• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Dropped 316 Points And Nifty Below 10150 Due To Selling In Heavy Weights

ચોતરફી વેચવાલીથી સેન્સેક્સ 316 અંક ઘટ્યો, રોકાણકારોના ધોવાયા રૂ.1.43 લાખ કરોડ

ચોતરફી વેચવાલીથી સેન્સેક્સ 316 અંક ઘટ્યો, રોકાણકારોના ધોવાયા રૂ.1.43 લાખ કરોડ

બિઝનેસ ડેસ્કઃશુક્રવારે બજારો વધીને ખુલ્યા પછી બપોરે વેચવાલી આવતા ગબડ્યા હતા. હેવીવેઇટ શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, એસબીઆઇ, એચડીએફસી, ઇન્ફોસીસ અને એચડીએફસી બેન્કમાં વેચવાલીથી બજારમાં દબાણ આવ્યું હતું. સેશનના અંતે સેન્સેક્સ 316 અંક ગબડીને 32,832.94 પર બંધ રહ્યો છે. નિફ્ટી 105 અંક ઘટીને 10,121 પર બંધ રહ્યો છે. બેન્કિંગ, ફાર્મા, મેટલ, આઇટી, રીયલ્ટી, ઇન્ફ્રા અને એનર્જી એમ તમામ સેક્ટર્સમાં વેચવાલીથી 2.3 ટકાથી 0.55 ટકાનો ઘટાડો આવ્યો છે. આજના ઘટાડાથી રોકાણકારોના 1.43 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે.

 

માર્કેટમાં ઘટાડાનું કારણ


- ફોર્ચ્યુન ફિસ્કલના ડાયરેક્ટર જગદીશ ઠક્કર કહે છે કે ગુરુવારે ફિસ્કલ ડેફિસિટના આંકડાથી વિદેશી રોકાણકારોને ચિંતા વધી છે. 2017-18ના પ્રથમ 7 માસમાં ફિસ્કલ ડેફિસિટ 96 ટકાના ટાર્ગેટ સાથે 5.2 લાખ કરોડ થઇ છે, જે બજેટ અનુમાનથી વધારે છે.
- ક્રુડ ઓઇલની કિંમતમાં તેજીથી મોંઘવારી વધવાની શંકા છે. એ જ રીતે, આરબીઆઇ દ્વારા વ્યાજ દરમાં કાપની પણ શક્યતા ઓછી છે. તેથી રોકાણકારો નિરાશ છે.

 

વોલેટિલિટી ઇન્ડેક્સ 10 ટકા વધ્યો


શુક્રવારના સેશનમાં વેચવાલીના દબાણ વચ્ચે વોલેટિલિટી ઇન્ડેક્સ ઊછળ્યો છે. એનએસઇનો ઇન્ડિયા VIX 10.86 ટકા વધીને 15 પર પહોંચી ગયો છે. આમ, બજારમાં વોલેટિલિટી વધવાનું અનુમાન છે.

 

પીએસયુ બેન્કો, રીયલ્ટી, ફાર્મા, મેટલ, આઇટી, ઇન્ફ્રા તૂ્ટ્યા


બજારમાં ચોતરફી વેચવાલીથી મોટા ભાગના સેક્ટર્સ ઘટી ગયા છે. એનએસઇમાં સૌથી વધુ ઘટેલા સેક્ટરોલ ઇન્ડેક્સ જોઇએ તો પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 2.33 ટકા ગબડ્યો છે. ઉપરાંત મીડિયા, 2 ટકા, રીયલ્ટી 1.98 ટકા, ફાર્મા 1.68 ટકા, મેટલ 1.64 ટકા, આઇટી 1.50 ટકા, ઇન્ફ્રા 1.32 ટકા, એનર્જી 1.30 ટકા, ઓટો 0.93 ટકા અને એફએમસીજી 0.59 ટકા ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 0.55 ટકા ઘટીને 25,192 પર બંધ રહ્યો છે. 

(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex dropped 316 points and Nifty below 10150 due to selling in heavy weights
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.