• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» These Are Key Triggers For Next Week For Markets

સપ્તાહમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ ધોવાયા, આવતા સપ્તાહમાં માર્કેટ માટે આ છે ટ્રિગર્સ

નવીદિલ્હીઃ શેરબજાર માટે ગયું સપ્તાહ ખૂબ નુકસાનકારક વીત્યું હતું. સપ્તાહના બધા ટ્રેડિંગ સેશન્સમાં માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. માર્કેટમાં સતત 5 દિવસમાં ઘટાડાના કારણે બીએસઇનું માર્કેટ કેપ 5.5 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. માર્કેટમાં સપ્તાહ દરમિયાન અનેક ટ્રિગર્સ જોવા મળ્યા છે. આગળના સપ્તાહમાં ચાર ટ્રેડિંગ સેશન્સ છે. જાણો આગળના સપ્તાહમાં ક્યા ટ્રિગર્સ માર્કેટ પર અસર કરી શકે છે.
 
સપ્તાહમાં રોકાણકારોના ડૂબ્યા 5.5 લાખ કરોડ રૂપિયા

શેરબજારમાં સળંગ પાંચ દિવસ ઘટાડો આવતા સેન્સેક્સ 3.5 ટકા તૂટ્યો છે. 4 ઓગસ્ટના ક્લોઝિંગ પર બીએસઇ પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ રૂ.132.59 લાખ કરોડના સ્તરે હતું. એક સપ્તાહ પછી શુક્રવારે માર્કેટ કેપ રૂ.127.03 લાખ કરોડ થયુ હતું. એટલે કે માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. આ સપ્તાહમાં ગબડેલા દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સમાં 14 ટકા, સન ફાર્મામાં 11 ટકા, બેન્ક ઓફ બરોડા 10 ટકા, ડો રેડ્ડીઝ 10 ટકા અને એસબીઆઇ 8 ટકા તૂટ્યા છે. 
 
`શેલ' શૉકનો ડર છે ઊભો

શુક્રવારના સેશનના અંતે નાણાં પ્રધાનનું નિવેદન આવ્યું હતું કે શેલ કંપનીઓ સામે કડક પગલાં લેવાનું ચાલુ રહેશે. આ સાથે શેલ કંપનીઓ પર એસબીના એક્શન પર નાણાપ્રધાને માન્યું કે માર્કેટમાં થોડોક ઉતાર-ચડાવ આવ્યો છે. માર્કેટ સામાન્ય રીતે એવી કંપનીઓ વિરુદ્ધના એક્શનને પોઝિટિવ ગણીને માને છે કે તેનાથી માર્કેટમાં કામકાજ વધારે સારું રહેશે. જોકે, કેટલાક માર્કેટ એક્સપર્ટસ માને છે કે ટ્રેડિંગ પર નિયંત્રણથી પોતાની રકમ ફસાઇ જવાથી રોકાણકારો ચિંતામાં છે. તેથી માર્કેટની નજર શેલ કંપનીઓ કે એવા પ્રકારના અન્ય એક્શન પર છે. જો કોઇ કડક પગલાનો સંકેત મળશે તો માર્કેટ ફરી ગબડી શકે છે.
 
આગળ જાણો, ક્યા છે મહત્ત્વના ટ્રિગર 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These are key triggers for next week for markets
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.