• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Cotton Growers Get Loss Following Government’S Wrong Estimates

કોટનમાં સરકારના ખોટા આંકડાઓને કારણે ખેડૂતોને થયું નુકશાન, ટ્રેડર્સને થયો ફાયદો

નવી દિલ્હીઃકોટનના ભાવ 3 મહીનામાં જ 50 ટકા કરતા વધી ગયા છે. હાલના સમયમાં ભાવ 6500 રૂપિયા પ્રતિ કવિન્ટલની આસપાસ છે. જોકે જોવામાં આવે તો દરેક વખતની જેમ આ વખતે પણ ખેડૂતોને તેનો લાભ મળ્યો નથી. જોકે ટ્રેડર્સે આ ભાવોનો ખુબ જ લાભ લીધો છે. તેની પાછળનું મુખ્ય કારણ શરૂઆતથી અત્યાર સુધીના સરકારના આંકડાઓ હોવાનું માનવામાં આવે છે. શરૂઆતમાં કોટનનું ઉત્પાદન વધુ થવાના અનુમાન કારણે ભાવ ઓછા રહ્યાં છે અને પછી ધીરે-ધીરે ઓછા ઉત્પાદનના સામાચારોને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે.
 
ખેડૂતોના હાથમાંથી નીકળવાની સાથે જ ભાવ વધ્યા
 
ગત વર્ષે લગભગ 118 લાખ હેકટર પર કોટનના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. એપ્રિલમાં હાર્વેસ્ટિંગ શરૂ થવાની સાથે જ ખેડૂતોએ પોતાના પાકોને માર્કેટમાં વેચવાનું શરૂ કર્યું હતું. તે સમયે ખેડૂતોને મોટા બજારોમાં 4000 રૂપિયા પ્રતિ કવિન્ટલની આસપાસ ભાવ મળ્યા હતા. મે મહિનાના મધ્ય સુધીમાં ભાવ 5,000 રૂપિયા પ્રતિ કવિન્ટલ સુધી પહોંચી ગયા હતા.
 
સરકારના ખોટા આંકડાઓએ બગાડયો ખેલ
 
ગત વર્ષે દેશમાં લગભગ 348 લાખ બેલ્સ કોટનનું ઉત્પાદન થયું હતું. કોટન એડવાઈઝરી બોર્ડનો ઉત્પાદનનો આંકડો શરૂઆતમાં 380 લાખ બેલ્સનો રાખવામાં આવ્યો હતો. ટેકસટાઈલ મિનિસ્ટ્રીને આ આંકડો મોકલવામાં આવ્યો હતો. બજારમાં એવા સમાચારો હતા કે કોટનના ભાવ 4000થી 4500 રૂપિયા પ્રતિ કવિન્ટલની આસપાસ રહેશે. પંજાબ ફઝિલ્કાના મોટા ખેડૂત મનપ્રીત સિંહના જણાવ્યા અનુસાર, તેમણે દેશની તમામ મડીઓનો ફીડ બેક લીધો છે અને સરકારી સૂત્રો પણ ભાવ ઓછો રહેવાનો દાવો કરી રહ્યાં છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, સરકારે કયાં કરી ભૂલ...
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cotton growers get loss following Government’S Wrong Estimates
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.