• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Crashed 318 Points And Nifty Tumbled To 9700 Due To Sharp Selling In Banks

સેન્સેક્સ 318 અંક ગબડ્યો, નિફ્ટી 9,700ના સ્તરે બંધ, PSU બેન્કો, મેટલમાં વેચવાલી, SBI 5% તૂટયો

સેન્સેક્સ 318 અંક ગબડ્યો, નિફ્ટી 9,700ના સ્તરે બંધ, PSU બેન્કો, મેટલમાં વેચવાલી, SBI 5% તૂટયો
બિઝનેસ ડેસ્કઃ નેગેટિવ ગ્લોબલ સંકેતો ઉપરાંત એસબીઆઇની એનપીએ જૂન ક્વાર્ટરમાં વધવાથી પીએસયુ બેન્કો સહિતના શેરોમાં આવેલી જોરદાર વેચવાલીથી બેન્ચમાર્ક નિર્દેશાંકો શુક્રવારે સતત પાંચમા દિવસે ગબડ્યા હતા. તે દરમિયાન નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 9700ની સપાટી તોડી હતી. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 400 પોઇન્ટ ગબડ્યો હતો અને અંતે -317.74 (-1.01%) પોઇન્ટના ઘટાડા સાથે 31,213.59 પર બંધ રહ્યો હતો. નિફ્ટી -109.45 (-1.11%) પોઇન્ટ ઘટીને 9,710.80 પર બંધ આવ્યો છે. એસબીઆઇ સૌથી વધુ 5 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ પણ 5 ટકા ગબડ્યો છે.
 
એનપીએમાં વધવાથી એસબીઆઇનો શેર 5 ટકા ગબડ્યો
 
જૂન ક્વાર્ટરના પરિણામમાં એસબીઆઇની એનપીએમાં વધારો થવાથી શેરમાં વેચવાલી આવી હતી અને પરિણામ પહેલા વધેલો એસબીઆઇનો શેર 5 ટકા તૂટ્યો હતો. આમાં રૂ.302ની ટોચથી એસબીઆઇનો શેર તૂટીને નીચે 278ના તળિયે અડ્યો હતો. આમ શેરમાં ટોચથી 9 ટકાનો ઘટાડો આવ્યો હતો. 
 
પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5 ટકા ગબડ્યો, બેન્ક નિફ્ટીમાં ઘટાડો

એસબીઆઇના શેરમાં વેચવાલીની સાથે અન્ય સરકારી બેન્કોમાં શેરો બેન્ક ઓફ બરોડા 3.74 ટકા, પીએનબી 2.23 ટકા ઘટ્યા હતા. તેના પગલે એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 4.85 ટકા તૂટ્યો હતો. બેન્ક નિફ્ટી 0.96 ટકા ઘટીને 23,985.75 થયો હતો. બીએસઇ બેન્કેક્સ 0.9 ટકા ગબડ્યો હતો. ખાનગી બેન્કોના શેરોમાં એચડીએફસી બેન્ક 0.50 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 0.62 ટકા, કોટક બેન્ક 0.68 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.18 ટકા ઘટ્યા હતા. જોકે, એક્સિસ બેન્ક 0.80 ટકા, ફેડરલ બેન્ક 0.67 ટકા અને યસ બેન્ક 0.52 ટકા વધ્યા હતા.
 
મેટલ, ઓટો, ઇન્ફ્રા, એનર્જી અને એફએમસીજી પણ ઘટ્યા

બજારમાં ચોતરફી વેચવાલીથી અન્ય સેક્ટર્સમાં મેટલ 3.37 ટકા, ઓટો 1.40 ટકા, મીડિયા 1.29 ટકા, ઇન્ફ્રા અને એનર્જી 1 ટકા, રીયલ્ટી 0.93 ટકા, એફએમસીજી 0.83 ટકા અને આઇટી 0.14 ટકા ઘટ્યા હતા. જ્યારે ફાર્મા સાધારણ 0.10 ટકા વધ્યું હતું
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex crashed 318 points and Nifty tumbled to 9700 due to sharp selling in banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.