• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex And Nifty Closed Nearly Flat As Market Lost Initial Gain Due To Profit Booking

સેન્સેક્સ ઊછાળો ગુમાવીને અંતે 27 અંક પ્લસ, નિફ્ટી રેકોર્ડ હાઇ નજીક અડીને અંતે 14 અંક ઘટ્યો

સેન્સેક્સ ઊછાળો ગુમાવીને અંતે 27 અંક પ્લસ, નિફ્ટી રેકોર્ડ હાઇ નજીક અડીને અંતે 14 અંક ઘટ્યો
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારો બુધવારે સતત ચોથા દિવસે તેજીમાં રહ્યા હતા પરંતુ છેલ્લા એક કલાકમાં પ્રોફિટ બુકિંગના કારણે ઊછાળો દિવસનો ઊછાળો ધોવાઇ ગયો હતો. સેન્સેક્સ બુધવારે વધીને ખુલ્યો હતો અને 190 પોઇન્ટ વધીને 32,348ની ટોચે ગયો હતો પરંતુ ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતા ઊછાળો ઓસર્યો હતો અને બીએસઇ ઇન્ડેક્સ અંતે માત્ર 27.75 પોઇન્ટ વધીને 32,186.41 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે 10.131.95ની ટોચ બનાવી હતી જે ઓલટાઇમ રેકોર્ડ સપાટી 10,137.85થી માત્ર 6 પોઇન્ટ જ નીચી હતી. નિફ્ટી અંતે 13.75 અંક ઘટીને 10,079.30 પર બંધ રહ્યો છે.
 
રીયલ્ટી, મેટલ, એફએમસીજી, ઓટોમાં પ્રોફિટ બુકિંગ, ફાર્મા ઇન્ડેક્સ 1.6 ટકા ઊછળ્યો

આજના સેશનમાં વધુ પ્રોફિટ બુકિંગ રીયલ્ટી, મેટલ અને એફએમસીજીમાં આવ્યું હતું. એનએસઇમાં આ સેક્ટરના ઇન્ડાઇસીસ અનુક્રમે 1.26 ટકા અને 1.08 ટકા ગબડ્યા હતા. ઉપરાંત ઓટો 0.46 ટકા અને ઇન્ફ્રા 0.35 ટકા ઘટ્યા હતા. જ્યારે ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 1.61 ટકા ઊછળ્યો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.35 ટકા વધ્યો હતો. એનર્જી 0.24 ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી 0.19 ટકા વધીનવે 24,831.80 પર બંધ રહ્યો હતો.
 
આઇટીસી, એચડીએફસી, એલએન્ડટી ગબડ્યા, જ્યારે સન ફાર્મા, રિલાયન્સમાં ઊછાળો

સેન્સેક્સમાં 30માંથી 20 શેરો ઘટીને અને 11 શેરો વધીને બંધ રહ્યા છે. આઇટીસી સૌથી વધુ 2.18 ટકા ગબડ્યો હતો. ઉપરાંત એચડીએફસી, ભારતી, વિપ્રો, હીરો મોટોકોર્પ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, મારુતિ જેવા શેરો 1 ટકાથી 0.50 ટકા વચ્ચે ઘટી ગયા હતા. જ્યારે સન ફાર્મા સૌથી વધુ 4 ટકા ઊછળી ટોપ ગેઇનર બન્યો હતો. ઉપરાંત રિલાયન્સ 3.13 ટકા, ડો રેડ્ડી 2 ટકા, લુપિન 1 ટકા વધ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sensex and Nifty closed nearly flat as market lost initial gain due to profit booking
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.