• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Closed Weak By 52 Points Due To Selling In IT And Pharma Stocks

સુસ્ત ચાલના અંતે સેન્સેક્સ 52 અંક ઘટ્યો, આઇટી- ફાર્મા શેરોમાં વેચાણ, PSU બેન્કો, મેટલમાં તેજી

સુસ્ત ચાલના અંતે સેન્સેક્સ 52 અંક ઘટ્યો, આઇટી- ફાર્મા શેરોમાં વેચાણ, PSU બેન્કો, મેટલમાં તેજી
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજાર સોમવારે સુસ્ત ટ્રેડના અંતે ઘટીને બંધ રહ્યું છે. સેન્સેક્સ દિવસ દરમિયાન ઉપર અને નીચે 140 પોઇન્ટની રેન્જમાં ફર્યા પછી અંતે -51.74 (-0.16%) પોઇન્ટ ઘટીને 32,273.67 પર બંધ રહ્યો છે. નિફ્ટી -9 પોઇન્ટ નરમ થઇને 10,057.40 પર બંધ થયો છે. ખાસ કરીને આઇટી અને ફાર્મા પર વેચવાલીનું દબાણ આવ્યું હતું. જોકે, બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યા છે.
 
આઇટી, ફાર્મામાં ઘટાડો જ્યારે પીએસયુ બેન્ક, મેટલ અને રીયલ્ટીમાં તેજી

જોકે, આઇટી, ફાર્મા અને મીડિયા સિવાયના સેક્ટર્સ પોઝિટિવ બંધ રહ્યા છે. આઇટી ઇન્ડેક્સ 0.82 ટકા, મીડિયા 0.52 ટકા અને ફાર્મા 0.33 ટકા ઘટ્યા હતા. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.46 ટકા, મેટલ 1.21 ટકા અને રીયલ્ટી 1.30 ટકા વધીને મોખરે રહ્યા હતા. બેન્ક નિફ્ટી 0.28 ટકા વધીને 24,896 પર બંધ રહ્યો છે. ઉપરાંત એનર્જી 0.43 ટકા, ઓટો 0.16 ટકા અને ઇન્ફ્રા 0.12 ટકા વધ્યા છે. એફએમસીજી ફ્લેટ રહ્યો હતો. 
 
ઇન્ફોસીસ, એચડીએફસી, એચયુએલ, રિલાયન્સ, ટીસીએસ ગબડ્યા, જ્યારે ટાટા સ્ટીલ, એસબીઆઇ વધ્યા
 
સેન્સેક્સમાં 30માંથી 22 શેરો ગબડ્યા છે. તેમાં ઇન્ફોસીસ, એચડીએફસી, એચયુએલ, રિલાયન્સ, ટીસીએસ અને એમએન્ડએમ જેવા ધૂરંધર શેરો 1.86 ટકાથી 0.34 ટકા વચ્ચે ગબડતા બજાર ઘટી ગયું હતું. આ ઉપરાંત ડો રેડ્ડી, એનટીપીસી, ટાટા મોટર્સ,ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, હીરો મોટોકોકર્પ, ઓએનજીસી, વિપ્રો જેવા શેરો પણ ઘટીને બંધ રહ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ 4.3 ટકા, એસબીઆઇ 1.75 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.13 ટકા, મારુતિ 0.66 ટકા અન એલએન્ડટી 0.24 ટકા વધ્યા છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex closed weak by 52 points due to selling in IT and pharma stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.