• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Exporters May Face Loss Because Of Brexit

#Brexit: પાઉન્ડ નબળો પડવાથી નાના નિકાસકારોને 15% નુકસાન થવાની ભીતિ

નવી દિલ્હીઃબ્રિટન યુરોપીયન યુનિયનમાંથી અલગ થવાના નિર્ણય બાદ નિકાસકારોને 10-15 ટકા નુકસાન થવાની ધારણા છે. મોટાભાગના નાના નિકાસકારોએ બ્રિટનના ચલણ પાઉન્ડમાં હેજિંગ નથી કર્યું. બ્રેક્ઝિટના નિર્ણયથી પાઉન્ડના કડાકો જોવા મળ્યો છે અને તેનાથી હેન્ડીક્રાફ્ટ, એન્જિનિયરિંગ એક્સપોર્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઈલ નિકાસકારોને નુકસાન થઈ શકે છે. 

હેજિંગ ન કરનારા નિકાસકારોને વધારે નુકાસન થશે

એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફ્ટ (ઈપીસીએચ)ના વાઈસ ચેરમેન રાજેશ કુમાર જૈને ભાસ્કરને જણાવ્યું કે મોટાભાગની હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટરે પાઉન્ડમાં હેજિંગ નથી કર્યું. આવા એક્સપોર્ટર્સને પાઉન્ડ ડેપ્રિશિએશનને કારણે 10-15 ટકા સુધી નુકસાન થઈ શકે છે. 

100 રૂપિયા પર ઓર્ડર બુક કરનારને થશે નુકસાન

જૈને જણાવ્યું કે, જે એક્સપોર્ટરે પાઉન્ડના 100 રૂપિયા પર ઓર્ડર બુક કર્યા છે. હવે યુકે ઈયુમાંથી એક્ઝિટ થવાથી પાઉન્ડ 91 રૂપિયા પર આવી ગયો છે. તેનાથી એક્સપોર્ટને સીધું જ 9-10 રૂપિયાનું નુકસાન થયું છે. હવે જે નિકાસકારોને પેમેન્ટ એકથી બે દિવસમાં મળવાનું છે તે તેને વધારે નુકસાન થઈ શકે છે. વિશ્લેષકો અનુસાર પાઉન્ડ 88 રૂપિયા સુધી જઈ શકે છે, એવામાં નિકાસકારોને વધારે નુકસાન થઈ શકે છે. 
 
આગળના ઓર્ડર પર ઉઠ્યા સવાલો 

યૂરોપીય દેશોમાં હેન્ડિક્રાફ્ટ એક્સપોર્ટ સૌથી વધુ યૂકેમં થાય છે. દેશની 2014-15માં 1531.13 કરોડ રૂપિયા અને 2015-16માં 1766.15 કરોડની નિકાસ થઇ હતી. હેન્ડિક્રાફ્ટ એક્સપોર્ટના હિસાબથી યૂકે એક મોટુ માર્કેટ છે. જૈને કહ્યું કે હેન્ડિક્રાફ્ટ એક્સપોર્ટર્સના ભવિષ્યને લઇને કેવી અસર યૂકેની ઇકોનોમિ અને કરન્સી પર કેટલી પડશે તે જાણી શકાતુ નથી. 

આગળની સ્લાઇડમાં જાણો કોની પર પડશે અસર  
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: exporters may face loss because of brexit
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.