• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

સેન્સેક્સ પ્રારંભિક નબળાઇમાંથી સુધરી 49 અંક વધીને બંધ, મેટલ, ઓટો, રીયલ્ટીમાં લેવાલી

સેન્સેક્સ પ્રારંભિક નબળાઇમાંથી સુધરી 49 અંક વધીને બંધ, મેટલ, ઓટો, રીયલ્ટીમાં લેવાલી
બિઝનેસ ડેસ્કઃસપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો પ્રારંભિક નબળાઇ પછી અંતે સહેજ વધીને બંધ રહ્યા છે. શુક્રવારે સવારે સેન્સેક્સ ઘટીને ખુલ્યા પછી નેગેટિવ ટ્રેડ કરતો હતો પરંતુ અંતિમ કલાકમાં આવેલી લેવાથી ઊંચકાયો હતો અને અંતે 49 અંક વધીને 31,262 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ 21 અંક વધીને 9668.25 પર બંધ આવ્યો છે. મેટલ, ઓટો અને રીયલ્ટીના દમ પર બજાર વધ્યું છે.
 
રીયલ્ટી, મેટલ અને ઓટો વધવામાં અગ્રેસર
 
આજના સેશનમાં છેલ્લે આવેલી રિકવરીમાં રીયલ્ટી, મેટલ અને ઓટો વધવામાં અગ્રેસર રહ્યા હતા. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 2.93 ટકા વધીને સૌથી મોખરે રહ્યો હતો. એ જ રીતે, મેટલ 1.6 ટકા અને ઓટો 1 ટકા વધ્યા હતા. બેન્ક નિફ્ટી 0.66 ટકા વધીને 23,690.90 પર બંધ રહ્યો હતો. ઉપરાંત ફાર્મા 0.22 ટકા, ઇન્ફ્રા 0.24 ટકા, ટેલિકોમ 0.28 ટકા વધ્યા હતા. જ્યારે આઇટી, ટેક, એફએમસીજી 1 ટકા ઘટ્યા હતા. 
 
મારુતિ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક વધ્યા, જ્યારે આઇટીસી, ટીસીએસ અને ઇન્ફોસીસ ઘટ્યા
 
સેન્સેક્સમાં 14 શેરો વધીને અને 16 શેરો ઘટીને બંધ રહ્યા હતા. તેમાં મારુતિ 3 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. ઉપરાંત ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, રિલાયન્સ, એમએન્ડએમ 1.47 ટકાથી 0.42 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે ગેઇલ, આઇટીસી, ઇન્ફોસીસ, સન ફાર્મા, ટીસીએસ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક 2 ટકાથી 0.35 ટકા વચ્ચે ઘટ્યા હતા.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Latest update of Nifty and Sensex
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.