• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Treatment Will Be Cheaper In Hospitals

હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે સસ્તી, દવાઓ પર નહીં ચાલે નફાખોરી

નવી દિલ્હીઃઆવનારા સમયમાં તમારા માટે હોસ્પિટલમાં સારવાર કરાવવી સસ્તી થઇ શકે છે. કેન્દ્ર સરકાર દવાઓ અને સારવારમાં કામમાં આવનારી અન્ય આઇટમોમાં નફાખોરી રોકવાની રીતો પર વિચાર કરી રહી છે. વીમા ઉદ્યોગ અને દવાઓની કિંમતો નક્કી કરનારી નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી  (એનપીપીએ)ની વચ્ચે આના માટે જરૂરી મિકેનિઝમ બનાવવા પર સહમતિ બની શકે છે. આનાથી વીમા કંપનીઓના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં થનારા ખર્ચની બચત થશે અને સામાન્ય દર્દીઓને પણ ફાયદો મળશે. 
 
જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે નાણાં મંત્રાલયને લખ્યો પત્ર


ખાનગી ક્ષેત્રની જનરલ વીમા કંપનીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ એમ ચંદ્રશેખરને નાણાં મંત્રાલયને પત્ર લખીને એનપીપીએની સાથે તેમની મીટિંગ કરાવવાનું કહ્યું છે. ચંદ્રશેખરનનું કહેવું છે કે અમે એનપીપીએની સાથે મળીને મિકેનિઝમ તૈયાર કરી શકીએ છીએ. જેમાં હાલમાં જ થયેલી મેક્સ જેવી ઘટનાઓ પર રોક લાગી શકે. અહીં મેક્સ સીંરિઝની કિંમત 500 ટકા સુધી વધુ વસુલાઇ હતી. 

(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: treatment will be cheaper in hospitals
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.