• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Energy» Crud Prices May Not Rise Due To Dispute Between Qatar And Saudi Arab

કતાર વિવાદથી ક્રુડમાં નહિ આવે તેજી, આ કારણોથી ઘટી શકે છે કિંમત

નવી દિલ્હીઃ ગલ્ફ દેશો વચ્ચેના વિવાદથી ક્રુડની કિંમતમાં તેજી નહિ આવે. કોમોડિટી એક્સપર્ટસ કહે છે કે ક્રુડના પ્રોડક્શનથી લઇને વપરાશ સુધી કતારનો ફાળો ખૂબ ઓછો છે. તેનાથી કિંમતો પર ખાસ અસર પડવાની નથી. તેમનું કહેવું છે કે ભલે ઓપેક દેશોએ ઉત્પાદનમાં કાપને આગળ વધારવાનો નિર્ણય કર્યો પરંતુ ક્રુડનું ઉત્પાદન સરપ્લસ સ્થિતિમાં છે અને પ્રોડક્શન આઉટલૂક હેવી છે. તેનાથી આગામી દિવસોમાં ક્રૂડની કિંમત વર્તમાન સ્તરથી 10 ટકા ઘટી શકે છે.
 
આ કારણોથી ક્રૂડની કિંમતો ઘટવાનો અણસાર

- યુએસમાં ઓઇલ રિગ્સ કાઉન્ટ 9 માસના ઊંચા સ્તરે છે.
- લીબિયામાં ક્રુડનું ઉત્પાદન તેના ચાર વર્ષની ટોચે છે.
- ચીનમાં ખરાબ ડેટા આવ્યા પછી ક્રુડની ડિમાન્ડ ઘટી છે.
- વિશ્વમાં ક્રુડના સપ્લાયમાં કોઇ અવરોધ નથી.
- માગ ઘટવાથી ક્રુડ ઉત્પાદક દેશો કિંમત ઘટાડી શકે છે.
 
કતાર સાથેના વિવાદથી ક્રુડમાં વધારો
 
સાઉદી અરબ સહિત 4 દેશોએ કતાર સાથે તમામ સંબંધો તોડી નાખ્યાના આ સમાચાર પછી સોમવારે ક્રુડ ઓઇલની કિંમત 1.5 ટકા વધી ગઇ હતી. કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રુડ 50.74 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. 
કતાર સાથે સાઉદી અરેબિયા સહિતના દેશોએ સંબંધ કાપ્યો
 
સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોએ કતાર સાથે તમામ સંબંધ કાપી નાખ્યા છે. આ દેશોમાં સાઉદી અરબ ઉપરાંત બહેરિન, ઇજિપ્ત, યુએઇએ પણ કતાર સાથે પોતાનો સંબંધ તોડ્યો છે. ચારેય દેશોએ કતાર આરોપ મૂક્યો છે કે તે ત્રાસવાદીઓને મદદ કરે છે. ચારેય દેશોએ કતાર આરોપ મૂક્યો છે કે તે આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે. ચારેય દેશોએ તેમના ત્યાં રહેલા કતારના નાગરિકોને દેશ છોડી દેવા જણાવ્યું છે. સામે કતારે પણ આવું પગલું ભર્યું છે. કતાર એલએનજીનું સૌથી મોટું વિક્રેતા છે. તે ક્રુડની નિકાસ પણ કરે છે. તાજેતરમાં જ ઓપેકે ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં કાપની મર્યાદાને આવતા વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી હતી. કતાર અને સાઉદી અરબ બંને ઓપેકના સભ્યો છે.
 
એક મહિના દરમિયાન ક્રુડમાં તીવ્ર ઉતાર-ચડાવ

છેલ્લા એક માસમાં ક્રુડની કિંમતમાં 3 ટકાથી વધુ વધારો થયો છે. જોકે આ દરમિયાન ક્રુડની કિંમત પર ઓપેકની બેઠકની પૂરી અસર જોવા મળી છે. મે મહિનામાં ઓપેકની બેઠક સુધી 13 સેશનમાં બ્રેન્ટ ક્રુડ 10 ટકાથી વધુ વધ્યું હતું. જ્યારે ઓપેકની બેઠક પછી 9 સેશનમાં બ્રેન્ટ 6 ટકાથી વધારે તૂટ્યું હતું. છેલ્લા એક વર્ષમાં બ્રેન્ટ ક્રુડ વર્ષના સર્વોચ્ચ સ્તરે 60.21 ડોલર પ્રતિ બેરલ રહ્યું હતું. આ દરમિયાન ક્રુડ 46.47 ડોલર સુધી નીચે ગયું હતું.
 
ભારત અને કતાર વચ્ચે ટ્રેડ 

ભારતના કતાર સાથે આર્થિક સંબંધ મજબૂત છે. ભારતમાંથી કતારમાં થતી નિકાસ 2014-15માં 100 કરોડ ડોલરે પહોંચી હતી. જ્યારે બંને દેશો વચ્ચે 1567 કરોડ ડોલરનો વ્યાપાર છે. કતાર પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો નેચરલ ગેસનો ભંડાર છે. ભારત તેની કુલ ગેસ જરૂરીયાતના 65 ટકા ગેસ કતાર પાસેથી લે છે. ભારતમાં એક્સપોર્ટ થતો ગેસ કતારના કુલ એક્સપોર્ટના 15 ટકા જેટલો છે. દેશની સૌથી મોટી ગેસ ઇમ્પોર્ટ કરતી કંપની પેટ્રોનેટ એલએનજી કતાર પાસેથી લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ પર દર વર્ષે 85 લાખ ટન એલએનજી ખરીદે છે. આ ઉપરાંત એલએન્ડટી, વોલ્ટાસ, ટીસીએસ, એચસીએલ પાસે કતારના મહત્ત્વના પ્રોજેક્ટસ છે. ઉપરાંત, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતની ભારતીય બેન્કો કતારમાં સક્રિય છે.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: crud prices may not rise due to dispute between Qatar and Saudi Arab
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.