• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» GIC RE IPO Of Rs.11,370 Crores Opens For Subscription Form 11th October

GIC REનો રૂ.11,370 કરોડનો IPO શુક્રવાર સુધી ખુલ્લો, રોકાણ કરતા પહેલા જાણો આટલું

GIC REનો રૂ.11,370 કરોડનો IPO શુક્રવાર સુધી ખુલ્લો, રોકાણ કરતા પહેલા જાણો આટલું
નવી દિલ્હીઃદેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની જનરલ ઇન્શ્યોરન્સ કોર્પ ઓફ ઇન્ડિયા (GIC RE) 11,370 કરોડ રૂપિયા એકઠાં કરવા પોતાની ઇનિશ્યલ પબ્લિક ઓફર બુધવારે ખુલી મૂકશે. આ દેશનો ત્રીજો સૌથી મોટો આઇપીઓ હશે. આની પહેલા કોલ ઇન્ડિયાનો રૂ.15,200 કરોડ અને રિલાયન્સ પાવરનો રૂ.11,700 કરોડનો આઇપીઓ આવી ચૂક્યા છે. આ આઇપીઓ વિશેની મહત્ત્વની બાબતો નીચે જણાવી છે.
 
શું કહે છે એક્સપર્ટસ

- ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટર સંદીપ જૈને GIC REના આઇપીઓમાં રોકાણ કરવા કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે આ જનરલ ઇન્શ્યોરન્સ સેક્ટરની સૌથી મોટી સરકારી કંપની છે. કંપનીની ગ્રોથ ઘણી સારી છે. લાંબા ગાળા માટે આ આઇપીઓમાં રોકાણ કરી શકાય.
- જ્યારે સ્ટેન્લ્યન એસેટ ડોટકોમના ફાઉન્ડર અમિત જેસવાણીએ જીઆઇસીના આઇપીઓમાં રોકાણ નહિ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે કંપનીનો આઇપીઓ મોંઘો છે અને ગ્રે માર્કેટમાં 25 રૂપિયા ડિસ્કાઉન્ટ ચાલે છે. તેથી તેમાં રોકાણ કરવાથી રોકાણકારોએ બચવું જોઇએ.
 
રૂ.11,370 કરોડ એકત્ર કરશે GIC RE
 
GIC REનો રૂ.11,370 કરોડનો આઇપીઓ બુધવારે લોન્ચ થઇ રહ્યો છે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.855-912 પ્રતિ શેર છે. આઇપીઓ 11 ઓક્ટોબરથી ભરણા માટે ખુલશે અને 13 ઓક્ટોબરે બંધ થશે.
- ઇશ્યુ મારફત કંપની 14.22 ટકા હિસ્સો વેચશે. તેમાં સરકાર 12.26 ટકા હિસ્સો વેચશે અને બાકીના 1.96 ટકા કંપની કંપની વેચી રહી છે.
- એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ, ડોઇચે ઇન્ડિયા, એચડીએફસી સિક્યોરિટીઝ અને કોટક કેપિટલ ઇશ્યુના મેનેજર છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GIC RE IPO of Rs.11,370 crores opens for subscription form 11th October
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.