• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Dropped 281 Points And Nifty Closed Below 10,300 Due To Selling In Metal, Infra

પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 281 અંક ગબડ્યો, મેટલ-ઇન્ફ્રા, એનર્જીમાં વેચવાલી

પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 281 અંક ગબડ્યો, મેટલ-ઇન્ફ્રા, એનર્જીમાં વેચવાલી
ડેસ્કઃ સોમવારે ચોતરફી ભારે વેચવાલીના દબાણથી બજારો ગબડ્યા છે. સેન્સેક્સ સવારે ખુલતામાં 100 પોઇન્ટ વધ્યો હતો પરંતુ પછી પ્રોફિટ બુકિંગ વધતા ઘટતો રહ્યો હતો અને અંતે -281.00 (-0.84%) પોઇન્ટ ઘટીને 33,033.56 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ -96.80 (-0.94%) પોઇન્ટ ઘટીને 10,224.95 પર બંધ રહ્યો છે. મેટલ, ઇન્ફ્રા, રીયલ્ટી સેક્ટર્સમાં વધારે વેચવાલી જોવા મળી છે.  

માર્કેટમાં ઘટાડાના કારણો

- કાર્વી સ્ટોક એક્સચેન્જના વીપી અંબરિષ બાલિગાનું કહેવું છે કે જિયોપોલિટિકલ ટેન્શન વધવાની અસર માર્કેટ પર જણાઇ રહી છે. પશ્ચિમ એશિયામાં વધતા ટેન્શન પર રોકાણકારોની નજર છે.
- પશ્ચિમ એશિયામાં ટેન્શન વધતા ઓઇલ એન્ડ ગેસ શેરોમાં મોટા ઘટાડાથી માર્કેટ પર દબાણ વધ્યું છે.
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ દેખાવથી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સુસ્ત બન્યું છે. માર્કેટમાં તેની અસર પડી છે અને ઇન્ફ્રા સેક્ટરમાં વેચવાલી આવી છે.
- હેવીવેઇટ શેરો રિલાયન્સ, એલએન્ડટી, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલ જેવા શેરોમાં વેચવાલીથી માર્કેટ પર દબાણ વધ્યું છે.
 
મેટલ, ઇન્ફ્રા, રીયલ્ટી, એનર્જી બેન્કિંગ, એફએમસીજી ગબડ્યા

આજના સેશનમાં આઇટી સિવાયના તમામ સેક્ટર્સમાં ઘટાડો આવ્યો છે તેમાં ખાસ કરીને મેટલ, ઇન્ફ્રા, એનર્જી સેક્ટર વધુ ઘટ્યા છે. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ 1.89 ટકા તૂટ્યું છે. ઉપરાંત ઇન્ફ્રા 1.5 ટકા, રીયલ્ટી 1.4 ટકા, એનર્જી 0.91 ટકા, એફએમસીજી 0.99 ટકા, ફાર્મા 0.78 ટકા અને બેન્કિંગ ઇન્ડેક્સ પણ 0.55 ટકા ઘટ્યો છે. જ્યારે આઇટી સેક્ટર સાધારણ 0.12 ટકા વધીને સપાટ છે. 
 
અદાણી પોર્ટસ, એચડીએફસી, રિલાયન્સ ગબડ્યા જ્યારે ટીસીએસ, સન ફાર્મા વધ્યા
 
સેન્સેક્સમાં ઘટેલા 25 શેરોમાં અદાણી પોર્ટ્સ 4.11 ટકા ગબડીને ટોપ લુઝર બંધ રહ્યો છે. એચડીએફસી, એલએન્ડટી, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇટીસી, ઓએનજીસી, ઇન્ફોસીસ જેવા શેરો 3.4 ટકાથી 0.92 ટકા વચ્ચે ઘટ્યા છે. તેના કારણે બજાર પર દબાણ વધી ગયું હતું. જ્યારે વધેલા શેરોમાં ટીસીએસ 2.13 ટકા, સન ફાર્મા 1 ટકા, એમએન્ડએમ 1.27 ટકા વધ્યા છે.
 
અદાણી પોર્ટસનો નફો ઘટતા શેર 4 ટકા તૂટ્યો

નાણાકીય વર્ષ 2017-18ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અદાણી પોર્ટસનો નફો 7.9 ટકા ઘટીને રૂ.992.4 કરોડ થયો હતો અને આવક 24.6 ટકા વધીને રૂ.2706.11 કરોડ થઇ હતી. બીએસઇમાં અદાણી પોર્ટસનો શેર 4.3 ટકા તૂટીને રૂ.411ની નીચી સપાટીને અડ્યો હતો અને અંતે રૂ.414 પર બંધ રહ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex dropped 281 points and Nifty closed below 10,300 due to selling in metal, infra
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.