• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Experts» How Doing Investment Should Be Necessary To Be Millioner

મિલ્યોનર બનવા માટે કેટલું મૂડીરોકાણ કરવું જોઈએ

મિલ્યોનર બનવા માટે કેટલું મૂડીરોકાણ કરવું જોઈએ
મહિને 5000થી શરૂ કરો અને દર વર્ષે 10 % વધારો તો પણ આઠ વર્ષે 6,90,000ની જંગી રકમ એકત્ર
 
માણસને નાણાની જરૂર કાયમ પડે,
માણસ પાસે પૈસો હોય તેટલો ઓછો,
એક રોકાણકારને નાણાની જરૂર ક્યારે પડે...

મારું અંગતપણે માનવું છે કે, રિટાયરમેન્ટની શરૂઆતથી જ પડે. કારણકે જ્યાં સુધી તમે કમાઇ શકો છો ત્યાં સુધી તો તમે નાણા મેળવી જ રહ્યા છો. પરંતુ જેવી કમાણી બંધ થઇ જાય પછી એટલેકે રિટાયરમેન્ટ પછી તમારે નાણાની ખરી જરૂરિયાત ઊભી થતી હોય છે. મોટાભાગના રોકાણકારો ફાઇનાન્સિયલ એડવાઇઝ લેવા આવે ત્યારે એમ કહે કે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રૂટ જ બતાવો. ત્યારે કહેવું પડે કે, ભાઇ કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય તે ન્યાયે અત્યારે પાળ બાંધતા જાવ રિટાયરમેન્ટ કોર્પસનું સરોવર સાથે સાથે ભરાતું જશે. જ્યાં સુધી તમે કમાવ છો ત્યાં સુધી આવકની નહિં કમાણીની જ જરૂર હોવી જોઇએ.
 
આવકની શરૂઆત રિટાયરમેન્ટથી થાય તે વ્યાજબી ગણાય. માટે કમાણીના વર્ષો દરમિયાન વધુ નાણાની જરૂરિયાત હોય તો કમાણી વધારતા જાવ. આવકના સ્રોતનો ઉપયોગ તો રિટાયરમેન્ટ માટે જ અનામત રાખવાનો આગ્રહ રાખો. મારા એક મિત્રનો 25 વર્ષીય પુત્ર મારી પાસે આવીને કહે અંકલ મેં નોકરી શરૂ કરી છે અને મહિને રૂ. 20-22 હજાર મળે છે. પરંતુ મારે 10 વર્ષમાં રૂ. 10 લાખ બનાવવા હોય તો મારે મહિને કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઇએ. ત્યારે મેં તેને જણાવ્યું કે, દર મહિને પાંચ હજારના બચત-મૂડીરોકાણથી શરૂઆત કર, દરવર્ષે તેમાં 10 ટકા વધારો કરતો જા. તો 8 વર્ષના અંતે માત્ર તારી મૂડી જ રૂ. 690000 થઇ જશે. તેની ઉપર વાર્ષિક સરેરાશ 11 ટકા રિટર્ન ગણે તો કુલ મૂડીરોકાણ મૂલ્ય રૂ. 10,63000 આસપાસ થઇ જશે.
 
માતા-પિતા સાથે રહેતા અને મેરેજના એક વર્ષ અગાઉ એટલેકે, 25 વર્ષની વયે રૂ. 25000 કમાવાની શરૂઆત કરનારા યુવા રોકાણકાર માટે મહિને રૂ. 5000નું બચત-મૂડીરોકાણ કરવાનું ખૂબ સહેલું ગણાય. આવા રોકાણકારોએ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ અનુસાર મહિનાની અલગ અલગ તારીખે પાંચ અલગ અલગ ઇક્વિટી ફંડ્સમાં એસઆઇપીની શરૂઆત કરવી જોઇએ. પરંતુ તે પહેલા તેણે ઇમરજન્સી ફંડ ડેવલોપ કરવું જોઇએ.
 
પ્રથમ વર્ષ :દર મહિને રૂ. 5000 લેખે વર્ષે રૂ.60000નું મૂડીરોકાણ લિક્વિડ ફંડમાં કરવું જોઇએ. જેમાં તેને કોઇ ટીડીએસ લાગશે નહિં. આમ, તેનું ઇમરજન્સી ફંડ લગભગ 50 ટકા જનરેટ થઇ જશે.
બીજું વર્ષ :કમાણીમાં 10 ટકા ઇન્ક્રિમેન્ટ મુજબ મૂડીરોકાણમાં પણ 10 ટકાની વૃદ્ધિ કરશે. તે જોતાં તે મહિને રૂ. 5500 લેખે વર્ષે રૂ. 66000નું મૂડીરોકાણ લિક્વિડ ફંડમાં કરશે. અગેઇન તેને ટીડીએસ લાગશે નહિં અને બે વર્ષના અંતે વ્યાજ સહિત કુલ મૂડીરોકાણ મૂલ્ય રૂ. 136900 આસપાસ થશે. આમ, તેણે છ માસનું ઇમરજન્સી ફંડ ડેવલોપ કરી લીધું હશે. (નોંધઃ માની લો કે, તે ઇમરજન્સી ફંડ માટે અલગ વ્યવસ્થા કરવા ઇચ્છે તો પ્રથમ વર્ષથી જ ઇક્વિટી ફંડમાં પણ રોકાણ શરૂ કરી શકે છે.)

ત્રીજું વર્ષ: કમાણીમાં 10 ટકા ઇન્ક્રિમેન્ટ મુજબ મૂડીરોકાણમાં ફરી 10 ટકા વધારો કરશે. તે જોતાં મહિને રૂ. 6100 લેખે રૂ. 73200નું ત્રીજા વર્ષમાં મૂડીરોકાણ કરવાનું થશે. હવે તે ઇક્વિટી ફંડમાં મૂડીરોકાણની શરૂઆત કરશે. આમ, તે સળંગ 8 વર્ષ સુધી કમાણી અને મૂડીરોકાણમાં અંદાજિત 10 ટકા વૃદ્ધિનો ટ્રેન્ડ જાળવી રાખશે.
 
ધારોકે, બન્ને ફંડમાં માત્ર રોકાયેલી મૂડીની ગણતરી કરીએ તો પણ આઠ વર્ષમાં યુવા રોકાણકાર 33 વર્ષના અંતે રૂ. 690000ની તો માત્ર ઘરની મૂડીનું રોકાણ કરી ચૂક્યો હશે. તેની લિક્વિડ ફંડ ઉપર મિનિમમ સાત ટકા (એકદમ કન્ઝર્વેટિવ રહીને ગણીએ તો બાકી એવરેજ 8 ટકા તો છૂટે જ) ટેક્સ ફ્રી વ્યાજ તેમજ ઇક્વિટી ફંડમાં 14 ટકા રિટર્નની ગણતરી રાખીએ તો પણ એકત્રિત રિટર્ન સાથે તેનું કુલ મૂડીરોકાણ મૂલ્ય ર. 10,63,000 આસપાસ થઇ જાય.
 
ધારોકે તમારી પાસે બચત-મૂડીરોકાણ માટે મહિને માત્ર રૂ. 2500ની જ રકમ બચે તેમ હોય તો પણ તમે 11 વર્ષના અંતે રૂ. 1057000ની માતબર રકમ એકત્ર કરી શકો છો. તેની ગણતરી અત્રે આપેલા કોષ્ટક અનુસાર થઇ શકે. ટૂંકમાં ગાળો ડબલ નહિં 3 વર્ષ જ વધે છે!!(લેખક: વરિષ્ઠ પત્રકાર અને ફાઇનાન્સિયલ એડવાઇઝર છે)
 
મહિને 2500ના મૂડીરોકાણનું પ્લાનિંગ
 
વર્ષSIPકુલ બચતડેટઇક્વિટીકુલ
125003000031125-31125
228003360068570-68570
33100372007426039680113940
43400408008040089100169550
537004440087100149800236900
641004920094300224600319000
7450054000102100315800418000
8500060000110600427000537600
9550066000120000561000681000
10610073200129700723000852800
116700804001405009170001057000
(Experts Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How doing investment Should be necessary to be Millioner
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.