• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slipped 259 Points And Nifty Closed Below 10,000 On Heavy Selling

ચોતરફી વેચવાલીથી સેન્સેક્સ 259 અંક ગબડયો, નિફ્ટી 10,000 નીચે બંધઃ બેન્ક શેરો તૂટ્યા

ચોતરફી વેચવાલીથી સેન્સેક્સ 259 અંક ગબડયો, નિફ્ટી 10,000 નીચે બંધઃ બેન્ક શેરો તૂટ્યા
બિઝનેસ ડેસ્કઃબેન્ક શેરોમાં જોરદાર ઘટાડાના પગલે મંગળવારે બજારો ગબડ્યા હતા, જેમાં નિફ્ટી 10,000ની નીચે જતો રહ્યો છે. મંગળવારે આવેલી ચોતરફી વેચવાલીથી સેન્સેક્સ -259.48 (-0.80%) પોઇન્ટ ગબડીને 32,014.19 પર બંધ રહ્યો છે. નિફ્ટી -78.85 (-0.78%) પોઇન્ટ તૂટીને 9,978.55 પર બંધ આવ્યો છે. ખાસ કરીને સરકારી બેન્ક શેરોમાં વેચવાલીથી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.58 ટકા તૂટ્યો છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સવા ટકા ગબડ્યા છે.
 
રીયલ એસ્ટેટ અને પીએસયુ બેન્ક શેરોમાં કડાકો

મંગળવારના સેશનમાં બેન્કિંગ અને રીયલ્ટી સેક્ટર પર વેચવાલીનો જોર વધ્યું હતું. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 4.40 ટકા તૂટ્યો છે. રીયલ્ટી શેરોમાં એચડીઆઇએલ 20 ટકા, યુનિટેક 9.83 ટકા અને ડીએલએફ 6.2 ટકા તૂટ્યા છે. એજ રીતે સરકારી બેન્ક શેરોમાં પણ વેચવાલીથી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.39 ટકા ગબડ્યો હતો. પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.17 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 1 ટકા ગબડ્યા છે. બેન્ક નિફ્ટી 1.23 ટકા તૂટીને 24,599.50 થયો હતો. બેન્ક ઓફ બરોડા, પીએનબી, એસબીઆઇ જેવા શેરો 2.2 ટકાથી 2 ટકા ઘટ્યા છે. ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, યસ બેન્ક સહિતની બેન્કો પણ 2 ટકાથી 0.36 ટકા ઘટી છે.
 
એનર્જી, પાવર, ટેલિકોમ, ઇન્ફ્રા, એફએમસીજી, ફાર્મા પણ ઘટ્યા

આ ઉપરાંત અન્ય ઘટેલા સેક્ટર્સ જોઇએ તો, ઓઇલ એન્ડ ગેસ 2.10 ટકા, પાવર 1.88 ટકા, એનર્જી 1.70 ટકા, ટેલિકોમ 1.27 ટકા, ઇન્ફ્રા 1.20 ટકા, એફએમસીજી 1.18 ટકા, ફાર્મા 1.12 ટકા,મીડિયા 0.94 ટકા, આઇટી 0.52 ટકા અને ઓટો 0.37 ટકા ઘટ્યા છે.

મેટલ સેક્ટરમાં તેજી

માર્કેટમાં મેટલ સિવાયના તમામ સેક્ટર્સમાં વેચવાલીથી ઘટાડો આવ્યો છે. જ્યારે એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ 1.47 ટકા વધ્યો છે. હિન્દાલ્કો, વેદાંતા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, સેઇલ સહિતના શેરો 3.5 ટકાથી 0.64 ટકા વધ્યા છે.
 
100 શેરો વાર્ષિક ટોચ પર પહોંચ્યા

માર્કેટમાં ઘટાડા વચ્ચે 100 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. આવા શેરોમાં અદાણી પોર્ટસ, અશોક લેલેન્ડ, બજાજ ફાઇનાન્સ, બાટા ઇન્ડિયા, ડાબર, આઇશર મોટર્સ, હિન્દાલ્કો, એચયુએલ, જેએસડબલ્યુ સ્ટીલ, મુથૂટ ફાઇનાન્સ, પીસી જ્વેલર્સ, પાવર ગ્રિડ, રેડિકો ખેતાન, રિલાયન્સ કેપિટલ, ટાટા સ્ટીલ, ટીવીએસ મોટર કંપની, વેદાંતાનો સમાવેશ થાય છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slipped 259 points and Nifty closed below 10,000 on heavy selling
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.