• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Nifty Closed Below 10,000 After Touching This Level, Sensex Up 33 Points

નિફ્ટી ઇન્ટ્રા-ડે 10,000ને અડીને નીચે બંધ, સેન્સેક્સ 33 અંક વધ્યો, પરિણામો પર બજારની નજર

નિફ્ટી ઇન્ટ્રા-ડે 10,000ને અડીને નીચે બંધ, સેન્સેક્સ 33 અંક વધ્યો, પરિણામો પર બજારની નજર
બિઝનેસ ડેસ્કઃ આ સપ્તાહમાં 30 કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત અગાઉ રોકાણકારોમાં સાવચેતીના કારણે બજારોમાં સોમવારે ઉતાર-ચડાઉનો દોર જોવા મળ્યો હતો. જોકે, નિફ્ટી ઇન્ટ્રા-ડે 10,000ની સપાટીને ફરી અડી ગયો હતો. પરંતુ અંતે સાધારણ 9 પોઇન્ટ વધીને 9,988.75 પર બંધ રહ્યો છે. એ જ રીતે, બીએસઇ સેન્સેક્સ ઉપર 32,000ની સપાટી નજીક 31,935.63ની ઊંચી સપાટીએ ગયો હતો પરંતુ અંતે 32.67 પોઇન્ટ વધીને 31,846.89 પર બંધ રહ્યો હતો. જોકે, સ્મોલકેપ ઇન્ડેક્સ 0.62 ટકા વધ્યો હતો. 
 
22 સપ્ટેમ્બર પછી નિફ્ટી ફરી 10,000ની પાર

નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ફરી એકવાર 10,000ની સપાટી વટાવીને ઉપર 10,015.75 સુધી ગયો હતો. આમ. 22 સપ્ટેમ્બર પછી નિફ્ટી ફરી 10,000ની પાર ગયો હતો. નિફ્ટીએ 10,178.95 પર ઓલટાઇમ સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.
 
એફએમસીજી, બેન્કો, રીયલ્ટીમાં તેજી, જ્યારે એનર્જી અને ઇન્ફ્રામાં ઘટાડો

આજના સેશનમાં ખાસ કરીને ખાનગી બેન્કો, એફએમસીજી અને રીયલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઇમાં રીયલ એસ્ટેટ ઇન્ડેસ્સ સૌથી વધુ 2.33 ટકા ઊછળ્યો છે. ઉપરાંત એફએમસીજી 0.62 ટકા, બેન્ક નિફ્ટી 0.26 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.42 ટકા વધ્યા છે. ઉપરાંત ફાર્મા 0.29 ટકા, મીડિયા 1 ટકા, આઇટી 0.23 ટકા અને મેટલ 0.17 ટકા વધ્યા છે. જ્યારે એનર્જી 0.95 ટકા અને ઇન્ફ્રા 0.36 ટકા ઘટ્યા છે. 
 
આ સપ્તાહમાં આ કંપનીઓના પરિણામો

આ સપ્તાહમાં 30 કંપનીઓના પરિણામો જાહેર થવાના છે તે અગાઉ રોકાણકારોમાં સાવચેત વલણ જોવા મળ્યું છે. ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સાઉથ ઇન્ડિયન બેન્ક, બજાજ કોર્પોરેશન સહિતની કંપનીઓ આ સપ્તાહમાં બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.
 
196થી વધુ કંપનીઓના શેરો 52 સપ્તાહની ટોચને અડ્યા

સોમવારના સેશનમાં 196થી વધારે શેરોએ તેમની 52 સપ્તાહની નવી ટોચ બનાવી હતી. તેમાં બીએએસએફ, ટાટા કેમિકલ, જુઆરી, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, એપટેક, ભારત ફોર્જ, ભારત ફાઇનાન્સ, બોમ્બે ડાઇંગ, ડાબર અને એચઇજીનો સમાવેશ થાય છે.
 
કોલ ઇન્ડિયા, આઇટીસી, એચડીએફસી વધ્યા જ્યારે રિલાયન્સ, એચડીએફસી બેન્કમાં ઘટાડો
 
સેન્સેક્સમાં 30માંથી 15 શેરો વધીને જ્યારે 16 શેરો ઘટીને બંધ રહ્યા છે. સેન્સેક્સમાં કોલ ઇન્ડિયા 1.81 ટકા વધીને ટોપ રહ્યો હતો. આઇટીસી, કોટક બેન્ક, એચડીએફસી અને એચયુએલે 1.37 ટકાથી 0.55 ટકા વધીને બજારને ટેકો આપ્યો હતો. ઉપરાંત કોટક બેન્ક, અદાણી પોર્ટસ, ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ, ટીસીએશ, એમએન્ડએ જેવા શેરો પણ વધ્યા હતા. જ્યારે રિલાયન્સ, ઓએનએસી, એનટીપીસી, હીરો મોટોકોર્પ, મારુતિ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ અને એલએન્ડટી જેવા શેરો ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nifty closed below 10,000 after touching this level, sensex up 33 points
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.