• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Ends Up By 64 Points Amid Sharp Rally On Bank Stocks

સેન્સેક્સ 64 અંક વધીને બંધ: SBI 6% ઊછળ્યો, PSU બેન્ક ઇન્ડેક્સ 4 ટકા વધ્યો

સેન્સેક્સ 64 અંક વધીને બંધ: SBI 6% ઊછળ્યો, PSU બેન્ક ઇન્ડેક્સ 4 ટકા વધ્યો
બિઝનેસ ડેસ્કઃ સપ્તાહના અંતિમ દિવસે બજારો પ્રારંભિક નબળાઇ પછી વધીને બંધ રહ્યા છે. શુક્રવારે બીએસઇ સેન્સેક્સ શુક્રવારે નબળો ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડે આશરે 140 અંક ઘટીને નીચે 33,109 સુધી ગયો હતો. જોકે, બપોરે તે સુધર્યો હતો અને અંતે 63.63 (+0.19%) અંક વધીને 33,314.56 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નીચે 10,254.10 અને ઉપર 10,344.95 વચ્ચે ફરીને અંતે 12.80 અંક વધીને 10,321.75 પર બંધ રહ્યો હતો. સરકારી બેન્ક શેરોમાં જોરદાર તેજીથી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4.3 ટકા ઊછળ્યો હતો.
 
એસબીઆઇનો શેર ઇન્ટ્રા-ડે 8 ટકા ઊછળ્યો, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4.3 ટકા વધ્યો
 
એસબીઆઇનો શેર સેન્સેક્સમાં 8 ટકા ઊછળીને રૂ.338ને અડ્યો હતો અને અંતે 6.20 ટકા વધીને રૂ.333.20 પર ટોપ ગેઇનર બંધ રહ્યો છે. એસબીઆઇના આજે જાહેર થયેલા પરિણામમાં નફો 38 ટકા ઘટ્યો હતો પરંતુ એનપીએમાં સુધારાના કારણે શેરમાં જોરદાર તેજી આવી હતી. એસબીઆઇ અને અન્ય સરકારી બેન્ક શેરોમાં તેજીના કારણે એનએસઇનો પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5 ટકા ઊછળ્યો હતો. બેન્ક ઓફ બરોડા 3.17 ટકા, ઇન્ડિયન બેન્ક 1.64 ટકા વધી હતી. બેન્ક નિફ્ટી પણ 0.82 ટકા વધીને 25,499 પર બંધ રહ્યો હતો. ખાનગી બેન્કોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 2.25 ટકા અને એક્સિસ બેન્ક 0.72 ટકા વધી હતી.
 
ઇન્ફ્રા, એફએમસીજી, મેટલ પણ વધ્યા, જ્યારે ફાર્મા, એનર્જી અને ઓટોમાં ઘટાડો
 
અન્ય વધેલા સેક્ટર્સમાં ઇન્ફ્રા 1.15 ટકા, એફએમસીજી 0.76 ટકા, મેટલ 0.41 ટકા, મીડિયા 0.56 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.44 ટકા વધ્યા છે. જ્યારે ઘટવામાં ફાર્મા 1.32 ટકા, એનર્જી 1 ટકા, ઓટો 0.51 ટકા, આઇટી 0.23 ટકા ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex ends up by 64 points amid sharp rally on bank stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.