• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slid 224 Points And Nifty Closed Below 9450 Due To Profit Booking

નેગેટિવ ગ્લોબલ સંકેતો વચ્ચે માર્કેટમાં વેચવાલીઃ સેન્સેક્સ 224 અંક ઘટ્યો, નિફ્ટી 9450 નીચે

નેગેટિવ ગ્લોબલ સંકેતો વચ્ચે માર્કેટમાં વેચવાલીઃ સેન્સેક્સ 224 અંક ઘટ્યો, નિફ્ટી 9450 નીચે
બિઝનેસ ડેસ્કઃ વૈશ્વિક બજારોમાં નબળા સંકેતોના પગલે પ્રોફિટ બુકિંગ આવતા ભારતીય શેરબજારો ગુરુવારે ઘટ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઇના ડાયરેક્ટરને દૂર કરતા અમેરિકા સહિત વિશ્વભરના માર્કેટ્સમાં ગભરાટ છે. એશિયન બજારોના ઘટાડા વચ્ચે સેન્સેક્સ સવારે નેગેટિવ ખુલ્યા પછી ઘટતો રહ્યો હતો અને અંતે -223.98 (-0.73%) પોઇન્ટ ઘટીને 30,434.79 પર બંધ આવ્યો છે. નિફ્ટી પણ 96.30 (-1.01%) પોઇન્ટ ઘટીને 9,450ની નીચે 9,429.45 પર બંધ રહ્યો છે. પીએસયુ બેન્કો, ઓટો, રીયલ્ટી, મેટલ, એફએમજીસી, ઇન્ફ્રા, એનર્જીમાં વેચવાલીથી 3 ટકાથી 1.6 ટકાનો ઘટાડો છે.
 
માર્કેટમાં ઘટાડાના કારણો

- યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઇના ડાયરેક્ટરને દૂર કરતા અમેરિકા સહિત વિશ્વના બજારોમાં ગભરાટ ફેલાયો છે.
- ટ્રમ્પના આ નિર્ણયથી બુધવારે અમેરિકન બજારો જોરદાર ગબડ્યા હતા. કેમકે રોકાણકારોને અમેરિકામાં આર્થિક સુધારા અંગે ડર લાગ્યો છે.
- અમેરિકન બજારોમાં ઘટાડાના પગલે ગુરુવારે એશિયન બજારો ઘટ્યા હતા અને બપોર બાદ યુરોપીયન બજારો પણ ગબડ્યા છે.
- ઘરેલુ મોરચે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામ ઉપરાંત બજારો ઊંચા સ્તરોએ હોવાથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે.
- રૂપિયા આજે 19 પૈસા ઘટીને ખુલ્યો હતો અને હાલ 68 પૈસા ઘટીને 64.82 પર ચાલે છે. 
 
રીયલ્ટી, મેટલ, પાવર, ઓટો, ઇન્ફ્રા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 3.3 ટકાથી 1.8 ટકાનો ઘટાડો, આઇટી પ્લસ

વૈશ્વિક બજારોમાં નેગેટિવ વલણના પગલે આજે ચોતરફી વેચવાલી આવતા આઇટી અને ટેક સિવાયના તમામ સેક્ટર્સ ઘટ્યા છે. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 3.27 ટકા ગબડ્યો છે. ઉપરાંત મેટલ 2.76 ટકા, ઓટો 2.2 ટકા, પીએસયુ બેન્ક 2.10 ટકા, ઇન્ફ્રા 1.83 ટકા, એફએમસીજી 1.66 ટકા, એનર્જી 1.56 ટકા, મીડિયા 1.66 ટકા અને બેન્ક નિફ્ટી 1 ટકા ઘટ્યા છે. બીએસઇમાં પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ 2.14 ટકાથી 1.52 ટકા વચ્ચે ગબડ્યા છે. જ્યારે આઇટી અને ટેક 1 ટકા અને 0.65 ટકા વધ્યા છે.
 
ટાટા મોટર્સ, યસ બેન્ક, રિલાયન્સ, આઇટીસી, એલએન્ડટી ગબડ્યા

આજના પ્રોફિટ બુકિંગના કારણે નિફ્ટી-50ના 45 શેરો અને સેન્સેક્સ-30ના 23 શેરો ઘટીને બંધ રહ્યા છે. નિફ્ટીના ટોપ પાંચ લુઝર્સમાં યસ બેન્ક, ગ્રાસિમ, બોશ, બેન્ક ઓફ બરોડા અને આઇશર મોટર્સ 3.93 ટકાથી 3 ટકા વચ્ચે ઘટ્યા હતા. સેન્સેક્સમાં ટાટા મોટર્સ અને એક્સિસ બેન્ક 2.55 ટકા અને 2.15 ટકા તૂટીને ટોપ લુઝર બન્યા હતા. ઉપરાંત રિલાયન્સ, આઇટીસી, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ અને મારુતિ જેવા ધૂરંધર શેરો 1.9 ટકાથી 0.90 ટકા વચ્ચે ઘટી ગયા હતા. 
 
વિપ્રો, ટીસીએસ, ઇન્ફોસીસ અને સન ફાર્મા વધ્યા

બેન્ચમાર્ક નિર્દેશાંકોમાં થોડા શેરો જ વધ્યા હતા. સેન્સેક્સમાં વિપ્રો, ટીસીએસ અને ઇન્ફોસીસ અનુક્રમે 3.47 ટકા, 3.38 ટકા અને 1 ટકા વધીને મોખરે રહ્યા છે. ઉપરાંત સન ફાર્મા અને લુપિન પણ વધ્યા છે. નિફ્ટીમાં ટોચના પાંચ વધેલા શેરો પણ આ જ છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slid 224 points and Nifty closed below 9450 due to profit booking
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.