• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Stocks And The Rupee Sharply: Hike In Gold

શેરબજાર અને રૂપિયામાં ફાટફાટ તેજી : સોનામાં ઉછાળો

શેરબજાર અને રૂપિયામાં ફાટફાટ તેજી : સોનામાં ઉછાળો
ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં ભાજપના જ્વલંત વિજય પછી શેરબજારો અને રૂપિયાને તેજી માટે બુસ્ટર ડોઝ મળ્યો છે. ફેડનો વ્યાજદર વધારો કે અલનીનોની અટકળો કે પછી યુરોપની રાજકીય અસ્થિરતા અને ડોનાલ્ડ ટ્રમ્પની અકળ નીતિઓ બધુ જ અવગણીને ભારતીય એસેટ બજારો ફુલગુલાબી તેજીમાં ઝુમી રહ્યાં છે. રૂપિયો તોફાની તેજીમાં બે દિવસમાં બે ટકા વધીને 16 માસની ઉંચી સપાટી 65.40 થઇ ગયો છે. જે 15 ટકાની લોંગટર્મ એવરેજ કરતા 15 ટકા ઉંચો છે. પણ અર્નીંગ ગ્રોથ 2016માં ચાર ટકા હતો તે 2017માં 16 ટકા અને 2018માં 18 ટકા રહેવાનો અંદાજ છે. એ જોતા ફોરવર્ડ પીઇ 20 પહોંચે તો નવાઇ નહિં. ભારતીય શેરબજાર માટે એક મહત્વનો બેન્ચમાર્ક ઇટીએફ આઇશેર એમએસસી આઇ ઇન્ડિયા ઇટીએફ 16 ટકા વધ્યો છે જે ઇર્મજીંગ માર્કેટના બધા ઇટીએફમાં સૌથી સરસ વધ્યો છે.

યુપીની જીત પછી ભારતીય શેરોનું પોલિટીકલ રિસ્ક પ્રિમિયમ ઘટશે અને વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષખ બનશે. યુ.પીના પરિણામો પછી ભાજપ 2019ની લોકસભા ચૂંટણીઓ જીતી જશે અને 2024 સુધી સ્થિર સરકાર રહેશે એવી આશા જન્મી છે. આજના લોકભોગ્ય, વૈશ્વિકીકરણ વિરોધી, રક્ષણવાદી રાજકીય માહોલમાં વિકાસલક્ષી અને સુધારાવાદી આર્થિક રાજકીય માહોલ રણમાં મીઠી વીરડી જેવો ગણાય. ભારતીય શેરબજારની તેજીને વૈશ્વિક રિફ્લેકશન ટ્રેડનો લાભ મળ્યો છે. સાથે-સાથે નોટબંધીનો લાભ પણ મળ્યો છે. ભારતીય શેરબજારમાં ઓનરશીપ શેરહોલ્ડિંગ પ્રોફાઇલમાં પણ બદલાવ આવે છે. કુલ શેરોમાં વિદેશી રોકાણકારો પાસે 20 ટકા શેરો છે. નોટબંધી પછી બેન્કોમાં બેસૂમાર નાણા આવ્યા છે. અંદાજે દસ લાખ કરોડ નાણા સમાંતર ચેનલમાંથી બેન્કિંગ ચેનલમાં આવ્યા છે.

જેમાના અમુક નાણાં પહેલા શરાફી વ્યાજ, ગોલ્ડ લોન, ડબ્બા ટ્રેડિંગમાં રોકાયેલા હતા. હવે મ્યુચ્યુઅલ ફંડ, સીધા ઇક્વિટી રોકાણ વડે બજારમાં આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો હવે 12 ટકા થયો છે. બેન્કો, સંસ્થાઓ, વિદેશી રોકાણકારો જેવા સંસ્થાકિય રોકાણકારો પાસે શેરોની માલિકી વધી છે. રિટેલ રોકાણકારોની ટકાવારી પહેલાની તુલનાએ ઘટી છે. 1990-2000ના દાયકામાં રોકડાના ખેલા કબાડામાં દાઝેલા લાખો રોકાણકારો હજૂ બજારમાં પાછા ફર્યઆ નથી. આગળ જતા અર્થતંત્ર વિકસે તો આમાના કેટલાક લોકો પાછા ફરશે. શેરબજારમાં સમુચ્ચિત વિકાસ માટે ટ્રેડિંગ અને અલ્ગો કલ્ચરે ઇન્વેસ્ટમેન્ટ કલ્ચરનો ભોગ લીધો છે. (રિટેલ સ્તરની વાત છે) આ પરિસ્થિતીમાં શેરબજારમાં મ્યુ. ફંડ જ રીટેલ વર્ગ માટે સલામત માર્ગ છે.

રૂપિયાની વાત કરીએ તો રૂપિયાની વન-વે તેજી આયાતકાર-નિકાસકાર બેય વર્ગમાંથી 70 ટકા વર્ગને મોટો ફટકો પડ્યો છે. નિકાસકારોને તો મુઢમાર વાગ્યો છે. ટેક્સટાઇલ-એગ્રી-આઇટી સેક્ટરને માર પડ્યો છે. ખાદ્યતેલ-મેટલ આયાતકારોએ એડવાન્સ ડોલર બુક કરી રાખ્યા હોય એમને પણ માર પડ્યો છે. આયાતકાર-નિકાસકાર સમુદાયે અનેકવાર ડોલરની તેજી-મંદીમાં મારખાવા છતાં હજુ રિસ્ક મેનેજમેન્ટ, ઓપ્શન જેવા સાધનો તરફ હકારાત્મક અભિગમ દાખવ્યાનું જાણમાં નથી.( આ વાત લધુ-મધ્યમ ઉદ્યોગકારોને લાગે છે મોટા કોર્પોરેટ તો પહેલેથી જ રિસ્ક મેનેજમેન્ટ નીતિ ઘડી કાઢે છે. એનો ચૂસ્ત અમલ કરે છે) રૂપિયામાં ટેકનિકલ કરેક્શમાં 66.10-66.20નો ભાવ આવે એ ડોલર વેચવાનો ભાવ ગણાય.

કોમોડિટી બજારોમાં સોનું ફરી ઉછળ્યું છે. ફેડનો વ્યાજદર વધારો ડિસ્કાઉન્ટ થઇ ગયો હતો. ફેડનું નિવેદન ધારણા કરતા ઓછુ હોકિશ હતુ એટલે બજારોની પ્રતિક્રિયા વ્યાજદર વધારાને બદલે વ્યાજદર ઘટાડા જેવી હતી !! 2017માં ત્રણ વાર વ્યાજદર વધશે તે વાત ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે. ફેડને એસેટ બજારોની બેકાબુ તેજી અને ફુગાવાને નિયંત્રણમાં રાખવો હોય તો વ્યાજદર વધારાની ઝડપ વધારવી પડે. બેક ટુ બેક બે વ્યાજદર વધારા પણ આપવા પડે !! સોનાની રેન્જ 1205-1278 ડોલર છે. ચાંદીની રેન્જ 16.05-18.88 ડોલર છે.

બેઝ મેટલ્સની ચાલ કટપીસ છે. કોપરની રેન્જ 371-402, ઝિંકની રેન્જ 178-192, લીડની રેન્જ 143-157 અને નિકલની રેન્જ 630-771 છે. એલ્યુમિનિયમની રેન્જ 118-128 છે.
ક્રૂડઓઇલમાં વચગાળાની મંદી, કરેક્શન રૂપી ઘટાડો છે. નજીકનું સપોર્ટ 45 છે. 53-54 રેઝિસટન્સ છે. નેચરલ ગેસની ટ્રેડિંગ રેન્જ 2.77-3.14 છે. એગ્રી કોમોડિટીમાં એરંડા બજારમાં ઘમાકેદાર તેજી છે, ગવારમાં પણ શાનદાર તેજી છે. એરંડામાં 9 લાખ ટન પાક, 6 લાખ ટન કેરીફોરવર્ડ આમ 15 લાખ ટન પુરવઠો (1 માર્ચ 2017) મુજબ છે. આમાં બે લાખ ટન માલ અતી શક્તિશાળી, બે લાખ ટન માલ શક્તિશાળી હાથોમાં છે. બે લાખ ટન માલ નબળા હાથોમાં છે સામે જરૂરત 14-16 લાખ ટનની છે. એટલે ચાર લાખ ટન શક્તિશા‌ળી સ્ટોક જ સ્વિંગ ઇન્વેન્ટરી છે. અને આ ચાર લાખ ટન માલ જ તેજી-મંદીનું મુખ્ય ચાલકબળ છે.

રાયડામાં પણ મંદી અટકી છે, શનિવારે ફલોદી, જેસલમેર, ઓસીયાજી આસપાસ ભારે બરફ વર્ષા થતા રાયડો, જીરૂ જેવા પાકોને નુકશાન થયું છે. રાયડામાં સ્ટોકિસ્ટો દાખલ થઇ ગયા છે. રાયડામાં 3700 બોટમ છે. જૂન-જુલાઇમાં 4400-4600ના ભાવની સંભાવના વધી છે. સોયાબીનમાં નરમાઇ છે. જોકે, છેલ્લા છ માસમાં હાજર સોયાબીન 120 ઘટ્યું છે. વાયદા 450 ઘટ્યા છે.!! ખાદ્યતેલોમાં સોયાબીનમાં મોટા ઉંધા બદલા જોતા તેજીનો વેપાર ફાયદાકારક રહે. ખાદ્યતેલોમાં નીચા ભાવની મંદી અટકશે. ચીનની ઘરાકી સારી છે. મલેશિયા-ઇન્ડોનેશિયાની પામતેલના સ્ટોક નીચા છે. અલનીનોની અટકળથી પણ સેન્ટિમેન્ટ તેજીનું છે.મસાલાપાકમાં જીરૂના ભાવ ટકેલા છે. આવકો સારી છે. માલની ક્વોલિટી પણ સારી છે. હાજર જીરૂ 3000નો દડો છે. 2800-2900 સારો માલ સ્ટોક કરી શકાય. વધઘટે 3500-3700 અને સુપર ક્વોલિટી 4000 આસાનીથી વટાવે તેવુ લાગે છે. વરસાદથી પાકને નુકશાનની અટકળ જોતા બજારમાં 300-400 ઝડપી વધે.

ગવાર-ગમ વાયદામાં તોફાની વધઘટ છે. ગમમાં નિકાસકારોનું શોર્ટકવરીંગ દેખાય છે. તેજીવાળા પક્કડમાં છે. ગંગાનગર સર્કલ ગવાર અને એરંડામાં તેજીમાં હોવાનું જાણવા મળે છે. જીરૂમાં પણ રાજસ્થાન એકંદરે તેજીમાં છે. રૂ બજારમાં ધીમી પણ મક્કમ તેજી છે. ન્યુયોર્ક કોટનમાં પણ મક્કમ તેજી છે. હલકા માલોનો બોજો છે. સારા રૂની અછત છે, સારા રૂના ભાવ વઘઘટે 48000 થવાની સંભાવના છે. 60-65 ટકા માલ આવી ગયો છે. 35-40 ટકા માલ આવવાનો બાકી છે. નવું રૂ આવવાને હજુ સાત મહિના બાકી છે સારૂ રૂ મળતું નથી. જો ચોમાસામાં થોડો ઘણો વિલંબ થાય તો સારૂ રૂ 50000 વટાવી જશે. જો સમયસર સારો વરસાદ થાય તો સારૂ રૂ ખપશે. હલકું રૂ ભાવ તોડીને વેચવું પડશે. કપાસિયા ખોળમાં માલનો બોજો છે પણ વર્ષના અંતે માલ બેલેન્સ નહિં હોય !! આગે આગે ગોરખ જાગે !! અન્ય એગ્રી કોમોડિટીમાં પણ હાલ ફંડામેન્ટલ મજબૂતીના મળી રહ્યાં છે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Stocks and the rupee sharply: hike in Gold
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.