• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rose 78 Points To Near 32,000 And Nifty Closed Above 10,000

નિફ્ટી 10,000 ઉપર બંધ, સેન્સેક્સ 78 અંક વધીને 32,000 નજીક, એનર્જી અને ઇન્ફ્રામાં તેજી

નિફ્ટી 10,000 ઉપર બંધ, સેન્સેક્સ 78 અંક વધીને 32,000 નજીક, એનર્જી અને ઇન્ફ્રામાં તેજી
બિઝનેસ ડેસ્કઃબજારમાં મંગળવારે જોવા મળેલી મજબૂત ચાલના પગલે નિફ્ટી 10,000ની સપાટીની ઉપર બંધ રહ્યો છે જ્યારે સેન્સેક્સ 32,000ની સપાટીની નજીક આવી ગયો છે. એનર્જી, ઇન્ફ્રા, આઇટી અને બેન્કિંગ સેક્ટરની આગેવાનીમાં સેન્સેક્સ 77.52 (+0.24%) પોઇન્ટ વધીને 31,924.41 પર બંધ રહ્યો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 31994.77 સુધી જઇને 32,000ની સપાટીથી માત્ર 5 પોઇન્ટ છેટે રહ્યો હતો. નિફ્ટી પણ 28.20 (+0.28%) પોઇન્ટ વધીને 10,016.95 પર બંધ રહ્યો છે. બીએસઇ સ્મોલકેપ આશરે 1 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.64 ટકા વધીને ચડિયાતો દેખાવ કર્યો છે.
 
એનર્જી, ઇન્ફ્રા, આઇટી, બેન્કિંગ વધ્યા, રીયલ્ટી અને FMCGમાં ઘટાડો

બજારમાં આજે મોટા ભાગના સેક્ટર્સ પોઝિટિવ બંધ રહ્યા છે. એનએસઇમાં એનર્જી 0.77 ટકા અને ઇન્ફ્રા 0.69 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત આઇટી 0.43 ટકા, ફાર્મા 0.26 ટકા અને ઓટો 0.22 ટકા વધ્યા હતા. બેન્ક નિફ્ટી 0.39 ટકા વધીને 24,347 પર બંધ રહ્યો છે. ખાનગી બેન્કોમાં તેજીથી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.40 ટકા વધ્યો છે. જોકે, રીયલ્ટી ઇન્ડેક્સ 0.86 ટકા અને એફએમસીજી 0.32 ટકા ઘટ્યા હતા.
 
રિલાયન્સ, ઇન્ફોસીસ, લુપિન વધ્યા જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇટીસીમાં ઘટાડો

સેન્સેક્સમાં 19 શેરો વધીને અને 11 શેરો ઘટીને બંધ રહ્યા છે. રિલાયન્સ, ઇન્ફોસીસ, એક્સિસ બેન્ક અનુક્રમે 1.5 ટકા, 1.3 ટકા અને 1.74 ટકા વધ્યા હતા અને તેજીમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. લુપિન 2 ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યો છે. ઉપરાંત પાવરગ્રિડ, કોલ ઇન્ડિયા, ભારતી, સિપ્લા, એનટીપીસી, ટીસીએસ, એચડીએફસી બેન્ક પણ વધ્યા છે. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક 1 ટકા ઘટીને ટોપ લુઝર રહી હતી. ઉપરાંત એચયુએલ, આઇટીસી, સન ફાર્મા, ટાટા મોટર્સ, એચડીએફસી સહિતના શેરો પણ 0.83 ટકાથી 0.32 ટકા વચ્ચે ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rose 78 points to near 32,000 and Nifty closed above 10,000
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.