• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slipped 92 Points Due To Selling In Infra, Banks And Metal Stocks

મોંઘવારીની ચિંતાથી ઘટ્યું માર્કેટ, સેન્સેક્સ 92 અંક ઘટ્યો, ઇન્ફ્રા, મેટલ, બેન્કોમાં વેચવાલી

મોંઘવારીની ચિંતાથી ઘટ્યું માર્કેટ, સેન્સેક્સ 92 અંક ઘટ્યો, ઇન્ફ્રા, મેટલ, બેન્કોમાં વેચવાલી
બિઝનેસ ડેસ્કઃમોંઘવારીની ચિંતા અને ગ્લોબલ સંકેતોના પગલે મંગળવારે સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો આવ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ખુલતામાં ઇન્ટ્રા-ડે 93 અંક વધીને 33,126.55 સુધી ગયો હતો પરંતુ પછી ટોચથી 200થી વધુ પોઇન્ટ ઘટીને નીચે 32,907ને અડ્યો હતો અને અંતે 91.69 અંક ઘટીને 32,941.87 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી પણ 38.35 પોઇન્ટ ઘટીને 10,186.60 પર બંધ રહ્યો હતો. ઇન્ફ્રા સેક્ટર ઇન્ડેક્સ સૌથી વધુ 1.18 ટકા ઘટ્યો હતો.
 
ઇન્ફ્રા, પીએસયુ બેન્કો, આઇટી, મેટલમાં ઘટાડો જ્યારે આઇટી પોઝિટિવ
 
આજના સેશનમાં રીયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાયના લગભગ બધા સેક્ટર્સ ઘટ્યા હતા. તેમાં ઇન્ફ્રા, પીએસયુ બેન્કો, મેટલ, આઇટી 1.18 ટકાથી 0.52 ટકા ઘટીને મોખરે રહ્યા હતા. એનએસઇમાં ઇન્ફ્રા ઇન્ડેક્સ 1.18 ટકા અને બીએસઇમાં કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ 1.4 ટકા ઘટ્યા છે. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ -.65 ટકા અને આઇટી 0.60 ટકા ઘટ્યા હતા. જોકે, રીયલ્ટી 0.48 ટકા અને બીએસઇમાં કન્ઝ્યુર ડ્યુરેબલ ઇન્ડેક્સ 0.64 ટકા વધ્યા હતા.
 
માર્કેટમાં નબળાઇના કારણો

- ડબલ્યુપીઆઇ ઇન્ફ્લેશનના આંકડા અને કોર્પોરેટ અર્નિંગ્સે માર્કેટ સેન્ટિમેન્ટ પર અસર કરી છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવા દરમાં વધારો અને ક્રુડ મોંઘુ થવાથી રોકાણકારોમાં ચિંતા વધી છે.
- અમેરિકામાં ટેક્સ રીફોર્મના ડેવલપમેન્ટ પર રોકાણકારોની નજર હોવાથી એશિયન માર્કેટ નબળા રહેતા તેની અસર પડી છે.
- એલએન્ડટીનો શેર સતત બીજા દિવસે ઘટતા દબાણ વધ્યું છે. કંપની દ્વારા ઓર્ડર ફ્લો ગ્રોથ ગાઇડન્સમાં કાપ મૂકાતા શેર ઘટ્યો છે.
- આ ઉપરાંત અન્ય હેવીવેઇટ શેરો જેવા કે એચડીએફસી બેન્ક, ટીસીએસ, આઇટીસી, એચડીએફસી, પાવરગ્રિડ વગેરે ગબડવાથી પણ નેગેટિવ અસર બની છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slipped 92 points due to selling in infra, banks and metal stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.