• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rises 45 Points And Nifty Reaches On 10,400 Led By Axis Bank, NTPC, SBI

સેન્સેક્સ નીચલા સ્તરથી 200 અંક સુધરીને 45 અંક વધ્યો, નિફ્ટી 10,400 પર

સેન્સેક્સ નીચલા સ્તરથી 200 અંક સુધરીને 45 અંક વધ્યો, નિફ્ટી 10,400 પર

બિઝનેસ ડેસ્કઃ એસએન્ડપીએ રેટિંગ યથાવત જાળવતા અને ગુરુવારે એફએન્ડઓ એક્સપાયરીના કારણે બજારો સોમવારે બપોર સુધી દબાણમાં રહ્યા પછી વધીને બંધ રહ્યા છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે નીચી સપાટી 33,540.46થી આશરે 200 પોઇન્ટ ઊંચકાયો હતો અને 33,744.77ની ટોચને અડ્યો હતો. અંતે બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 45.20 પોઇન્ટ વધીને 33,724.44 પર બંધ રહ્યો છે. નિફ્ટી નીચે 10,340ને અડ્યો પછી 9.85 અંતે પોઇન્ટ વધીને 10,399.55 પર બંધ રહ્યો છે. એક્સિસ બેન્ક, એનટીપીસી અને એસબીઆઇ વધવામાં આગળ રહીને માર્કેટને ટેકો આપ્યો હતો. 

 

મીડિયા, ઇન્ફ્રા, રીયલ્ટી, પીએસયુ બેન્કો, ઓટો વધ્યા, મેટલમાં ઘટાડો


બજારમાં મીડિયા, ઇન્ફ્રા, રીયલ્ટી, પીએસયુ બેન્કો, ઓટો વધવામાં આગળ રહ્યા છે. એનએસઇમાં મીડિયા ઇન્ડેક્સ સૌથી વધુ 2.2 ટકા ઊછળ્યો છે. એ જ રીતે, રીયલ્ટી 0.87 ટકા, ઇન્ફ્રા 0.80 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.55 ટકા, બેન્ક નિફ્ટી 0.44 ટકા અને એનર્જી 0.29 ટકા વધ્યા છે. જ્યારે મેટલ 0.70 ટકા, એફએમસીજી 0.25 ટકા ઘટ્યા છે. 

 

એનટીપીસી, એક્સિસ બેન્ક, એસબીઆઇ વધ્યા જ્યારે ઇન્ફોસીસ, આઇટીસી ઘટ્યા


સેન્સેક્સમાં 30માંથી 17 શેરો વધીને બંધ રહ્યા છે તેમાં એનટીપીસી અને એક્સિસ બેન્ક અનુક્રમે 3.13 ટકા અને 2.73 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત એસબીઆઇ, ઓેએનજીસી, કોટક બેન્ક, સન ફાર્મા, એલએન્ડટી, એચડીએફસી બેન્ક અને રિલાયન્સ જેવા શેરો 1.41 ટકાથી 0.25 ટકા વચ્ચે વધ્યા છે. જયારે ઇન્ફોસીસ 1.23 ટકા ઘટ્યો છે. ઉપરાંત ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આઇટીસી, એચયુએલ, એએન્ડએમ, અદાણી પોર્ટસ સહિતના શેરો 0.90 ટકાથી 0.33 ટકા વચ્ચે ઘટ્યા છે.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rises 45 points and Nifty reaches on 10,400 led by Axis Bank, NTPC, SBI
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.