• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» MSMEs Contribute Around 90 Per Cent Of The Total Tax Paid By The Businesses

સરકાર પર RSS સાથે સંકળાયેલા સંગઠનનું દબાણ, અટકી શકે છે MSME બિલ

નવી દિલ્હીઃ એમએસએમઈની પરિભાષામાં ફેરફાર કરવાનો મોદી સરકારનો વાયદો પૂરો થતો નજરે પડી રહ્યો નથી. આરએસએશ સાથે સંકળાયેલું ઔદ્યોગિક સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના વિરોધના કારણે હાલ સરકાર તેનો ઈરાદો બદલી શકે છે. લઘુ ઉદ્યોગ ભારતીનું કહેવું છે કે પરિભાષા બદલવા માટે મોટા કારોબારોઓ પણ એમએસએમઈને મળી રહેલી સુવિધાઓનો લાભ લેવા લાગ્યા છે અને નાના કારોબારીઓના હક પર તરાપ મારી રહ્યા છે.
 
શું થવાનો ફેરફાર
 
એપ્રિલ, 2015માં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ મિનિસ્ટ્રી વતી લોકસભામાં એમએસએમઈ ડેવલપમેન્ટ (અમેન્ડમેન્ટ) બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે એમએસએમઈની પરિભાષામાં ફેરફાર કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 25 લાખ રૂપિયા સુધી ઈન્વેસ્ટમેન્ટ કરનારાને માઈક્રો એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. જેને વધારીને 50 લાખ રૂપિયા કરવાની પ્રપોઝલ રાખવામાં આવી હતી.
 
આ રીતે સ્મોલ એન્ટરપ્રેન્યોર્સની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા અને મીડિયમ એન્ટરપ્રેન્યોર્સની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ 10 કરોડ રૂપિયાથી વધારીને 30 કરોડ રૂપિયા કરવાની પ્રપોઝલ છે. આ રીતે સર્વિસ સેક્ટરમાં માઈક્રો એન્ટરપ્રેન્યોર્સની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ 10થી વધારીને 20 લાખ રૂપિયા, સ્મોલ એન્ટરપ્રેન્યોરની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ 2 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા અને મીડિયમ એન્ટપ્રેન્યોર્સની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 15 કરોડ રૂપિયા કરવાની પ્રપોઝલ છે.
 
કેમ અટક્યું બિલ
 
એન્ટરપ્રેન્યોર્સની ઈન્વેસ્ટમેન્ટ લિમિટ વધારવાને લઈને મોટાભાગના એસએમઈ સંગઠનો સરકાર સાથે છે. પરંતુ લઘુ ઉદ્યોગ ભારતી તેનો વિરોધ કરી રહ્યું છે. નેશનલ બોર્ડ ફોર એમએસએમઈની બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારી સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમએસએમઈ મંત્રી કલરાજ મિશ્ર તથા એમએસએમઈ રાજ્યમંત્રી ગિરિરાજ સિંહ પણ આ મુદ્દે સંગઠનને મળી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે વિરોધનું કારણ
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MSMEs contribute around 90 per cent of the total tax paid by the businesses
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.