• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Stock Market» Nifty Seen Opening Soft, Sesa Goa Down

મિડકેપ શેરો ચમકતા બજાર ઉપરમાં બંધ

મિડકેપ શેરો ચમકતા બજાર ઉપરમાં બંધ

નીચલી સપાટીથી ખરીદી નીકળતા અને સારા પરિણામોના લીધે બજાર એક ટકા વધ્યું. સેન્સેક્સ 180 અંક વધીને 20103 અને નિફ્ટી 55 અંક તૂટીને 6075 પર બંધ રહી.

ત્રણ દિવસના મોટા ઘટાડા બાદ મિડકેપ શેરોમાં ખરીદી પરત કરી. નિફ્ટી મિડકેપ 3 ટકાનો ઉછાળો આવ્યો. બીએસઇ સ્મોલકેપમાં પણ એક ટકાની મજબૂતી આવી.

ક્રેડિટ પૉલિસીના 2 દિવસ પહેલાં રિઅલટી શેર 4.5 ટકા ઉછળ્યા. ઑટો, મેટલ, હેલ્થકેર, પીએસયુ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, બેન્ક, અને કેપિટલ ગુડઝ 2.25-1.25 ટકા વધ્યો.

એફએમસીજી, આઇટી, પાવર, અને ટેકનોલોજી શેરોમાં 1 ટકાની તેજી આવી. બજારની ઝડપમાં ઑઇલ એન્ડ ગેસ શેર પાછળ રહ્યા અને 0.4 ટકા મજબૂત થયો.

મારૂતિ સુઝુકીનો શેર 4 ટકા ઉછળ્યો. શેર ત્રણ વર્ષની ઊંચાઇ પર પહોંચ્યો. ઓટો શેરમાં બજાજ ઑટો, એમએન્ડએમ, ટાટા મોટર્સ 4-2.5 ટકા ચઢ્યો. નરમાઇના લીધે ઘટાડા પર ખુલેલ અશોક લિલેન્ડ શેર 2.5 ટકાની તેજી પર બંધ રહ્યો.

રિઅલટી શેરોમાં એચડીઆઇએલ અંદાજે 11 ટકા ઉછળ્યો. યુનિટેક, શોભા ડેવલપર્સ, ડીબી રિઅલટી, ઇન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, પાર્શ્વનાથ, ડીએલએફ 6.5-5 ટકા ચઢ્યો.

ખરાબ પરિણામોના લીધે 1.5 ટકાના ઘટાડા પર ખૂલ્યા બાદ સેસા ગોવાના શેરોમાં 3.5 ટકાની મજબૂતી આવી. રિલાયન્સ પાવરનો શેર 6 ટકા ઉછળ્યો.

સવારે ખૂલતા બજારે
આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મિશ્ર સંકેત મળવાના લીધે સ્થાનિક બજારોએ નજીવી મજબૂતી સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 22 અંક વધીને 19946 અને નિફ્ટી 5 અંક વધીને 6024 પર ખૂલ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજારમાં વોલેટાલિટી જોવા મળી રહી છે.

ઑટો, હેલ્થકેર, એફએમસીજી, ટેકનોલોજી, કેપિટલ ગુડઝ, આઇટી, કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેર 0.5-0.2 ટકા મજબૂત છે. બેન્ક શેરોમાં નજીવી વૃદ્ધિ છે. રિઅલટી શેર 1 ટકા તૂટ્યો છે. ઑઇલ એન્ડ ગેસ, પીએસયુ, મેટલ શેરમાં 0.5-0.25 ટકા નરમાઇ છે. પાવર શેરોમાં નજીવો ઘટાડો છે.

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં મારૂતિ સુઝુકીનો નફો  2.26 ગણો વધવાની ધારણા છે. મારૂતિ સુઝુકીનો શેર 1.5 ટકા ચઢ્યો છે.

ટાટા મોટર્સ, જેપી એસોસીએટ્, સન ફાર્મા, એશિયન પેન્ટસ, ડૉ.રેડ્ડી, લ્યુપિન, એચસીએલ ટેક, ભારતી એરટેલ જેવા અગ્રણી શેરોમાં 1.5-0.5 ટકાની તેજી છે.

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકના પરિણામો ખરાબ રહેવાના લીધે સેસા ગોવા 1.5 ટકા તૂટ્યો છે.

ડીએલએફ, ટાટા પાવર, આઇડીએફસી, કોલ ઇન્ડિયા, રેનબક્સી, કેઇર્ન ઇન્ડિયા, એમએન્ડએમ, ઓએનજીસી, ગ્રાસીમ, સિપ્લા 1.5-0.75 ટકા તૂટ્યો છે.

ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં નફો 8 ટકા અને આવક 23 ટકા વધ્યા બાદ બાયોકોન શેર 1 ટકા વધ્યો છે. નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં આવક ઘટવાના લીધે અશોક લિલેન્ડનો શેર 3 ટકા તૂટ્યો છે.

એશિયન બજારોમાં યેનમાં નરમાઇ આવવાથી નિક્કી 2 ટકાથી વધુ ઉછળ્યો છે. સ્ટ્રેઇટ ટાઇમ્સ અને સિંગાપુર નિફ્ટીમાં નજીકી મજબૂતી છે. કોસ્પી 1.25 ટકા તૂટ્યો છે. તાઇવાન ઇન્ડેક્સ, હેંગસેંગ, અને શાંઘાઇ કંપોઝીટ પણ તૂટ્યો છે.

ગુરૂવારના રોજ અમેરિકન બજારો મિશ્રપ્રતિસાદ સાથે બંધ રહ્યા. ડાઉજોન્સ 0.3 ટકા ચઢ્યો. ત્યારે નાસ્ડેક કંપોઝીટમાં 0.75 ટકાનો ઘટાડો આવ્યો. અમેરિકામાં બેરોજગારીની સંખ્યા છેલ્લાં પાંચ વર્ષની નીચલી સપાટી પર પહોંચી છે.
 

(Stock Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Share Bazaar Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nifty seen opening soft, sesa goa down
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
HDILનો શેર આ કારણના લીધે ત્રણ દિવસમાં ધડાધડ 35% તૂટ્યો
રેલવે સાથે જોડાયેલા જરૂરી સમાચાર, કંફર્મ રિઝર્વેશન પણ થઇ જશે CANCEL!
એલએન્ડટી: નફો 13.1%, વેચાણ 10.2% વધ્યું
કોટક મહિન્દ્રા બેન્કનો નફો 24.6% વધ્યો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.