• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Jumps 276 Points To Above 32,000 Led By Pharma, Banks And Realty

સેન્સેક્સ 276 અંક ઊછળીને 32,000ની પાર, નિફ્ટી 87 અંક વધ્યો, ફાર્મા, રીયલ્ટી, બેન્કોમાં તેજી

સેન્સેક્સ 276 અંક ઊછળીને 32,000ની પાર, નિફ્ટી 87 અંક વધ્યો, ફાર્મા, રીયલ્ટી, બેન્કોમાં તેજી
બિઝનેસ ડેસ્કઃ વૈશ્વિક બજારોમાં મજબૂતીના પગલે ભારતીય બજારમાં આજે પણ તેજી આગળ વધી છે. સેન્સેક્સ મંગળવારે 276.50 (+0.87%) પોઇન્ટ વધીને 32,158.66 પર બંધ રહ્યો છે. નિફ્ટી 87 (+0.87%) અંક વધીને 10,093 પર બંધ આવ્યો છે. ફાર્મા, રીયલ્ટી, એફએમસીજી, પીએસયુ બેન્કો, મેટલ, એફએમસીજી, એનર્જી, ઓટો 2.2 ટકાથી 1 ટકા વધીને અગ્રેસર રહ્યા છે.
 
બજારમાં તેજીના કારણો

- અમેરિકામાં ઇરમા વાવાઝોડુ નબળું પડવાથી અમેરિકાના બજારોમાં ઉત્સાહ દેખાયો છે.
- અમેરિકી બજારો વધવાથી મંગળવારે એશિયા અને યુરોપના બજારો વધ્યા છે.
- ઉત્તર કોરીયા પર પ્રતિબંધ અંગે અમેરિકાનું વલણ નરમ બનતા રોકાણકારોની ચિંતા ઘટી છે.
 
ફાર્મા, રીયલ્ટી, એફએમસીજી, ઓટો, મેટલ તેજીમાં અગ્રેસર

બજારમાં ચોતરફી ખરીદી આવતા તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી છે. તેમાં ફાર્મા, રીયલ્ટી, એફએમસીજી, ઓટો, મેટલ, પીએસયુ બેન્કો, એનર્જી વધવામાં આગળ રહ્યા છે. એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 2.18 ટકા તથા રીયલ્ટી 2 ટકા વધીને મોખરે હતા. ઉપરાંત પીએસયુ બેન્કો, એનર્જી, ઓટો અને મેટલ પણ 1 ટકા જેટલા વધ્યા છે. 
 
145 શેરો 52 સપ્તાહની ટોચ પર

મંગળવારની તેજી વચ્ચે એસીસી, અંબુજા સીમેન્ટ, અશોક લેલેન્ડ, એશિયન પેઇન્ટ્સ, ડીએચએફસી, એડલવાઇઝ ફાઇ. સર્વિસીસ, ગોદરેજ પ્રોપર્ટી, એચડીએફસી બેન્ક, એચયુએલ, આઇજીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, પેટ્રોનેટ એલએનજી, રેન ઇન્ડ., ટાટા સ્ટીલ સહિતના 145 શેરો બીએસઇમાં 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા છે.
 
ટાટા સ્ટીલ, બીપીસીએલ, આઇટીસી, એચડીએફસી, સન ફાર્મા ઊછળ્યા
 
સેન્સેક્સના 30માંથી 26 શેરો અને નિફ્ટીના 50માંથી 41 શેરો વધીને બંધ રહ્યા છે. નિફ્ટીના ટોપ 5 શેરોમાં બીપીસીએલ, ગેઇલ, ટાટા મોટર્સ, બેન્ક ઓફ બરોડા, સન ફાર્મા 4.36 ટકાથી 3.42 ટકા વધ્યા છે. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 3.3 ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યો છે. ઉપરાંત સન ફાર્મા, ટાટા મોટર્સ, એચયુએલ પણ 3.17 ટકા, 3.14 ટકા અને 2.26 ટકા વધ્યા છે. સેન્સેક્સને ઊંચકવામાં આઇટીસી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ, એચયુએલ, રિલાયન્સ, કોટક બેન્કનો ફાળો રહ્યો હતો. જ્યારે વિપ્રો, ઓએનજીસી, હીરો મોટોકોર્પ અને એનટીપીસી ઘટીને બંધ રહ્યા છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex jumps 276 points to above 32,000 led by pharma, banks and realty
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.