• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Jumps 348 Points Above 32,000 Led By Strong Rally In RIL

સેન્સેક્સ 348 અંક ઊછળીને 32,000 ઉપર, નિફ્ટી 116 પોઇન્ટ વધ્યો, RIL ટોપ ગેઇનર

સેન્સેક્સ 348 અંક ઊછળીને 32,000 ઉપર, નિફ્ટી 116 પોઇન્ટ વધ્યો, RIL ટોપ ગેઇનર
બિઝનેસ ડેસ્કઃ ગુરુવારે ધીમી શરૂઆત પછી ભારતીય બેન્ચમાર્ક નિર્દેશાંકો વધતા જઇને અંતે દિવસની ઊંચી સપાટી નજીક બંધ રહ્યા છે. સેન્સેક્સ ગુરુવારે 348.23 (+1.09%) પોઇન્ટ વધીને 32,182.22 પર બંધ રહ્યો છે. નિફ્ટી 111.60 (+1.12%) વધીને 10,096.40 પર બંધ રહ્યો છે. મેટલ, એનર્જી, ફાર્મા અને એફએમસીજીની આગેવાનીમાં બજારો ઊંચકાયા છે. રિલાયન્સે 3.82 ટકા ઊછળીને મોટા ભાગની તેજીનું નેતૃત્વ કર્યું છે.
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 4 ટકાનો ઊછાળો

આજના સેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી પાવરફૂલ ચાલ સાથે બજારને બળ પૂરું પાડ્યું હતું. બીએસઇમાં આરઆઇએલ ઇન્ટ્રા-ડે 4 ટકા ઊછળીને રૂ.876ની નવી 52 સપ્તાહની ટોચ બનાવી હતી અને અંતે 3.82 ટકા વધીને રૂ.872.50 પર ટોપ ગેઇનર બંધ રહ્યો છે.
 
સન ફાર્મા 4 ટકા ઊછળ્યો

યુએસ એફડીએ દ્વારા સન ફાર્માના દાદરા પ્લાન્ટની તપાસના અંતે ક્લિન ચિટ મળતા શેરમાં જોરદાર 4 ટકા ઊછાળો આવ્યો હતો અને રૂ.548ની ટોચને અડ્યો હતો. સેન્સેક્સમાં આ શેર અંતે 2.6 ટકા વધીને બીજો ટોપ ગેઇનર રહ્યો હતો.
 
એનર્જી, મેટલ, ફાર્મા, એફએમસીજી અને રીયલ્ટી સૌથી વધુ વધ્યા

આજના મજબૂત સેશનમાં લગભગ તમામ સેક્ટર્સ પોઝિટિવ રહ્યા હતા. તેમાં એનર્જી, મેટલ, ફાર્મા, એફએમસીજી અને રીયલ્ટી સૌથી વધુ વધ્યા હતા. એનએસઇમાં મેટલ 2 ટકા, એનર્જી 1.97 ટકા, રીયલ્ટી 1.68 ટકા, ફાર્મા 1.44 ટકા, એફએમસીજી 1.14 ટકા વધ્યા હતા. આ ઉપરાંત બેન્ક નિફ્ટી, ઓટો, ઇન્ફ્રા અને આઇટી આશરે 1 ટકા જેટલા વધ્યા છે. જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સાધારણ નરમ રહ્યો હતો.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex jumps 348 points above 32,000 led by strong rally in RIL
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.