• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Rajan Suggested To Improve Situation For Start-Ups In India

RBI ગવર્નર બોલ્યા- દેશમાંથી લાઇસન્સ રાજનો અંત, પરંતુ ઇન્સ્પેક્ટર રાજ હજુ જીવંત

RBI ગવર્નર બોલ્યા- દેશમાંથી લાઇસન્સ રાજનો અંત, પરંતુ ઇન્સ્પેક્ટર રાજ હજુ જીવંત
ભુવનેશ્વરઃરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ગવર્નર રઘુરામ રાજને સ્ટાર્ટ અપ્સ માટે માહોલને સુધારવા અંગેનો ઇશારો કરતા જણાવ્યું છે કે લાઇસન્સ રાજનો અંત આવ્યો છે પરંતુ કેટલીક બાબતોમાં ઇન્સ્પેક્ટર રાજ હજુ પણ ચાલુ છે. તેમણે સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ માટે સરળ રેગ્યુલેશનની હિમાયત કરી હતી. ઇન્ડસ્ટ્રી માટે સારા નિયમો હોવા જરૂરી...
 
-તેમણે એમ પણ જણાવ્યું કે નિયમો ઇન્ડસ્ટ્રીને સારી બનાવવા માટે હોવા જોઇએ, એન્ટપ્રિન્યોર્સને નિરુત્સાહ કરવા માટે નહિ.
- તેમણે કેટલાક ઉદાહરણો સાથે ઇન્ડસ્ટ્રીઝ માટે સેલ્ફ-સર્ટિફિકેશનની સિસ્ટમની ભલામણ કરી, જેનાથી નિયમોના દૂરુપયોગ પર અંકુશ લાગે.
- રાજને ભારતમાં સ્મોલ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રી (એસએમઇ) માટે નિયમો સરળ બનાવવાની હિમાયત કરી.
- રાજને બ્રિટન અને ઇટલીના ઉદાહરણો આપીને કહ્યું કે, અમે જોયું છે કે બ્રિટનમાં નિયમો કેટલા ફ્લેક્સિબલ છે, જ્યારે ઇટલીમાં ઘણા બધા નિયમો છે. તેથી ઇટલીની તુલનામાં બ્રિટનમાં સ્ટાર્ટ-અપ્સ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે.
-રાજન ભુવનેશ્વરમાં ચોથા નોલેજ હબમાં મિનિસ્ટર્સ, બેન્કર્સ, બ્યુરોક્રેટ્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સને સંબોધી રહ્યા હતા.
 
કેટલાક ક્ષેત્રોમાં છે મુશ્કેલી- રાજન

-આરબીઆઇ ચીફને કહ્યું કે ભારતીય ઇકોનોમીમાં ખાસ્સો સુધારો થયો છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ મુશ્કેલી જોવા મળે છે.
-રાજને રાજ્ય સરકારો અને અન્ય એજન્સીઓને એસએમઇના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની અપીલ કરી.
-તેમણે કહ્યું કે સારા ચોમાસાથી અર્થતંત્રની વૃદ્ધિને મદદ મળશે.
- રાજને કહ્યું કે એસએમઇને ફાઇનાન્સિંગ માટે નવી સંસ્થાઓ સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જેનાથી તેમને ભંડોળ પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.
 
એસએમઇ માટે બેન્કોએ વધાર્યું ધિરાણ

-રાજને જણાવ્યું કે આરબીઆઇએ મિડિયમ એન્ટરપ્રાઇઝિસને પ્રાયોરિટી સેક્ટરમાં લાવ્યા પછી પબ્લિક સેક્ટરની બેન્કોએ એસએમઇ માટે ક્રેડિટ વધારી છે.
- આ કારણે તેમને સ્ટાર્ટ-અપ્સ તેજીથી વધવાની આશા છે.
 
સ્ટાર્ટ-અપ્સ માટે સુધરે માહોલ

- તેમણે કહ્યું કે સરકારે સ્ટાર્ટ-અપ્સ માટે માહોલ સુધારવો જોઇએ.
- રાજને જણાવ્યું કે ફેક્ટરી અને બોઇલર ઇન્સ્પેક્ટર તથા અન્ય ફિલ્ડ લેવલના રેગ્યુલેટર્સે એસએમઇના હિચ માટે સરકાર અને આરબીઆઇ દ્વારા કરવામાં આવતી પહેલોની જાણકારી હોવી જોઇએ.
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rajan suggested to improve situation for start-ups in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.