• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rose 37 Point Led By Top Gainer Infosys And HDFC

ઇન્ફોસીસના ટેકે સેન્સેક્સ 37 અંક વધતા ચાર દિવસના ઘટાડાને બ્રેક, આઇટીમાં મજબૂતી

ઇન્ફોસીસના ટેકે સેન્સેક્સ 37 અંક વધતા ચાર દિવસના ઘટાડાને બ્રેક, આઇટીમાં મજબૂતી

બિઝનેસ ડેસ્કઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો સોમવારે સાધારણ વધીને બંધ રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ ગયા સપ્તાહમાં 4 દિવસ ઘટયા પછી સોમવારે ઉપર અને નીચે 225 પોઇન્ટની રેન્જમાં રહીને અંતે 36.78 અંક વધીને 32,869.72 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર 58 પોઇન્ટ વધીને 10,179.20 સુધી વધ્યો હતો પણ અંતે 5.95 અંક વધીને 10,127.75 પર બંધ આવ્યો છે. ઇન્ફોસીસ 2.67 ટકા અને એચડીએફસી 1.25 ટકા વધતા સેન્સેક્સ વધ્યો હતો.

 

ઇન્ફોસીસ 3 ટકા ઊછળી ટોપ ગેઇનર, આઇટી ઇન્ડેક્સ 1.28 ટકા ઊંચકાયો


ઇન્ફોસીસે શનિવારે સલિલ પારેખને કંપનીના નવા સીઇઓ અને એમડી બનાવ્યા હતા. તેના પગલે સોમવારે ઇન્ફોસીસનો શેર આશરે 3 ટકા ઊછળીને રૂ.997 સુધી ગયો હતો. ઇન્ફોસીસનો શેર બીએસઇમાં અંતે 2.67 ટકા વદીને રૂ.984 પર ટોપ ગેઇનર બંધ રહ્યો છે. તેના પગલે આઇટી શેરો ટીસીએસ 0.11 ટકા અને વિપ્રો 0.21 ટકા પણ વધ્યા હતા. એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 1.28 ટકા વધ્યો હતો.

 

આઇટી, મેટલ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ વધ્યા જ્યારે ફાર્મા, એનર્જીમાં ઘટાડો


બજારમાં એકંદરે સુસ્ત અને સેક્ટર્સમાં મિશ્ર વલણ રહ્યું હતું. ઇન્ફોસીસ ટોપ ગેઇનર બનતા આઇટી સેક્ટર આઉટપરફોર્મર રહ્યું હતું. એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 1.28 ટકા વધ્યો હતો. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.66 ટકા, મેટલ 0.60 ટકા, એફએમસીજી 0.40 ટકા અને મીડિયા 0.36 ટકા વધ્યા હતા. જયારે બેન્ક નિફ્ટી 0.29 ટકા ઘટ્યો હતો. એનર્જી અને ફાર્મા પણ 0.22 ટકા ઘટ્યા હતા.

 

ઇન્ફોસીસ, એચડીએફસી, એચયુએલ વધ્યા જ્યારે રિલાયન્સ, એચડીએફસી બેન્કમાં ઘટાડો


સેન્સેક્સમાં 30માંથી 17 શેરો વધ્યા હતા. તેમાં ઇન્ફોસીસ 2.67 ટકા વધીને મોખરે રહ્યો હતો. ઇન્ફોસીસ ઉપરાંત એચડીએફસી, એચયુએલ અને ટાટા મોટર્સ 1.25 ટકા, 1.37ટકા અને 1 ટકા વધ્યા હતા અને બજારને ટેકો આપવામાં તેમનો મોટો ફાળો હતો. આ ઉપરાંત, ટાટા સ્ટીલ, ભારતી, ઓએનજીસી, એક્સિસ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ પણ વધ્યા છે. જ્યારે કોલ ઇન્ડિયા 2 ટકા ઘટીને ટોપ લુઝર હતો. રિલાયન્સ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ, સન ફાર્મા સહિતના શેરો ઘટવાથી બજાર પર દબાણ આવ્યું હતું.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rose 37 point led by top gainer Infosys and HDFC
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.