• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Dropped 67 Points Ahead Of RBI Monetary Policy

RBIની પોલિસીની જાહેરાત પૂર્વે સેન્સેક્સ 67 અંક ઘટ્યો, પીએસયુ બેન્ક શેરોમાં તેજી

RBIની પોલિસીની જાહેરાત પૂર્વે સેન્સેક્સ 67 અંક ઘટ્યો, પીએસયુ બેન્ક શેરોમાં તેજી

બિઝનેસ ડેસ્કઃ આરબીઆઇની મોનેટરી પોલિસીની રીવ્યુ મીટિંગ ચાલી રહી છે ત્યારે માર્કેટમાં સાવચેતી જોવા મળી છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે નીચે 32,682.52 અને ઉપર 32,893 વચ્ચે આશરે 200 પોઇન્ટ ફર્યો હતો અને અંતે -67.28 પોઇન્ટ ઘટીને 32,802.44 પર બંધ રહ્યો છે. નિફ્ટી નીચે 10,069 સુધી ગયા પછી અંતે -9.50 અંક ઘટીને 10,137 10,118.25 પર બંધ આવ્યો છે. જોકે, પીએસયુ બેન્ક શેરોમાં લેવાલીથી તેજી જોવા મળી છે અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.45 ટકા વધ્યો છે.

 

પીએસયુ બેન્ક શેરોમાં તેજી


પીએસયુ બેન્ક શેરોમાં લેવાલીથી આ ઇન્ડેક્સ 1.45 ટકા વધ્યો છે. એસબીઆઇ 1.9 ટકા, પીએનબી 1.7 ટકા, બેન્ક ઓફ બરોડા 0.24 ટકા વધ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી 0.16 ટકા વધ્યો છે. 

 

મેટલ, ઓટો, આઇટી, એફએમસીજીમાં ઘટાડો


જોકે, મેટલ 0.71 ટકા, ઓટો 0.55 ટકા, આઇટી 0.52 ટકા, રીયલ્ટી 0.47 ટકા, એફએમસીજી 0.23 ટકા અને ઇન્ફ્રા 0.20 ટકા ઘટ્યા છે. 

 

હીરોમોટોકોર્પ, એચડીએફસી બેન્ક, એલએન્ડટી ઘટ્યા, જ્યારે રિલાયન્સ, એસબીઆઇ વધ્યા

 

સેન્સેક્સમાં 30માંથી 23 શેરો ઘટીને બંધ રહ્યા છે. તેમાં હીરોમોટોકોર્પ સૌથી વધુ 2.3 ટકા ઘટ્યો છે. એચડીએફસી બેન્ક, એલએન્ડટી, હીરો મોટોકોર્પ, એનટીપીસી, વિપ્રો, ઓએનજીસી, એલએન્ડટી, એચયુએલ અને આઇટીસી જેવા શેરો ઘટવાના કારણે દબાણ આવ્યું હતું. જ્યારે એસબીઆઇ, રિલાયન્સ, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેન્ક, અને કોટક બેન્ક ઘટ્યા હતા.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex dropped 67 points ahead of RBI monetary policy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.