• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Nifty Opens Below 9900, Sensex Falls 100 Pt

સેન્સેક્સમાં 300 અંકનો ઘટાડો, નિફ્ટી 9800 નીચે, રીયલ્ટી, ફાર્મા, બેન્કો, ઓટોમાં વેચવાલી

સેન્સેક્સમાં 300 અંકનો ઘટાડો, નિફ્ટી 9800 નીચે, રીયલ્ટી, ફાર્મા, બેન્કો, ઓટોમાં વેચવાલી
અમદાવાદઃ બજારમાં રીયલ્ટી, ફાર્મા, ઓટો, પીએસયુ બેન્કોમાં જોરદાર વેચવાલીથી ઘટાડો આવ્યો છે. સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને 31,502 પર ચાલે છે. નિફ્ટી 102 પોઇન્ટ ગબડીને 9805 પર છે. નિફ્ટી 9800 તોડીને 9798ને અડ્યો છે. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 7 ટકા તૂટ્યો છે. જ્યારે ફાર્મા 4 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.76 ટકા, ઓટો 3.36 ટકા, એનર્જી 2 ટકા, ઇન્ફ્રા 1.9 ટકા ગબડ્યા છે. માત્ર આઇટી સાધારણ વધ્યું છે. ટાટા મોટર્સ 8.7 ટકા ગબડીને ટોપ લુઝર છે.
 
સેન્સેકસ અને નિફટીનું નેગેટીવ ઓપનિંગ, ડો રેડ્ડી, ઈન્ફોસિસમાં તેજી
 
ભારતીય શેરબજારોનું નેગેટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 102.00 પોઈન્ટ ઘટીને 31,695.84ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 35 પોઈન્ટ ઘટીને 9,873.05ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર ડોકટર રેડ્ડી, ઈન્ફોસિસ, લ્યુપિન, વિપ્રો, ટાટા સ્ટીલ અને એચડીએફસી સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે ટાટા મોટર્સ, બજાજ-ઓટો, અદાણીપોર્ટસ, ઓએનજીસી, પાવરગ્રીડ અને મારૂતિ સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nifty opens below 9900, Sensex falls 100 pt
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.