• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» SBI Registers Three Times More Profit To Rs.3021 Crore But NPA Also Rises

જૂન ક્વાર્ટરમાં SBIની NPA વધી, નફો ત્રણ ગણો વધીને રૂ.3,032 કરોડ થયો

જૂન ક્વાર્ટરમાં SBIની NPA વધી, નફો ત્રણ ગણો વધીને રૂ.3,032 કરોડ થયો
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના પ્રથમ ક્વાર્ટરમાં નફો ગયા વર્ષની સરખામણીમાં ત્રણગણો વધ્યો છે. પ્રોફિટના આ આંકડા માર્કેટના અનુમાન કરતા સારા છે. પ્રોવિજન ઘટવાથી નફો વધ્યો છે. પરંતુ જૂન ક્વાર્ટરમાં બેન્કના એનપીએમાં મોટો વધારો થવાથી શેરમાં જોરદાર વેચવાલી આવી છે અને શેર 5 ટકા તૂટ્યો છે.
 
એસબીઆઇનો નફો ત્રણગણો વધ્યો
 
જૂન ક્વાર્ટર દરમિયાન એસબીઆઇનો કોન્સોલિડેટેડ પ્રોફિટ ગયા વર્ષના રૂ.1046 કરોડથી વધીને રૂ.3032 કરોડ થયો છે, જે માર્કેટના રૂ.2900 કરોડના નફાના અનુમાન કરતા ચડિયાતો છે. જૂન ક્વાર્ટરમાં એસબીઆઇને થયેલી વ્યાજની કમાણી રૂ.56,040 કરોડથી વધીને રૂ.56,818 કરોડ થઇ છે. જૂન ક્વાર્ટરમાં એસબીઆઇની કોન્સોલિડેટેડ કોર ઇન્કમ રૂ.19,673 કરોડથી ઘટીને રૂ.19,323 કરોડ થઇ છે. કોર ઇન્કમ ઘટવા છતાં નફામાં થયેલો વધારો પ્રોવિજનમાં ઘટાડાના કારણે છે. જૂન ક્વાર્ટરમાં બેન્કે કરેલી પ્રોવિજન ગયા વર્ષના રૂ.13,130 કરોડથી ઘટીને રૂ.9051 કરોડ થઇ છે.
 
બેન્કની એસેટ ક્વોલિટી પણ વધ્યું દબાણ
 
જૂન ક્વાર્ટરમાં એસબીઆઇની એસેટ ક્વોલિટી પર દબાણ જોવા મળ્યું છે. જૂન ક્વાર્ટરમાં એનપીએ વધી છે. આ ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ એનપીએ 9.97 ટકા થઇ છે, જે માર્ચ ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએ કુલ લોનના 6.9 ટકા હતી. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએ 6.94 ટકા હતી. નેટ એનપીએ ગયા ક્વાર્ટર કરતા 3.71 ટકાથી વધીને 5.97 ટકા પર પહોંચી ગઇ છે.  
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI registers three times more profit to Rs.3021 crore but NPA also rises
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.