• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Rises 352 Points Led By Infra, Auto, Metal, Banks And Energy

ચોતરફી લેવાલીથી સેન્સેક્સ 352 અંક વધ્યો, ઇન્ફ્રા, ઓટો, મેટલ, બેન્કોમાં તેજી

ચોતરફી લેવાલીથી સેન્સેક્સ 352 અંક વધ્યો, ઇન્ફ્રા, ઓટો, મેટલ, બેન્કોમાં તેજી

બિઝનેસ ડેસ્કઃ રેટ કટની અનિશ્ચિતતા દૂર થયા પછી મજબૂત ગ્લોબલ સંકેતો અને યુરોપના બજારો વધવાથી ભારતીય શેરબજારમાં જોરદાર લેવાલી નિકળી હતી અને બેન્ચમાર્ક નિર્દેશાંકો ઊછળ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ પોઝિટિવ ખુલ્યા પછી બપોરે વધુ ઊંચકાયો હતો અને અંતે 352 અંક (1 ટકા) ઊછળીને 32,949 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી 122.60 (+1.22%) અંક વધીને 10,166.70 પર બંધ રહ્યો છે. તમામ સેક્ટર્સ લેવાલીથી વધ્યા છે તેમાં ઇન્ફ્રા, ઓટો, રીયલ્ટી, મેટલ અને પીએસયુ બેન્કો 2.7 ટકાથી 1.25 ટકા વચ્ચે વધીને મોખરે રહ્યા હતા.

 

ઇન્ફ્રા, ટેલિકોમ, ઓટો, મેટલ, રીયલ્ટી, એનર્જી સહિતના તમામ સેક્ટર્સમાં તેજી


પાછલા દિવસોમાં સાવચેત વલણના કારણે ઘટાડા બાદ ગુરુવારે ભારે લેવાલી નિકળી હતી. તેના કારણે તમામ સેક્ટર્સ વધ્યા છે. તેમાં ઇન્ફ્રા 2.7 ટકા, ઓટો 1.95 ટકા, રીયલ્ટી 1.87 ટકા, મેટલ 1.82 ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.25 ટકા વધીને આગળ રહ્યા છે. ઉપરાંત મીડિયા 1.39 ટકા, એનર્જી 1.37 ટકા, એફએમસીજી 0.88 ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી 0.83 ટકા વધીને 25,057.25 પર બંધ રહ્યો છે. બીએસઇમાં ટેલિકોમ જોરદાર 4.81 ટકા ઊછળ્યો છે. ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ 2.5 ટકા, કેપિટલ ગેઇન 2.10 ટકા, ઓઇલ એન્ડ ગેસ 1.87 ટકા, પાવર 2.13 ટકા અને ટેક 1.42 ટકા વધ્યા છે.

 

ભારતી, આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ, ઇન્ફોસીસ વધ્યા


સેન્સેક્સમાં 30માંથી 26 શેરો વધ્યા છે તેમાં ભારતી એરટેલ 6 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો હતો. બજારને ઊંચકનારા આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ, એલએન્ડટી, ભારતી, ઇન્ફોસીસ, એચડીએફસી જેવા શેરોએ 3.26 ટકાથી 0.67 ટકા વચ્ચે વધ્યા હતા. ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, ટાટા સ્ટીલ, એસબીઆઇ, એચયુએલ, ટાટા મોટર્સ જેવા શેરો 3.3 ટકાથી 1.35 ટકા વધ્યા છે. જ્યારે કોલ ઇન્ડિયા, સન ફાર્મા, ટીસીએસ, વિપ્રો, સિપ્લા ઘટ્યા છે.

 

L&Tને રૂ.1600 કરોડનો ઓર્ડર મળતા શેર  2.5% ઊછળ્યો


એલએન્ડટીની પેટાકંપની એલએન્ડટી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન તરફીત 1600 કરોડ રૂપિયાનો ઓર્ડર મળતા એલએન્ડટીનો શેર ગુરુવારે 2.6 ટકા ઊછળીને રૂ.1228.75ને અડ્યો હતો.

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex rises 352 points led by infra, auto, metal, banks and energy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.