• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Expert Opinion» Union Budget 2016: This Is The Five Budget Wishes Of A Common Man In Budget 2016

બજેટ 2016: એક સામાન્ય માણસને બજેટથી છે આ પાંચ અપેક્ષાઓ

બજેટ 2016: એક સામાન્ય માણસને બજેટથી છે આ પાંચ અપેક્ષાઓ
 
બિઝનેસ ડેસ્કઃબજેટ 2016નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમામની નજર ફરી એક વખત અપેક્ષાઓ સાથે નાણાં પ્રધાન પર છે. સામાન્ય માણસની બજેટથી ઘણી બધી અપેક્ષાઓ છે. અહીં સામાન્ય માણસની પાંચ મુખ્ય અપેક્ષાઓની યાદી આપવામાં આવી છે. 

1. હાઉસિંગ લોન પર વ્યાજ

હાલમાં હોમ લોનના વ્યાજ પર વધુમાં વધુ 200000 રૂપિયા પર છૂટ મળે છે. ઉપરાંત જો ઘરનું બાંધકામ કાર્ય 3 વર્ષ બાદ પૂર્ણ થવાનું હોય તો કપાત માત્ર 30 હજાર રૂપિયા સુધી મર્યાદિત છે. 3 વર્ષના આ ગાળાની ગણતરી એ વર્ષના અંતથી કરવામાં આવે છે જ્યારે લોન લેવામાં આવી હોય. કપાત માત્ર એ વર્ષથી કરવામાં આવે છે જ્યારે ખરીદવામાં આવેલ ઘરનું પઝેશન મળે છે. 

કેટલાક સમયથી હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા થવામાં ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય લાગી રહ્યો છે. તેના કારણે પ્રોપર્ટી ખરીદનારાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને થોડી રાહત આપવા માટે સરકાર આવા કિસ્સામાં 30000 હજાર રૂપિયાની મર્યાદા વગર અને નિયમ અને શરતો અનુસાર ખરીદવામાં આવેલ ઘરના પઝેશન વર્ષથી જ વ્યાજમાં કપાતની મંજૂરી આપી શકે છે. 

2. એચઆરમાં છૂટ

એચઆરમાં છૂટની ગણતરી એ રકમ તરીકે કરવામાં આવે છે જે લઘુતમ ભાડામાંથી મૂળ પગારના 10 ટકા રકમ કાપીને વાસ્તવિક એચઆર અથવા મૂળ પગારના 50 ટકા હોય છે. આ નિયમ મેટ્રો શહેરમાં રહેનારા લોકો પર લાગુ થાય છે. જો તમે કોઈ અન્ય શહેરમાં રહેતા હોવ તો આ રકમ મૂળ પગારના 40 ટકા સુધી હોય છે. હાલમાં મેટ્રો શહેરમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સામેલ છે. 

હાદ્રાબાદ, બેંગાલુરુ, ગુડગાંવ અને પુણે જેવા ઘણાં શહેરની હાલની સ્થિતિ પર વિચાર કરીએ તો એક બાજુ ભાડું પાછલા એક દાયકામાં ઘણું વધી ગયું છે. આ રીતે ભાડાંમાં 50 ટકાનો નિયમ આ શહેરમાં પણ લાગુ કરી શકાય છે. આ શહેરમાં દેશના જુદા જુદા ભાગમાં લોકો આવે છે જે ભાડાના મકાનમાં રહે છે અને ઉંચું ભાડું ચૂકવવા છતાં તેને ટેક્સમાં કોઈ લાભ નથી મળતો. 

3. એનપીએસ

આવકવેરા નિયમ અનુસાર રાષ્ટ્રીય પેંશન યોજનામાં ફાળો આપવામાં છૂટ મળે છે. એનપીએસ એક રીતે યૂનિક છે જેમાં રોકાણકારો પાસે રોકાણનો પ્રકાર પસંદ કરવાની છૂટ હોય છે. (લોન, ઈક્વિટી અથવા હાઈબ્રિડ)

પરંતુ એનપીએસને કરમુકત યોજના તરીકે રજૂ કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે છૂટ રોકાણના સમયે આપવામાં આવે છે. પરંતુ જ્યારે વળતર સાથેની રકમનો ઉપાડ કરવામાં આવે તો તેના પર ટેક્સ ચૂકવવો પડે છે. જે આ યોજનાને બહુ આકર્ષક નથી બનાવતી. ખાસ કરીને પીપીએફની તુલનામાં અથવા કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાઓની તુલનામાં જ્યાં રૂપિયા ઉપાડ પર કોઈ ટેક્સ નથી લાગતો. માટે એનપીએસમાં વ્યાપક ભાગીદારી માટે આ યોજનાને કરમુક્ત બનાવવી જોઈએ. 

4. કરના આધારને વ્યાપક બનાવવો
 
120 કરોડ લોકોના દેશમાં અંદાજે 3.5 કરોડ કરદાતા છે. સૈદ્ધાંતિક રીતે કરદાતાઓના સંક્ષિપ્ત આધારના પરિણામરૂપે કર આપનારાઓ પર ઊંચો કર લગાવવામાં આવે છે. કરને વ્યાપક બનાવવો એ આ સરકારનો એક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ છે. વાસ્તવમાં સરકારે આ દિશામાં કેટલાક પગલા લીધા છે. પરંતુ કેટલાક નક્કર પગલા લઈને જ વધુ લોકોને કર અંતર્ગત લાવી શકાશે અને કરના ભારને સમાન રીતે વિતરિક રી શકાશે. 

કેટલાક પગલા એ વાત પ્રત્યે જાગરૂકતા ઉભી કરવા માટે પણ હોઈ શકે છે કે ટેક્સ કેવી રીતે દેશના નિર્માણમાં મદદ કરે છે. ઉપરાંત કરદાતાઓને સામાજિક સન્માન આપવું જોઈએ અને અમેરિકાની જેમ કર ફાઈલિંગ વિધિના માધ્યમથી કેટલાક સામાજિક લાભ પણ આપી શકાય છે. 

5. વિદેશી પગાર અને નગરપાલિકાની આવક પર ચૂકવવામાં આવેલ કર પર છૂટ

જો કોઈ વ્યક્તિ ભારતથી બહાર નોકરી કરે છે અને તે તે વર્ષ દરમિયાન ભારતનો નાગરિક હોય તો તેને ભારતીય ટેક્સ રિટર્નમાં પોતાના પગારની જાણકારી આપવી પડે છે અને ભારતમાં તેના પર ટેક્સ પણ આપવો પડે છે. કર નિયમ નાગરિકોને આ પ્રકારના પગાર પર વિદેશી આવકવેરાની ક્રેડિટની મંજૂરી પણ આપે છે. 

પૂરતી રકમને ભાડા પર ખર્ચ કરવા છતાં કર્મચારીને એચઆર પર કોઈ છૂટ નથી મળતી, કારણ કે એચઆર એ પગારનો હિસ્સો નથી હોતો. તે માત્ર સેક્શન 80જી અંતર્ગત જ ભાડા પર છૂટનો દાવો કરી શકે છે, જે માત્ર 2000 રૂપિયા દર મહિનાની નાની રકમ સુધી જ મર્યાદિત છે. ઉપરાંત લોકોનાં જીવનજરૂરી તમામ ખર્ચમાં પણ વધારો થયો છે. માટે આ પ્રકારના કર્મચારીઓ માટે કર બોજ ઓછો કરવા માટે સરકારે કુલ વિદેશી પગાર પર 30 ટકા હંગામી છૂટ આપવા પર વિચાર કરી શકે છે. 

ઉપરાંત, ઘણી વખત આ પ્રકારના કર્મચારીઓને યૂનિયન/રાષ્ટીય ટેક્સ ઉપરાંત રાજ્ય અથવા નગરપાલિકાનો ટેક્સ પણ ચૂકવવો પડે છે. સરકારે સ્પષ્ટ રીતે આ પ્રાકરના ટેક્સ પર પણ ક્રેડિટની મંજૂરી આપવી જોઈએ જેથી કરીને ડબલ ટેક્સથી બચી શકાય. 

વ્યાપક રીતે કોર્પોરેટ સેક્ટર તરફતી પણ ઘણી અપેક્ષાઓ છે. જો નવી શરૂઆત કરનારા ઉદ્યોગો માટે કર નિયમમાં છૂટ આપવામાં આવે તો વ્યાપક સ્તર પર ઉદ્યોગને લાભ થઈ શકે છે, જેથી ભારતમાં વધારે ઉદ્યોગની શરૂઆત થઈ શકે અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન મળી શકે. 

નાણાં પ્રધાને પણ 2015ના બજેટમાં આવતા 4 વર્ષમાં જુદા જુદા તબક્કામાં કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેને કોર્પોરેટ સાથે જોડાયેલ તમામ જુદી જુદા આવક આધારિત છૂટને ખતમ કરીને અને કરના દરમાં ઘટાડો કરીને કરવામાં આવશે. ઉદ્યોગને આ દિશામાં કેટલાક અન્ય ફોલોએપ નિયમોની અપેક્ષા હશે. 
(Expert Opinion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Union Budget 2016: this is the five budget wishes of a common man in Budget 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.