• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Stock Markets Updates For Tuesday

માર્કેટની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 360 અંક ગબડ્યો, નિફ્ટી 10,350 પર બંધ

માર્કેટની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 360 અંક ગબડ્યો, નિફ્ટી 10,350 પર બંધ
 બિઝનેસ ડેસ્કઃ પાછલા ચાર ટ્રેડિંગ સેશનમાં ચાલી આવતી તેજી મંગળવારે વેચવાલીના કારણે અટકી ગઇ છે. ફાર્મા, પીએસયુ બેન્કો, મેટલ, ઓટો અને રીયલ્ટીમાં પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ સેશનનાં અંતે 360 અંક ઘટીને 33,371 પર બંધ રહ્યો છે. નિફ્ટી 102 પોઇન્ટ ઘટીને 10,350 પર બંધ આવ્યો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દિવસની ઉપલી સપાટી 33,865.95થી આશરે 523 અંક તૂટીને નીચે 33,343ને અડ્યો હતો. નિફ્ટી પણ 10,485ની ઉપલી સપાટીથી 144 અંક ગબડ્યો હતો.
 
માર્કેટ ઘટવાના કારણો

- કાર્વી સ્ટોક બ્રોકિંગના વાઇસ પ્રેસિડન્ટ અંબરિષ બાલિગાનું કહેવું છે કે ઉપલા સ્તરોએ પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો આવ્યો છે.
- ઓઇલ એન્ડ ગેસ, રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા, ઓટો, એફએમસીજી અને પીએસયુ બેન્ક શેરોમાં ભારે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો.
- ક્રૂડની કિંમત 64 ડોલર પ્રતિ બેરલ પર પહોંચતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ડગ્યું છે. ક્રુડ મોંઘુ થવાથી મોંઘવારી વધવાની શંકા વધી છે.
 
રોકાણકારોના ધોવાયા રૂ.1.70 લાખ કરોડ

ચોતરફી વેચવાલીથી બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.170692.83 કરોડથી ઘટીને રૂ.1,44,52,609 કરોડ થઇ ગયું છે. તેનાથી એક દિવસમાં રોકાણકારોના રૂ.1.70 લાખ કરોડ ધોવાયા છે. 
 
ફાર્મા, મેટલ, બેન્કો, ઇન્ફ્રા, રીયલ્ટીમાં ભારે વેચવાલી
 
આઇટી સિવાયના તમામ સેક્ટર્સમાં ભારે વેચવાલી છે. સૌથી વધુ ઘટાડો ફાર્મામાં 4.3 ટકાનો છે. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.92 ટકા, રીયલ્ટી 2.25 ટકા, મેટલ 1.68 ટકા, એનર્જી 1.9 ટકા અને ઇન્ફ્રા 1.76 ટકા ઘટ્યા છે. સેન્સેક્સમાં લુપિન 17 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો છે. સેન્સેક્સમાં 26 શેરો ઘટીને બંધ રહ્યા છે અને ઇન્ફોસીસ, ટીસીએસ તથા વિપ્રો વધ્યા છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: stock markets updates for Tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.