• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Know Charges Imposed By Banks, Other Institutions On Home Loan

જાણો, હોમ લોન પર લાગતાં 12 પ્રકારના ચાર્જ, આ રીતે થશે બચત

નવી દિલ્હીઃ ઘર ખરીદવા માટે  હોમ લોનની જરૂરીયાત મોટાભાગના લોકોને હોય છે. હોમ લોન લેતા પહેલાં મોટાભાગના લોકો ફકત વ્યાજ દરની જાણકારી લે છે. જેનું કારણ એ છે કે વ્યાજ દરથી લોનની ઇએમઆઇ નક્કી થાય છે. જો કે, વ્યાજ દર ઉપરાંત પણ હોમ લોન પર લાગતા અન્ય ચાર્જિસને જાણવા આપણા માટે ઘણું ફાયદાકારક હોય છે. જાણકારી મળે પછી યોગ્ય બેન્કનું સિલેકશન પણ આપણા માટે સરળ થઇ જાય છે. આવો, જાણીએ કે હોમ લોન પર બેન્ક 12 પ્રકારના કયા કયા ચાર્જ વસૂલ કરે છે.
એપ્લિકેશન ફિસ
 
પ્રોપર્ટી ફાઇનલ કર્યા પછી જયારે લોન માટે વ્યક્તિ અરજી કરે છે તો બેન્ક તે વ્યક્તિ દ્ધારા આપવામાં આવેલી જાણકારીનું વેરિફિકેશન કરે છે. આ વેરિફિકેશનના બદલામાં બેન્ક લોન લેનારા વ્યક્તિ પાસેથી 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.
 
પ્રોસેસિંગ ફિસ 
 
હોમ લોનને પ્રોસેસ કરવા માટે બેન્ક પ્રોસેસિંગ ફિસ ચાર્જ કરે છે. પ્રોસેસિંગ ફીસ લોન લેનારા વ્યક્તિના ક્રેડિટ પ્રોફાઇલ અને ઇન્કમને ધ્યાનમાં લઇને નક્કી કરવામાં આવે છે. મોટાભાગની બેન્ક પ્રોસેસિંગ ફિના સ્વરૂપે લોનની રકમના 1 ટકા કે વધારે 10,000 રૂપિયા લે છે.
 
એડમિનિસ્ટ્રેટિવ ફિસ
 
ઘણી બેન્ક પ્રોસેસિંગ ફીસને બે ભાગોમાં વિભાજીત કરીને આ ફીસ ચાર્જ કરે છે. બેન્ક આ ફિસ લોન લેનારા વ્યક્તિ પાસેથી લે છે. જેમાંથી એક લોન મંજૂર થયા પછી લેવામાં આવે છે. જેને એડમિનિસ્ટ્રેટિવ ફિસ કહેવામાં આવે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો લીગલ અને મૂલ્યાંકન ફિસ અંગે...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know charges imposed by banks, other institutions on home loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.