• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Expert Opinion» Govt Attempts To Reduce Tax Disputes In Budget 2016

બજેટમાં ટેકસ વિવાદો ઘટાડવા પર ભાર મૂકાયો

બજેટમાં ટેકસ વિવાદો ઘટાડવા પર ભાર મૂકાયો
 
બિઝનેસ ડેસ્કઃ બજેટમાં ફેરફારના નવ પિલર્સમાંથી એક ટેકસ રિફોર્મ છે અને ટેકસના નવ મુખ્ય ક્ષેત્રોમાંથી રિફોર્મ પર ભાર આપવામાં આવ્યો છે. બજેટ 2016માં કાયદાકીય વિવાદોનો ઝડપથી ઉકેલ આવે તે પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે. ઘરેલું ટેકસપેયર્સ માટે એક ટુંકા ગાળાની કમ્પલાયન્સ વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 45 ટકા ટેકસની ચુકવણી અને રિટ્રોસ્પેકટિવ સંશોધનને કારણે થનારા વિવાદ માટે એક વિવાદ સમાધાન યોજના પણ બનાવવામાં આવી છે.
 
બજેટ 2016માં 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાળા કારોબારીઓ માટે ટેકસમાં 1 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે. નવી મેન્યુફેકચરિંગ કપની જેણે કોઈ પણ પ્રકારની રાહત માટે દાવો ન કર્યો હોય તેમને 5 ટકા રાહત આપવા અંગેનો પણ પ્રસ્તાવ છે. તમામ ટેકસપેયર્સને એક્સિલિરેટેડ ડેપ્રીશીએશન અને વેટેડ ડિડકશન ઘટાડવા માટેનો લાભ મળશે. અમીરો પર બજેટમાં એકસ્ટ્રા બોજો નાખવામાં આવ્યો છે. 10 લાખથી વધુ લાભ પર વધારાનો 10 ટકા ટેકસ લગાડવામાં આવ્યો છે. આ સિવાય સરચાર્જ 12 ટકા વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.
 
બજેટમાં બીજા સકારાત્મક પગલાઓમાં ગ્લોબલ પેટન્ટને કારણે થનારી આવક પર ટેકસ છૂટ આપવામાં આવી છે. સર્વિસ ટેકસમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કૃષિ કલ્યાણ સેસ 0.5 ટકા લગાડવામાં આવ્યો છે.
(Expert Opinion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Attempts To Reduce Tax Disputes In Budget 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.