• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rose 195 Points And Nifty Reclaimed 10,000 Led By Infra And Banks

સેન્સેક્સ 195 અંક વધ્યો, નિફ્ટી ફરી 10,000ની ઉપર, ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્કો, એનર્જીમાં તેજી

સેન્સેક્સ 195 અંક વધ્યો, નિફ્ટી ફરી 10,000ની ઉપર, ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્કો, એનર્જીમાં તેજી
બિઝનેસ ડેસ્કઃએશિયા અને યુરોપના બજારોમાંથી મળેલા પોઝિટિવ સંકેતોના પગલે ભારતીય શેરબજારોમાં સોમવારે જોરદાર લેવાલીથી ઊછાળો આવતા નિફ્ટી 7 ઓગસ્ટ પછી ફરીથી 10,000ની સપાટી વટાવી ગયો છે. ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્કો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એફએમસીજી, મેટલ અને ઓટો સેક્ટરમાં તેજીથી સેન્સેક્સ 194.64 (+0.61%) પોઇન્ટ ઊછળીને 31,882.16 પર બંધ રહ્યો છે. નિફ્ટી 71.25 (+0.72%) પોઇન્ટ વધીને 10,006 પર બંધ રહ્યો છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે ઓલટાઇમ ટોચ બનાવી છે.
 
બીએસઇ મિડકેપ, સ્મોલકેપ ઓલટાઇમ હાઇ પર

બીએસઇ મિડકેપ 15914 અને સ્મોલકેપ ઇન્ડેક્સે 16,478ની ઓલટાઇમ સર્વોચ્ચ સપાટી બનાવી છે. અંતે મિડકેપ ઇન્ડેક્સ 0.71 ટકા વધીને પર અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.77 ટકા વધીને પર બંધ રહ્યા છે. મિડકેપ શેરોમાં પેટ્રોનેટ, ટાટા પાવર, ઇન્ડિયન હોટલ, બર્જર પોઇન્ટ, કોન્કર જેવા શેરો 6 ટકાથી 3.5 ટકા ઊછળ્યા છે. જ્યારે સ્મોલકેપમાં આરપીજી લાઇફ, લીબર્ટી શૂ, જેબીએમએ, મિન્ડાકોર્પ 20 ટકા અને કેઇઆઇ 18.72 ટકા, રેઇન 15 ટકા, મધુકોમ 12.6 ટકા અને ઇપ્કા લેબ 12 ટકા ઊછળ્યા છે.
 
25 જુલાઇના રોજ પ્રથમવાર નિફ્ટીએ પાર કરી હતી 10,000ની સપાટી

આ અગાઉ 25 જુલાઇ, 2017ના રોજ નિફ્ટી પ્રથમવાર 10,000ની સપાટી વટાવી હતી. 1 ઓગસ્ટે ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 10,137.85ની હાઇ બનાવી હતી. 7 ઓગસ્ટ પછી ફરી નિફ્ટી 10,000ને પાર ગયો છે.

ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્કો, એનર્જી, એફએમસીજી અને ઓટોમાં તેજી, ફાર્મામાં ઘટાડો

આજના સેશનમાં ખાસ કરીને ઇન્ફ્રા, પ્રાઇવેટ બેન્કો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી, ઓટો, એફએમસીજી, મેટલ અને રીયલ્ટીમાં તેજી આવી હતી. એનએસઇમાં ઇન્ફ્રા ઇન્ડેક્સ સૌથી વધુ 1.84 ટકા ઊછળ્યો છે. જ્યારે પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.30 ટકા વધ્યો છે. બેન્ક નિફ્ટી 1.23 ટકા વધીને 24,671 પર બંધ છે. ઉપરાંત ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 0.60 ટકા, એનર્જી 0.64 ટકા, રીયલ્ટી 0.60 ટકા, એફએમસીજી 0.57 ટકા અને મેટલ 0.51 ટકા વધ્યા છે. જ્યારે ફાર્મા અને પીએસયુ બેન્કોમાં નરમાઇ રહી હતી.

147થી વધારે શેરો 52 સપ્તાહની ઊંચાઇએ પહોંચ્યા

આજના સેશનમાં વિપ્રો, આંધ્રા પેટ્રો, એપેક્સ, અશોક લેલેન્ડ, બજાજ ફિનસર્વ, બોમ્બે ડાઇંગ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, પેજ ઇન્ડસ્ટ્રીઝ સહિતના 147 શેરો બીએસઇમાં 52 વીકની ટોચને અડ્યા હતા. જ્યારે આદિત્ય બિરલા, ગ્લેનમાર્ક ફાર્મા, ઓર્બિટ કોર્પોરેશન સહિતના 45 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ ગબડ્યા હતા.
 
એલએન્ડટી, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ વધ્યા જ્યારે ઇન્ફોસીસ, સન ફાર્મામાં ઘટાડો

સેન્સેક્સના 30માંથી 21 શેરો અને નિફ્ટી 50માંથી 33 શેરો વધીને બંધ રહ્યા છે. નિફ્ટીના ટોપ પાંચ ગેઇનર્સ છે ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા પાવર, ગેઇલ, એલએન્ડટી અને યસ બેન્ક, જે 5.55 ટકાથી 3.2 ટકા વધ્યા છે. સેન્સેક્સમાં એલએન્ડટી અને એચડીએફસી બેન્ક અનુક્રમે 3.80 ટકા અને 1.95 ટકા વધતા સેન્સેક્સને મોટો ટેકો મળ્યો છે. ઉપરાંત મારુતિ, એશિયન પેઇન્ટ, એચયુએલ, આઇટીસી, લુપિન, ટાટા સ્ટીલ સહિતના શેરો પર 2.84 ટકાથી 0.88 ટકા વધ્યા છે. જ્યારે ઇન્ફોસીસ, સન ફાર્મા, એમએન્ડએમ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી, ટીસીએસ 1.1 ટકાથી 0.27 ટકા ઘટ્યા છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rose 195 points and Nifty reclaimed 10,000 led by infra and banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.