• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Long-Term Stock Investors Set To Reap Benefits Amid Volatility, Says Expert

લોન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે સ્ટોક માર્કેટમાં ઉતાર-ચઢાવ ફાયદાકારકઃ નિમેષ શાહ

લોન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે સ્ટોક માર્કેટમાં ઉતાર-ચઢાવ ફાયદાકારકઃ નિમેષ શાહ
નવી દિલ્હીઃઇકોનોમીમાં અનિશ્ચિતતાની અસર સ્ટોક માર્કેટમાં ઝડપી ઉતાર-ચઢાવની રીતે જોવા મળી છે. માર્કેટમાં મોટો ફેરફાર પોલિસી લેવલ કે ઇકોનોમીમાં ફેરફાર આવવાના કારણે થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય અર્થવ્યવસ્થામાં જે ફેરફાર થયો છે, જે સાચી દિશામાં છે અને તેની અસર લાંબા ગાળા માટે હશે. આવનારા સમયમાં ઇકોનોમી મજબૂત થશે.
 
કોઇ પણ માર્કેટમાં તેજી કે ઘટાડાની અસર ઇન્વેસ્ટર્સ પર થાય છે, જેનાથી ફાઇનાન્સિયલ માર્કેટ પ્રભાવિત થાય છે. હાલના દિવસોમાં ભારતીય સ્ટોક માર્કેટમાં આવેલા ઉતાર-ચઢાવ કંપનીઓના પ્રદર્શનના અનુરૂપ ન હોવા અને યૂએસ ફેડની બેઠક, યૂરોપીય યૂનિયનમાં ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક વધવા જેવા ગ્લોબલ કારણોસર થયું છે. જો કે, આ આપણા માર્કેટને લાંબા સમય માટે પ્રભાવિત નહીં કરે.
 
ડિસેમ્બર કવાર્ટરમાં સુધરશે કોર્પોરેટ સેકટરનું પ્રદર્શન
 
અમારૂ માનવું છે કે કોર્પોરેટ સેકટરના પ્રદર્શનમાં ડિસેમ્બર કવાર્ટરમાં સુધારો આવશે. આ સાથે જ કેપેક્સ, સાયકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને રિયલ એસ્ટેટ સેકટરમાં સુધારો આવવાથી આવકમાં વૃદ્ધિ થશે. અમે આવતા છ મહિનામાં કેપેક્સ સાયકલ વધવાની આશા રાખી રહ્યા છીએ. આ ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળામાં કે આવતા વર્ષે જોવા મળશે. આ બન્ને સેકટરમાં માઇક્રો લેવલ પર આવતા 3-6 મહિનામાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જો કે, લાંબા સમય માટે ઇન્વેસ્ટર્સ, જેણે ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણ કર્યું છે તેમણે ટેન્શન લેવાની જરૂર નથી.
 
અર્થવ્યવસ્થામાં થઇ રહ્યો છે સુધારો
 
ભારતીય ઇકોનોમીમાં ધીમે-ધીમે સુધારો થઇ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ઇન્ટરેસ્ટ રેટમાં 75 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરી ચુકી છે. રેટમાં ઘટાડાથી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. આ પગલું ક્રેડિટ ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ સાયકલ વધારવામાં સપોર્ટ કરશે. સરકારે રોકાણ વધાર્યું છે પરંતુ ખાનગી સેકટર દ્ધારા હજુ સુધી એક્સપેન્શન પ્લાન શરૂ કરવામાં નથી આવ્યો. કુલ મળીને મજબૂત ઇકોનોમી માટે બધા માઇક્રો ઇકોનોમિક સેકટર યોગ્ય દિશામાં છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) ના હાલના સ્તરથી સ્પષ્ટ છે કે દેશમાં વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ મજબૂત છે. ક્રૂડ ઓઇલની કિંમત હજુ પણ તેના નિચલા સ્તરે છે. જેનાથી વિદેશી મુદ્રાની બચત થઇ રહી છે. મોંઘવારી પણ કન્ટ્રોલમાં છે. જો કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો છે, સુધારાના ગ્રીન સિગ્નલ જોવા મળી રહ્યા છે. જેનાથી આવતા વર્ષથી અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી શકે છે.
 
વેલ્યૂએશનમાં થઇ રહી છે વૃદ્ધિ
 
જયારે પણ સ્ટોક માર્કેટમાં ઘટાડો આવે છે, તેના વેલ્યૂએશન સારા થતા જાય છે. જેથી આપણે અલગ-અલગ ક્ષેત્રોમાં વ્યાપક વૃદ્ધિ જોઇ રહ્યા છીએ. લોન્ગ ટર્મ રોકાણ માટે માર્કેટમાં ઉતાર-ચઢાવ સારો હોય છે. આ તકનો લાભ લઇને તે યોગ્ય કિંમતે સારી એસેટ ખરીદી લે છે. ગત વર્ષથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણકારોની મૂવમેન્ટ જોવા મળી રહી છે. રોકાણકાર ડિફેન્સિવ ઇક્વિટીની સાથે બેલેસ્ડ એડવાન્ટેજ અને ડાયનેમિક એસેટ એલોકેશન ફન્ડમાં રોકાણ કરી શકે છે.
 
નોટઃ લેખક આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એએમસીના એમડી અને સીઇઓ છે. 
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Long-term stock investors set to reap benefits amid volatility, says expert
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.