• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Tumbled 267 Points Due To Selling In Realty, PSU Banks, Pharma, Auto

સેન્સેક્સ 267 અંક ગબડ્યો, રીયલ્ટી, પીએસયુ બેન્કો, ફાર્મા, ઓટો, એનર્જીમાં જોરદાર વેચવાલી

સેન્સેક્સ 267 અંક ગબડ્યો, રીયલ્ટી, પીએસયુ બેન્કો, ફાર્મા, ઓટો, એનર્જીમાં જોરદાર વેચવાલી
બિઝનેસ ડેસ્કઃ પાછલા ત્રણ દિવસથી ઘટતા માર્કેટમાં ગુરુવારે રીયલ્ટી, ફાર્મા, ઓટો, પીએસયુ બેન્કોમાં જોરદાર વેચવાલી આવતા કરેક્શન જોવા મળ્યું હતું અને નિફટી ઇન્ટ્રા-ડે 9800ની નીચે ગબડ્યો હતો. સેશનના અંતે સેન્સેક્સ -266.51 (-0.84%) પોઇન્ટ ઘટીને 31,531.33 પર બંધ રહ્યો છે. નિફ્ટી -87.80 (-0.89%)  પોઇન્ટ ઘટીને 9,820.25 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે 9,800ની સપાટી તોડીને નીચે 9,776ને અડ્યો હતો. સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે 375 પોઇન્ટ ગબડીને 31,422.80ની નીચી સપાટીએ ગયો હતો. 
 
રીયલ્ટી, ફાર્મા, પીએસયુ બેન્કો, ઓટો, એનર્જી, ઇન્ફ્રામાં જોરદાર વેચવાલી

બજારમાં આજે જોરદાર વેચવાલીથી કરેક્શન આવ્યું હતું. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 5 ટકા તૂટ્યો છે. જ્યારે મીડિયા 3.45 ટકા, ઓટો 2.92 ટકા ફાર્મા 2.9 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.65 ટકા, એનર્જી 1.57 ટકા, ઇન્ફ્રા 1.37 ટકા ગબડ્યા છે. માત્ર આઇટી 0.46 ટકા વધ્યું છે. 
 
માર્કેટમાં ઘટાડાનું કારણ

ફોર્ચ્યુન ફિસ્કલના ડાયરેક્ટર જગદીશ ઠક્કરના જણાવ્યા અનુસાર, ગુરુવારના ઘટાડા માટે અનેક ફેક્ટર્સ જવાબદાર છે. તેમાં ગ્લોબલ જિયોપોલિટિકલ ટેન્શન અને પરિણામોની શેરો પર પડેલી અસર છે. જોકે, સૌથી મોટું ફેક્ટર શેલ કંપનીઓ પર લેવાયેલું સેબીનું પગલું સેન્ટિમેન્ટને બગાડનારું બન્યું છે. જગદીશના જણાવ્યા અનુસાર, શેરોમાં ટ્રેડિંગ અટકવાના કારણે માર્કેટમાં પેનિક સેલિંગ જોવા મળ્યું છે. રોકાણકારો હાલની સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જૂએ છે. આ એ વાતનો સંકેત છે કે આ શેલ કંપનીઓમાંથી કેટલીકમાં મોટા રોકાણકારો, વિદેશી રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણો કર્યા છે. ટ્રેડ રોકાવાથી તેમના પર દબાણ આવી ગયું છે. તેની અસર માર્કેટ પર પડી છે. વળી, બીજી કંપનીઓ પર અસરની શંકાથી પણ રોકાણકારો નાની કંપનીઓમાંથી બહાર નિકળી રહ્યા છે.
 
ટાટા મોટર્સ સહિત 100થી વધારે શેરો વર્ષના તળિયે

શેરબજારમાં ગુરુવારના ઘટાડામાં ટાટા મોટર્સ 9 ટકા તૂટ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં નબળાઆંકડાના કારણે શેર 16 માસના તળિયે 386ના સ્તરે ગયો હતો. આ સાથે 100થી વધારે શેરો વર્ષના તળિયે ગબડ્યા છે. તેમાં ટાટા મોટર્સ ઉપરાંત અબાન ઓફશોર, બ્લુડાર્ટ એક્સપ્રેસ, ક્રિસિલ, જેએમટી ઓટો, લુપિન, એએમડીસી, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્માનો સમાવેશ થાય છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex tumbled 267 points due to selling in realty, PSU banks, pharma, Auto
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.