• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Dropped 153 Points And Nifty Down By 47 Points Due To Selling

સતત બીજા દિવસે બજારમાં ઘટાડો, સેન્સેક્સ 152 અંક ઘટ્યો, PSU બેન્કોમાં વેચવાલી

સતત બીજા દિવસે બજારમાં ઘટાડો, સેન્સેક્સ 152 અંક ઘટ્યો, PSU બેન્કોમાં વેચવાલી
બિઝનેસ ડેસ્કઃ બજારો બુધવારે સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યા છે. સેન્સેક્સ બપોર સુધી સાધારણ વધી ઘટીને ચાલ્યા પછી અંતે -151.95 (-0.46%) ઘટીને 33,218.81 પર બંધ રહ્યો છે. નિફ્ટી -47.00 (-0.45%) પોઇન્ટ ઘટીને 10,303.15 પર બંધ આવ્યો છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 2 ટકા તૂટ્યો છે. 
 
પીએસયુ બેન્ક ઇન્ડેક્સ, મેટલ, ઓટો ઘટ્યા, જ્યારે ફાર્મા અને આઇટી વધ્યા

આજના સેશનમાં મોટા ભાગના સેક્ટર્સમાં ઘટાડો આવ્યો છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 2 ટકા ગબડ્યા છે.  ઉપરાંત એનર્જી 1.42 ટકા, મેટલ 1.38 ટકા, રીયલ્ટી 0.78 ટકા, ઓટો 0.70 ટકા અને ઇન્ફ્રા 0.45 ટકા ઘટ્યા છે. બેન્ક નિફટી 0.46 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 0.58 ટકા ઘટ્યા છે. જોકે, આઇટી અને ફાર્મા અનુક્રમે 0.66 ટકા અને 0.27 ટકા વધેલા છે. 
 
બે દિવસમાં રોકાણકારોના ડૂબ્યા 2.42 લાખ કરોડ

બજારમાં સતત બે દિવસ ઘટાડો આવ્યો છે. મંગળવારે સેન્સેક્સ 360 અંક ઘટ્યો હતો. તેમાં રોકાણકારોની રૂ.17,0992.83 કરોડની મૂડી ધોવાઇ હતી. બુધવારે સેન્સેક્સ 152 અંક ઘટ્યો છે. આ બે દિવસમાં બીએસઇ માર્કેટ કેપ રૂ.1,44,49,304.18 કરોડથી રૂ.71,867.18 કરોડ ઘટીને રૂ.1,43,77,437 કરોડ થયું છે. આમ, રોકાણકારોને 71,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
 
ભારતી એરટેલ 7 ટકા તૂટ્યો

ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર 7 ટકા ગબડીને રૂ.480ના નીચા સ્તરને અડ્યો હતો. કતારની થ્રી પિલર્સ પીટીઇ એરટેલમાં તેનો આખો હિસ્સો બ્લોક ડીલ મારફત વેચી રહી છે. આ સમાચારથી શેર 7.15 ટકા તૂટ્યો હતો. અંતે આ શેર 3.73 ટકાના ઘટાડા સાથે રૂ.495 પર બંધ રહ્યો છે.
 
રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઇ ઘટ્યા
 
સેન્સેક્સમાં રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઇ, ટાટા મોટર્સ સહિતના 18 શેરો ગબડ્યા છે. ભારતી એરટેલ ઇન્ટ્રા-ડે 7 ટકા તૂટ્યો હતો અને અંતે 3.7 ટકા ઘટીને રૂ.494 પર બંધ રહ્યો છે. જ્યારે એક્સિસ બેન્ક, સન ફાર્મા, એશિયન પેઇન્ટ, સિપ્લા વધ્યા છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex dropped 153 points and Nifty down by 47 points due to selling
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.