• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Moved 600 Points Up-Down And Closed 32 Points Up Led By PSU Banks

સેન્સેક્સ 700 અંકની ચડ-ઉતરનાં અંતે 32 અંક વધીને બંધ, પીએસયુ બેન્ક શેરોમાં તેજી

સેન્સેક્સ 700 અંકની ચડ-ઉતરનાં અંતે 32 અંક વધીને બંધ, પીએસયુ બેન્ક શેરોમાં તેજી
બિઝનેસ ડેસ્કઃગુરુવારે બજારો પ્રારંભિક વધારો બતાવ્યા પછી ઘટ્યા હતા પરંતુ અંતે સાધારણ વધીને બંધ રહ્યા છે. સેન્સેક્સ સવારે 158 પોઇન્ટ વધીને ખુલ્યો હતો અને વધુ 245 પોઇન્ટ વધીને 33,464ને અડ્યા પછી ઘટીને નીચે 33,111.54ને અડી ગયો હતો જે ઉપલા સ્તરથી 353 અંકનો ઘટાડો બતાવે છે. આમ કુલ 700થી વધુ અંકની વધઘટના અંતે સેન્સેક્સ 32.12 (+0.10%) પોઇન્ટ વધીને 33,250.93 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર 10,368.45 અને નીચે 10,266.95 વચ્ચે ફરીને અંતે 5.80 અંક વધીને 10,308.95 પર બંધ આવ્યો છે. બેન્કિંગ સેક્ટરની તેજીથી માર્કેટ વધ્યું હતું.
 
સેન્સેક્સને ઊંચકવામાં આ પાંચ શેરનો મોટો ફાળો

આજના સેશનમાં પાંચ શેરો રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, એસબીઆઇ અને ભારતી એરટેલનો સેન્સેક્સને ટેકો આપવામાં મોટો ફાળો રહ્યો હતો. ભારતી એરટેલ 2.4 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. તે સિવાયના શેરો 2 ટકાથી 0.48 ટકા વચ્ચે વધ્યા હતા. સેન્સેક્સમાં 17 શેરો વધીને બંધ રહ્યા હતા.
 
પીએસયુ બેન્કો વધવામાં અગ્રેસર

આજે ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં વધુ તેજી જોવા મળી છે. તેમાં ખાસ કરીને પીએસયુ બેન્કોમાં તેજીના કારણે એનએસઇમાં આ ઇન્ડેક્સ 1.55 ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી 0.42 ટકા વધીને 25,291.35 પર બંધ રહ્યો છે. પીએસયુ બેન્કો બેન્ક ઓફ બરોડા 1.8 ટકા, પીએનબી 1.5 ટકા, એસબીઆઇ 1.3 ટકા વધી હતી. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક 1.90 ટકા એચડીએફસી બેન્ક 0.48 ટકા, યસ બેન્ક 0.33 ટકા વધી હતી. 
 
એનર્જી, ઇન્ફ્રા, મેટલ પણ વધ્યા જ્યારે ફાર્મામાં ઘટાડો
 
એનએસઇમાં એનર્જી ઇન્ડેક્સ 0.56 ટકા, મેટલ ઇન્ડેક્સ 0.46 ટકા અને ઇન્ફ્રા 0.38 ટકા વધ્યા છે. જ્યારે આઇટી સપાટ રહ્યું હતું. ફાર્મા સૌથી વધુ 0.62 ટકા ઘટ્યું હતું.
 
આઇટીસી, એચડીએફસી ગબડ્યા

સેન્સેક્સમાં આઇટીસી સૌથી વધુ 2 ટકા ઘટીને ટોપ લુઝર બન્યો હતો. ઉપરાંત એચડીએફસી, ઓઓનજીસી, એક્સિસ બેન્ક, હીરોમોટોકોર્પ, સન ફાર્મા અને મારુતિ 1.33 ટકાથી 0.34 ટકા વચ્ચે ઘટ્યા હતા.
 
મિડકેપ અને સ્મોલકેપમાં તેજી

જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી તેજી જોવા મળી છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.98 ટકા અને સ્મોલકેપ ઇન્ડેકક્સ 0.76 ટકા વધ્યા છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex moved 600 points up-down and closed 32 points up led by PSU banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.