધુનિક આવકવાળા (સુપર રિચ) પર અને સરચાર્જ લગાવી શકાય છે. જે વધુ કમાઇ રહ્યા છે, તેમને વધુ ટેકસ આપવો જ જોઇએ.

પ્રશ્ન: અત્યારે વ્યક્તિગત ઇનકમટેકસ છૂટની મર્યાદા બે લાખ રૂપિયા છે. મોંઘવારી જે રીતે વધતી જઇ રહી છે, તેને જોતા નીચલા-મધ્યમ આવક વર્ગ માટે આ છૂટ ધણી ઓછી પડી રહી છે. ડાયરેકટ ટેકસ કોડમાં પણ તેની મર્યાદાને વધારવાની ભલામણ છે. તમારો આ અંગે શું ખ્યાલ છે?
ઉત્તર: હું આની સાથે સહમત છુ કે જો તેમાં વધારો થાય છે તો વ્યક્તિગત કરદાતાઓને રાહત મળશે.

પ્રશ્ન: તમે રાજકોષીય ખાધને કાબૂમાં રાખવાની વાત કરો છો. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત વધીને 16 સપ્તાહની ઉપલી સપાટી પર પહોંચી ગયો છે, પરંતુ સ્થાનિક બજારમાં પેટ્રો પ્રોડકટની કિંમતમાં કોઇ વધારો થઇ રહ્યો નથી. આ દિશામાં શું હોવું જોઇએ?
ઉત્તર: મારા મતે ડીઝલ, એલપીજી, સિલિન્ડર વગેરેના મૂલ્યોમાં વધારો થવો જોઇએ. જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે, સ્થાનિક બજારમાં તેના હિસાબથી પેટ્રોલિયમ પ્રોડકટની કિંમતોમાં પણ વધારો થવો જોઇએ. જો એમ ન થયું તો સરકારને સબ્સિડીની બાબતમાં વધુ રકમ વહેંચવી પડશે, જે અંતત: ખોટ કરાવશે. આ દિશામાં ટૂંક સમયમાં પગલાં ઉઠાવા પડશે. કારણ કે તેમાં જેટલું મોડું થશે તો અર્થતંત્ર પર તેના દુષ્પરિણામ એટલાં જ જોવા મળશે.

સરકારે ગઇ 1 જાન્યુઆરીથી ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના શરૂ કરી દીધી છે, આ યોજનામાં તમને શું-શું ફાયદો દેખાય છે?
ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર એક શ્રેષ્ઠ યોજના છે. તેનાથી ફાઇનાન્સિયલ ઇન્કલૂઝનમાં મદદ મળશે. યોજના એ છે કે કેન્દ્ર સરકાર જેટલી પણ સબ્સિડી આપે છે, તેને તેનાથી લિંક કરાશે. તેનો ફાયદો લેવા માટે લાભાર્થીઓને બેન્કમાં ખાતું ખોલાવું પડશે અને ધીમે-ધીમે દેશ ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝનની રાહ પર આગળ વધશે. તેનાથી સરકારી તરફથી સહાયતા આપવાનો બુનિયાદી ઉદેશ પણ સંધાશે. કારણ કે ડીબીટી પાસેથી પૂરે પૂરી સહાયતા રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચશે. વચ્ચમાં કોઇ કઇ નહીં કરી શકે. આથી લીકેજની ધારણા છે જ નહીં. કેટલાંક જિલ્લામાં આ યોજના 1 જાન્યુઆરી 2013થી શરૂ કરાઇ છે. તેમાં દિવસે દિવસે નવા જિલ્લા જોડાશે. તેના માટે સિસ્ટમને ગોઠવવામાં આવી રહી છે.

આ વર્ષે અર્થતંત્રમાં શું વિકાસ દર દેખાઇ રહ્યો છે?
ચાલુ નાણાંકીય વર્ષમાં તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 5.5 થી 6.0 ટકા રહેશે. બની શકે છે કે જે 6 ટકાની વધુ નજીક હોય. પરંતુ આવતા વર્ષે તેમાં નિશ્ચિત રૂપથી સુધારો થશે અને વિકાસ દર 7 ટકા સુધી પહોંચી જશે. મારા મતે ચોમાસું ઠીક જ રહેશે. તો આવતા વર્ષે રોકાણકારોની ધારણમાં ફેરફાર થશે.

ગયા મહિને બેન્કિંગ કાનૂન સંશોધન વિધેયક પસાર થઇ ગયું છે અને આરબીઆઇ નવા બેન્ક લાઇસન્સ અંગે દિશા-વિર્દેશ બનાવામાં વ્યસ્ત છે. તેના માટે શું પ્રાથમિકતા હોવી જોઇએ?
આરબીઆઇને બેન્ક લાઇસન્સ આપવામાં નૉન-કોર્પોરેટ સેકટર (એનબીએફસી કે ફાઇનાન્સિયલ કંપની)ને પ્રાથમિકતા આપવી જોઇએ. ત્યારબાદ જ કૉર્પોરેટ સેકટરની જેમ જુઓ.
 

(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Possible to increase the income tax exemption limit, Rangarajan also favored
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
વધુ ટેક્સ માટે પોતાને તૈયાર કરી લો
ભારતમાં ધનિકો પર વધુ ટેકસ નાંખવાની વકાલત
વોડાફોનને ટેક્સ ચૂકવવા માટે ફરીથી નોટિસ
તો રૂપિયા પાંચ લાખ સુધીની આવક પર નહીં ભરવો પડે ટેકસ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.