• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Tanked 453 Point And Nifty Reached Low At 10,200 Due To Broad Selling

ફિસ્કલ ડેફિસિટના ડેટા પછી તૂટ્યું માર્કેટ, સેન્સેક્સ 453 અંક ગબડ્યો, બેન્કિંગ-ફાઇનાન્સમાં વેચવાલી

ફિસ્કલ ડેફિસિટના ડેટા પછી તૂટ્યું માર્કેટ, સેન્સેક્સ 453 અંક ગબડ્યો, બેન્કિંગ-ફાઇનાન્સમાં વેચવાલી

બિઝનેસ ડેસ્કઃ નવેમ્બરની એફએન્ડઓ એક્સપાયરીના દિવસે ફિસ્કલ ડેફિસિટના આંકડા આવ્યા પછી માર્કેટમાં ધૂમ વેચવાલીથી મોટો ઘટાડો આવ્યો છે. નિફ્ટી 150 પોઇન્ટ ગબડીને 10,211 નીચા સ્તરે અડ્યો હતો. સેન્સેક્સ ગુરુવારના સેશનના અંતે -453.41 (-1.35%) પોઇન્ટ ગબડીને 33,149.35 પર બંધ રહ્યો છે. નિફ્ટી -134.75 (-1.3%) પોઇન્ટ ઘટીને 10,226.55 પર બંધ આવ્યો છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એનર્જી, મેટલ, ફાર્મા, આઇટી, ઓટો અને એફએમસીજી એમ તમામ સેક્ટર્સ 2.3 ટકાથી 1 ટકા વચ્ચે ગબડ્યા છે.

 

માર્કેટના ઘટાડના કારણો


- આજે ફિસ્કલ ડેફિસિટના આંકડા નિરાશાજનક આવતા વેચવાલી વધી હતી અને માર્કેટ વધુ ગબડ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 માસમાં જ ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ 96 ટકા સુધી પહોંચતા વેચવાલી વધી હતી.
- ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટર સંદીપ જૈને જણાવ્યું છે કે એસબીઆઇએ 1 ટકા ડિપોઝિટ રેટ વધાર્યો છે. તેનાથી વ્યાજ દરમાં કાપની શક્યતા ઘટી છે.
- જ્યારે બેન્કોના રીકેપિટલાઇઝેશન પ્લાનને સંસદમાં રજૂ કરવામાં વિલંબ થવાની શક્યતા છે. તેથી બેન્કિંગ શેરોમાં વેચવાલી આવી છે. બેન્ક નિફ્ટી 2 ટકા ઘટતા બજાર પર અસર પડી છે.
-  આજે નવેમ્બર સિરીઝના એફએન્ડઓની એક્સપાયરી છે તેથી સોદાની ઊલટ સુલટના કારણે પણ બજારમાં દબાણ છે.
- આજે સપ્ટેમ્બર કવાર્ટરના જીડીપીના આંકડા જાહેર થશે, જેના પર બજારની સાવચેતીભરી નજર છે.
- આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, એચડીએફસી, આઇટીસી, ઓએનજીસી, મારુતિ, ટીસીએસ અને ઇન્ફોસીસ જેવા શેરોમાં વેચવાલીથી બજારમાં ઘટાડો વધ્યો છે.

 

બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં ભારે વેચવાલી, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.3 ટકા તૂટ્યો


વ્યાજ દર કાપની શક્યતા ઘટતા અને બેન્કોમાં રીકેપિટલાઇઝેશનની યોજના સંસદમાં રજૂ થવાના વિલંબની ચિંતાથી સરકારી બેન્કો સહિતના બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.3 ટકા તૂટ્યો છે. જ્યારે પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 1.81 ટકા ઘટ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી 2.80 ટકા ઘટીને 25,332.40 પર બંધ રહ્યો છે. પીએનબી, એસબીઆઇ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ બેન્ક 3 ટકાથી 0.73 ટકા વચ્ચે ઘટી ગઇ છે.

 

એસબીઆઇ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, રિલાયન્સ, વિપ્રો, સન ફાર્મા, એચડીએફસી ગબડ્યા


નિફ્ટીના 50માંથી 45 અને સેન્સેક્સના 30માંથી 28 શેરો ઘટીને બંધ રહ્યા છે. નિફ્ટીના ટોપ 5 લુઝર્સમાં વિપ્રો, હિન્દાલ્કો, એસબીઆઇ, એક્સિસ બેન્ક અને ઓરોબિંદો ફાર્મા 2.88 ટકાથી 2.62 ટકા ગબડ્યા છે. જ્યારે સેન્સેક્સમાં કોટક બેન્ક, એસબીઆઇ, રિલાયન્સ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, સન ફાર્મા, 2.63 ટકાથી 1.45 ટકા તૂટ્યા હતા. તેના કારણે માર્કેટ પર દબાણ વધ્યું હતું. સેન્સેક્સમાં ડો રેડ્ડી અને એનટીપીસી જ અનુક્રમે 0.45 ટકા અને 0.36 ટકા વધ્યા હતા.

 

એનર્જી, મેટલ, ફાર્મા, આઇટી, ઓટો અને એફએમસીજી ઘટ્યા જ્યારે રિયલ્ટી વધ્યું


આજના સેશનમાં રીયલ્ટી સિવાયના તમામ સેક્ટર્સ ઘટ્યા હતા. ઘટેલા સેક્ટર્સમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ ઉપરાંત એનર્જી, મેટલ, ફાર્મા, આઇટી, ઓટો અને એફએમસીજી 1.53 ટકાથી 0.60 ટકા વચ્ચે ઘટી ગયા હતા. જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 1.12 ટકા વધ્યો છે. 

 

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex tanked 453 point and Nifty reached low at 10,200 due to broad selling
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.