• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sebi Suspends Trading In Stocks Of 331 Shell Companies

331 સંદિગ્ધ શેલ કંપનીઓમાં ટ્રેડિંગ બંધ, તમારી પાસે તો નથીને આ શેરો?

નવી દિલ્હીઃ સેબીના આદેશથી 331 શંકાસ્પદ શેલ કંપનીઓને પર મોટી કાર્યવાહી થઇ છે. મંગળવારથી શેરબજારમાં આ કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીના કારણે આ શેરોનું ઝડપથી ડીલિસ્ટિંગ થઇ શકે છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ તાજેતરમાં એવી 331 કંપનીઓની લિસ્ટ તૈયાર કરી હતી જે શેલ કંપનીઓ હોવાની શંકા હતી. આ કંપનીઓનું ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ કરવામાં આવશે અને જો જરૂર પડશે તો તેમની શાખની તપાસ કરવા માટે ફોરેન્સિક ઓડિટ પણ થઇ શકે છે.
 
331 સંદિગ્ધ શેલ કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ બંધ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ), નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ (એમએસઇ)ને મોકલેલા મેસેજમાં આ 331 શેરોને તાત્કાલિક અસરથી ગ્રેડેડ સર્વેલન્સ મિકેનિઝમ (જીએસએમ)ના સ્ટેજ 4માં નાખવા જણાવ્યું હતું. મીડિયાના રીપોર્ટસ પ્રમાણે, મંગળવારે બીએસઇએ આ બધા શેરોને જીએસએમના સ્ટેજ 4માં નાખ્યા હતા.
 
મહિનામાં માત્ર એક જ વાર થઇ શકશે ટ્રેડ

તેનો અર્થ છે કે આ શેરોમાં હવે સામાન્ય ટ્રેડિંગ નહિ થઇ શકે. હવે આ શેરો ટ્રેડિંગ માટે પણ ઉપલબ્ધ નહિ થઇ શકે. જીએસએમ સ્ટેજ 4ના શેરોમાં મહિને એક જ વાર ટ્રેડિંગ થાય છે, જે ટ્રેડ-ટુ-ટ્રેડ કેટેગરી અનુસાર થાય છે.
 
નહિ વધે શેરની કિંમત

આ સાથે આ શેરમાં પાછલા ટ્રેડિંગની કિંમતની તુલનામાં ઉપર તરફ પ્રાઇસ મુવમેન્ટની મંજૂરી નહિ મળે. જોકે, એવું થશે તો બાયરે ટ્રેડ વેલ્યુની 200 ટકા એડિશનલ સર્વેલન્સ ડિપોઝિટ જમા કરાવવી પડશે. આ રકમને એક્સેન્જીસ 5 મહિના સુધી પોતાની પાસે રાખશે.
 
કોઇ સિક્યોરિટીમાં સોદા નહિ કરી શકે આ કંપનીઓ

આ સાથે આ કંપનીઓને એક્સચેન્જ પર કોઇ સિક્યોરિટીમાં ડીલ કરવાની મંજૂરી નહિ મળે અને ડીલિસ્ટંગની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કોઇ ડિપોઝિટરી એકાઉન્ટમાં રહેલી તેની હોલ્ડિંગ ફ્રીઝ કરી દેવાશે. સેબીએ જણાવ્યું કે આ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ અને ડાયરેક્ટર્સ શેરોને સંબંધિત એક્સચેન્જ દ્વારા પ્રમાણભૂત કરાયા પછી કોઇને ટ્રાન્સફર કરવાની અનુમતી અપાશે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sebi suspends trading in stocks of 331 shell companies
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.