• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Budget For Rural Agriculture And Allied Sectors

રૂરલ, એગ્રીકલ્ચરલ અને એલાઇડ સેક્ટર્સ માટે 1,87,223 કરોડનું બજેટ

રૂરલ, એગ્રીકલ્ચરલ અને એલાઇડ સેક્ટર્સ માટે 1,87,223 કરોડનું બજેટ
નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ 2017-18 ના બજેટમાં ગ્રામીણ, કૃષિ અને એલાઇડ સેક્ટર માટે કુલ 1,87,223 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પાછલા વર્ષની સરખામણીએ 23% વધારે છે.
 
ભાષણ દરમિયાન જેટલીએ કહ્યું કે, અમારું લક્ષ્ય ખેડૂતોનો વિકાસ કરવાનું છે અને તેમાં અમે કોઇ સમાધાન નહી કરીએ. આ વખતના બજેટમાં મનરેગા માટે કુલ 48,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે પાછલા બજેટની સરખામણીએ 11 હજાર કરોડ રૂપિયા વધારે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ક્યારેય પણ મનરેગા માટે આટલી રકમ ફાળવવામાં આવી નથી.
 
આ બજેટમાં એગ્રીકલ્ચર સેક્ટરને શું મળ્યું
 
- ‘પર ડ્રોપ ક્રોપ મોર’ ના ઉદ્દેશને સાકાર કરવા માટે માઇક્રો ઇરીગેશન ફંડ ઊભું કરવા માટે નાબાર્ડને 5000 કરોડ રૂપિયાનું શરૂઆતનું ફંડ આપવામાં આવશે.
- મનરેગામાં મહિલાઓની ભાગીદારીમાં 55% નો નફો થયો છે.
- આગામી નાણાકીય વર્ષમાં ખેડૂતોને લોન આપવાનો ટાર્ગેટ 10 લાખ કરોડ રાખવામાં આવ્યો છે.
- નાબાર્ડ અંતર્ગત 8000 કરોડનું ડેર પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવામાં આવશે.
- મુદ્રા હેલ્થ કાર્ડ યોજનાએ વેગ પકડ્યો છે. હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં નાની લેબોરેટરી (મિનિ લેબ) બનાવવામાં આવશે.
- 1 મે, 2017 સુધીમાં 100% ગામોમાં વીજળી પહોંચાડવામાં આવશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 23,000 કરોડની ફાળવણી
- 5000 કરોડ સિંચાઇ ફંડ માટે
- પ્રધાનમંત્રી સડક યોજના માટે 2019 સુધીમાં 4 લાખ કરોડનો ખર્ચ કરશે.
- જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરના ખેડૂતોને લોનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
- 10 લાખ તળાવોનું લક્ષ્ય પૂરું કરવામાં આવશે.
- બાપૂની 150 મી જયંતી પર 1 કરોડ લોકોને ગરીબીરેખાની બહાર લાવવામાં આવશે.
- પાકવીમા માટે હવે 30 ને બદલે 40% વિસ્તારને આવરી લેવામાં આવશે. પાકવીમા માટે 9000 કરોડ.
 
શું કહે છે રેટિંગ એજન્સી ક્રિસિલ
 
રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા અનુસાર, આ જાહેરાતોથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થશે. પીએમજીએસવાય અને પીએમએવાયની ફાળવણી વધતાં કન્સટ્રક્શન સેક્ટરને ફાયદો થશે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સ્થિતિ સુધરશે તો રોજગાર અને વપરાશ વધશે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં હાઉસીંગ ફાઇનાન્સ સેક્ટર માટે ફાળવણી સારી છે.
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: budget for rural agriculture and allied sectors
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.