• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» This Sector Will Get Boost On Focus Of Clean Energy And Give Big Return In Future

ક્લીન એનર્જી પર ફોકસથી આ સેક્ટરને મળશે બૂસ્ટ, આ શેરોમાં કરી લો રોકાણ

નવી દિલ્હીઃ વિશ્વની સરકારો દ્વારા પર્યાવરણને સારું બનાવવાના પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે ઇકો ફ્રેન્ડલી સેક્ટર જ ભવિષ્યનું સેક્ટર હશે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, ગ્રીન ટેકનોલોજીની જરૂરીયાત દરેક પળે વધી રહી છે, તેને જોતા આગામી સમયમાં સેક્ટર સાથે જોડાયેલી પ્રોડક્ટ અને ટેકનિક્સ દરેક જગ્યાએ સામાન્ય થઇ જશે. તેથી રોકાણકાર જો લાંબા ગાળાનું રોકાણ કરવા ઇચ્છે તો ભવિષ્યના આ સેક્ટરમાં મલ્ટિબેગર શોધી શકે છે.
 
ભવિષ્યની જરૂરીયાત છે ઇકો ફ્રેન્ડલી સેક્ટર

ફોર્ચ્યુન ફિસ્કલના ડાયરેક્ટર જગદીશ ઠક્કરના જણાવ્યા અનુસાર, ઇકો ફ્રેન્ડલી સેક્ટર વિશ્વની જરૂરીયાત બની ગયું છે. સરકારો દ્વારા કડક નિયમોના દબાણના કારણે કંપનીઓને ગ્રીન ટેકનોલોજી પર ધ્યાન આપવું પડી રહ્યું છે. હાલ ગ્રીન ટેકનોલોજી મોંઘી છે પરંતુ કંપનીઓ તેને સસ્તી કરવાના પ્રયાસો કરી રહીછે. આગામી થોડા વર્ષોમાં સસ્તી ટેકનિક વિકસિત થવાની શક્યતા છે. આ સાથે ઇકો ફ્રેન્ડલી સેક્ટર નવી જોબ આપવામાં પણ ઝડપથી આગળ આવી રહ્યું છે. ભારત રીન્યુએબલ એનર્જી મારફત જોબ આપવામાં હાલ વિશ્વના ટોપ 4 દેશોમાં સામેલ છે. રીન્યુએબલ ગ્લોબલ સ્ટેટસ રીપોર્ટ 2017 અનુસાર, વર્ષ 2016માં સીધી કે આડકતરી રીતે રીન્યુએબલ ઇન્ડસ્ટ્રીએ 3.8 લાખ લોકોને રોજગારી આપી છે. તેમાં હાઇડ્રોપાવરનો સમાવેશ થતો નથી. એક અંદાજ અનુસાર, સરકાર તેના ટાર્ગેટ પ્રમાણે આગળ વધે તો આગામી 5 વર્ષમાં માત્ર વિન્ડ અને સોલર ઇન્ડસ્ટ્રીઝ મારફત આશરે 3 લાખ લોકોને રોજગારી મળી શકે છે.
 
રોકાણની વ્યુહરચના
 
જગદીશ ઠક્કરના જણાવ્યા અનુસાર, ગ્રીન ટેકનોલોજીના વિકાસમાં ઘણો સમય લાગે છે. તેને લગતા પ્રોજેક્ટસ પણ મોટા હોય છે. તેમાં એવી કંપનીઓ પર નજર રાખો કે જે ગ્રીન ટેકનોલોજી પર પણ ફોકસ વધારી રહી હોય. તેથી આગામી સમયમાં તે ઝડપથી નવી તકોનો લાભ લઇ શકે. જગદીશના મતે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ અંગે ટીવીએસ મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ઓટો પોતાને તૈયાર કરી રહી છે. તેની સાથે વિન્ડ એનર્જીથી લઇને વોટર પ્યુરીફિકેશન જેવા સેગમેન્ટમાં પ્રવૃત્તિ કંપનીઓ પર પણ ફોકસ રાખી શકાય.
 
આગળ વાંચો- ક્યા શેરોમાં મળી શકે છે મોટો ફાયદો...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This sector will get boost on focus of clean energy and give big return in future
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.