• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Step To Step Guide» Know How To Invest In Mutual Fund

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ: આટલું જાણો

રોકાણકારો આજે મ્યુચ્યુઅલ ફંડને રોકાણનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તું સાધન માનવા લાગ્યા છે. તેને અપનાવીને રોકાણકારો અત્યંત મજબુત પોર્ટફોલિયો બનાવી શકે છે. જો તમે લાંબા વખત માટે રોકાણ કરવા ઈચ્છો છો તો પણ તેને સારો વિકલ્પ માનવામાં આવે છે. જો કે તે સંપૂર્ણપણે સેબી દ્વારા નિયંત્રિત છે તેથી તેને મેનેજ કરવું મુશ્કેલ નથી. તમે તમારો પોર્ટફોલિયો કોઈપણ સમયે બદલી શકો છો અને જોખમ ઘટાડી શકો છો. મારા પોતાના અનુભવને આધારે કહું તો નાના રોકાણકારોનું પોતાના રોકાણ પર નિયંત્રણ રહે છે. નવી ટેકનોલોજી આવતા અને 2008માં મ્યુચ્યુઅલ ફંડ એન્ટ્રી લોડ પર પ્રતિબંધ મૂકાતા ઘણા એજન્ટોએ મ્યુચ્યુઅલ ફંડ વેચવાનું બંધ કરી દીધું છે. જો કે સમયગાળા દરમ્યાન તેને ખરીદવાના જુદા-જુદા વિકલ્પો પણ સામે આવ્યા હતા.
 
મ્યુચ્યુઅલફંડને કેવી રીતે અલગ-અલગ પ્રકારે ખરીદી શકાય એજન્ટદ્વારા:
 
કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેનો સૌથી લોકપ્રિય વિકલ્પ છે. એજન્ટ બનતા પહેલા તેની ટ્રેનિંગ લેવી પડે છે. પરીક્ષા પાસ કર્યા પછી તેને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનુ લાઇસન્સ મળે છે. પછી તે મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં સ્કીમ્સ વેચવા લાગે છે. પ્રકારના એજન્ટો સરળતાથી તમારી આસપાસ જોવા મળી શકે છે. જરૂરત પડે તો તમે એમએમએફઆઇ (એસો.ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા)ની વેબસાઇટ પર પણ તેની શોધ કરી શકો છો. સેબી દ્વારા 2008માં એન્ટ્રી લોડ પર પ્રતિબંધ મૂકાયા બાદ એજન્ટોને ઇન્વેસ્ટરોને અપાતી સેવાનો ચાર્જ વસુલવાની મંજૂરી આપવામાં આવી. મોટાભાગના એજન્ટો અલગથી ફી લેતા નથી તેઓ એએમસીને મળતા કમિશનમાંથી કમાણી કરી લે છે. એજન્ટે તમારી નાણાકીય સ્થિતિ પણ જોવી પડે છે. રોકાણકાર તરીકે તમારે પણ તમામ શંકાઓનું સમાધાન મેળવી લેવું જોઈએ અને પણ પૂછી લેવું કે એજન્ટ તમને કઈ કઈ સેવા આપશે.
 
એએમસીનું ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ સેન્ટર:
 
સપ્ટેમ્બર2012માં સેબીએ એક સર્ક્યુલર જાહેર કરીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને જણાવ્યું હતું કે તેઓ અલગથી ડાયરેક્ટ પ્લાન રજૂ કરે. વિકલ્પ એવા રોકાણકારો માટે છે જેઓ કોઈપણ એજન્ટ વિના મ્યુચ્યુઅલ ફંડમાં સીધુ રોકાણ કરવા માગે છે. તેનો ફાયદો છે કે ડાયરેક્ટ પ્લાનમાં ખર્ચનું પ્રમાણ ઓછું રહે છે. અને કમિશન બચી જાય છે. કમિશન છે જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એજન્ટોને ચૂકવે છે. તેના કારણે રોકાણકારોને વધારો ફાયદો થાય છે. જો તમને મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે સારી સમજ છે તો તમને સારો લાભ થઈ શકે છે.
 
સીએએમએસ:સીએએમએસમોટેભાગે મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓની ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને રેકોર્ડ કેપિંગ એજન્સી છે. તમે સીએએમએસમાં જઈને પણ મ્યુચ્યુઅલ ફંડ લેવા વિશે વાત કરી શકો છો અને અરજી આપી શકો છો. જો તમે ઓનલાઇન કરવા માગો છો તો સીએએમએસની માયસીએએમએસ ઓનલાઇન યુટિલીટી છે. જો કે સુવિધા માત્ર ભારતીય રોકાણકારોને મળે છે.
 
આગળ વાંચો શેના દ્વારા ખરીદી શકો...
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know how to Invest in Mutual Fund
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.