• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» EPFO Members Can Not Access Or Know The Status Of Claims Due To Problem In Website

EPFOની વેબસાઇટમાં પ્રોબ્લેમ: મેમ્બર્સ નથી કરી શકતા વિડ્રોઅલ, નથી જાણી શકતા સ્ટેટસ

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ની વેબસાઇટમાં ઘણા દિવસોથી પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. તેના કારણે ઇપીએફઓના કરોડો મેમ્બર્સ પીએફ વિડ્રોઅલ માટે પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ને એક્ટિવેટ કરવા, પાસબૂક ડાઉનલોડ કરવામાં તથા ક્લેમ સ્ટેટસ જાણવા સહિત ઓનલાઇન સેવાઓ એક્સેસ કરી શકતા નથી. પરિણામે કરોડો મેમ્બર્સના કામ અટકી પડ્યા છે.
 
ઓનલાઇન સેવાઓ બાધિત
 
વેબસાઇટમાં પ્રોબ્લેમના કારણે ઇપીએફઓની ઓનલાઇન સેવા બાધિત થઇ છે. મનીભાસ્કર.કોમે અનેક કંપનીઓના એચઆર વિભાગ અને પીએફ બાબતો સંભાળતા કર્મચારીઓ સાથે વાત કરી છે. આ કર્મચારીઓ કહે છે કે ઇપીએફઓની વેબસાઇટમાં 15-20 દિવસથી પ્રોબ્લેમ આવી રહ્યો છે. તેથી તેમને યુએએન નંબર જનરેટ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓને પોતાના પીએફને ઉપાડવામાં પણ સમસ્યા નડી રહી છે. કારણ કે તેના માટે યુએએન એક્ટિવેટ કરવો જરૂરી છે. જે કર્મચારીઓનો યુએએન એક્ટિવેટ નથી થયો તે પોતાના યુએએન એક્ટિવેટ કર્યા વિના પીએફ ઉપાડી શકતા નથી.
 
ઇપીએફઓનો દાવો, ઝડપથી ઠીક થઇ જશે વેબસાઇટ
 
વેબસાઇટમાં પ્રોબ્લેમ અંગે મનીભાસ્કર.કોમે પીએફ કમિશ્નર વીપી જોય સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે વેબસાઇટમાં સ્પીડ અંગે સમસ્યા છે. અમે તેને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંકસમયમાં મેમ્બર્સ બધી ઓનલાઇન સેવાઓમાં એક્સેસ કરી શકશે.
 
ક્લેમ સ્ટેટસ જાણવામાં પણ પરેશાની

પીએફ વિડ્રોઅલ માટે ફોર્મ જમા કરનારા કર્મચારીઓ ઇપીએફઓની વેબસાઇટ પર જઇને પોતાના ક્લેમનું સ્ટેટ જાણી શકે છે. પરંતુ વેબસાઇટમાં પ્રોબ્લેમના કારણે લોકો પોતાનું સ્ટેટસ જાણી શકતા નથી.
 
આગળની સ્લાઇડમાં- પીએફ વિડ્રોઅલની સુવિધા કરવા શું કરી રહ્યું છે ઇપીએફઓ
 
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EPFO members can not access or know the status of claims due to problem in website
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.